________________
સમય
સમય તો સમય જ છે, વહ્યા જ કરે કોણ રોકે એને, કોણ બદલે એને મારો પોતાનો પણ સ્વસમય છે એ તો મારો પરિણામનો સમય છે એને પણ કોણ બદલે, કોણ રોકે, કોણ સંભાળે
હું તો બધાનો જાણનાર જ્ઞાયક જ છું સ્વસમયમાં જ વહેતો, પરસમયને પણ જાણી, જોઇ શકું છું, મને કાંઇ સ્થિર થવાની જરૂર નથી. મારી અનંત શક્તિઓ તો વહેતી જ નિત્યપણે, વહેતાને જોઇ જાણી શકે
હું વહેતો સ્વસમય, વહેતા પરસમયથી ભિન્ન, પૃથફ, અલગ છું, પણ જાણી શકું છું જાણવું મારું પોતાની ગુણ-શક્તિ છે, એ તો પરસમય વહેતો છે એટલે નહીં, એ તો મારી પોતાની સહજ શક્તિ વડે જાણું છું
169