________________
परिशिष्ट-१
आत्मतत्त्वसमीक्षणम् गुजराती अनुवाद
पू. मुनिश्री वैराग्यरतिविजयजी गणि શ્રી વીર પ્રભુને ગુને, માતાને અને પિતાને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને સહુના હિત માટે આત્મતત્વસમીક્ષણ કરું છું.(૧)
સાધક આત્મજ્ઞાનથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થતાં વિષયોનો ત્યાગ કરીને મુક્તિની ઇચ્છા કરે છે.(૨)
ત્યાર બાદ ક્ષમાદિ દસ પ્રકારનો ધર્મ ભાવથી સ્વીકારીને શરીરને જૂદું કરીને સદા જ્ઞાનરૂપ(આત્મા)માં રહે છે.(૩)
ચૈતન્ય(આત્મસ્વરૂપ)ભાવનાવાળો તે બુદ્ધિમાન્ પુષ આત્માને(પોતાને) જ્ઞાનમાં સ્થાપી રાખે છે તેથી જીવન્મુક્ત જેવો જણાય છે (૪)
(તે) સંગથી પર બને છે,સીમાઓ(આકાર – પોદ્રલિક પર્યાય)થી પર બને છે, બંધનોથી મુક્ત બને છે.સદા પવિત્ર હોય છે. તે કર્તા નથી, ભોક્તા નથી,સર્વ દ્વોથી રહિત હોય છે. (૫)
પોતાના આત્માનો બોધ થવાથી તે આખા વિશ્વને સ્વપ્નની જેમ જૂએ છે.શ્રેષ્ઠ આનંદમાં નિમગ્ન બનેલો તે પૂર્ણ બને છે.(૬)
વિવેક(જ્ઞાન)ના સહારે પોતાના શુદ્ધ-બુદ્ધસ્વરૂપને જાણી દેહાભિમાન દૂર કરી ચિત્તની ક્ષુદ્રતાનો ત્યાગ કરે છે. (૭)
આમ હું મુક્ત છું એવું જ્ઞાન થતાં તે દરેક વિષયમાં નિષ્ક્રિય બની જાય છે અને સર્વ ભ્રમોથી મુક્ત બની શરીરમાં (શરીરથી) અળગો બનીને રહે છે.(૮)
તેનું મન નિર્મળ અને વિકલ્પ વિનાનું હોય છે. તે જ્ઞાનાનંદમાં મસ્ત રહે છે. તમામ પોદ્ગલિક પર્યાયોથી પર બની નિરાકાર એવા આત્મામાં રહે છે.(૯)
મોહની વિડંબના અને મમત્વથી મુક્ત બનેલો તે પોતાના આત્મામાં જ પરમાત્માનું સ્વરૂપ જૂએ છે.(૧૦)
ત્યાર પછી તે જ્ઞાનયોગના સહારે પોતાના આત્માના આલંબનના યોગે