________________
એવો હું સ્વસમયમાં જાણનાર, સ્વક્ષેત્ર ને સ્વભાવમાં જ રહેનાર છું. શુદ્ધ ભાવે અનંતા ગુણો શક્તિઓનો સ્વામી જાણનાર છું આ જગતમાં જગતથી ન્યારો પરિપૂર્ણ છું શાશ્વત, ચિદાનંદ, જ્ઞાનસ્વરૂપ જ છું
શાશ્વત ત્રિકાળી છું એટલે સુકી નથી ગયો વહેતો છું એટલે મારું શાશ્વતપણું જ નથી એમ પણ તો નથી, શાશ્વત રહીને વહેતો છું મારા જ સ્વસમયમાં પરિણમતો, પરસમયને પણ જાણતો, સ્વમાં જ શાશ્વત જ્ઞાનાનંદ છું
170