________________
परिशिष्ट-१
१०९
ઝડપથી શુદ્ધ આત્મદશામાં વિશ્રાંતિ પામે છે.(૧૧)
આ રીતે અદ્વૈતની ભાવના કરતા બધે જ સમભાવ જન્મે છે, તેને કારણે મુનિઓમાં શ્રેષ્ઠ એવો તે સંસારની અને મોક્ષની આકાંક્ષાથી પર બને છે. (૧૨)
તેનું Àતને કારણે જન્મેલું દુઃખ નાશ પામે છે. તે જ્ઞાનના અમૃતરસમાં ડૂબી જાય છે.(૧૩)
આત્મા શાશ્વત છે અને જગતનું સ્વરૂપ વિનાશી છે એમ જાણી તે વિવેકી તરત જ અર્થ અને કામથી વિમુખ થાય છે.(૧૪)
શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થતા મમતા દૂર થાય છે. તેથી નિત્ય-અનિત્યના વિવેકીને પૂર્ણ વિરક્તિ જન્મે છે.(૧૫)
શરીર જડ છે એમ જાણીને જે પુલમાં મોહ પામતો નથી તે જ્ઞાનતૃમ પુરુષને મૃત્યુ ઉપસ્થિત થતા ડર શેના?(૧૬)
તેને ગામમાં કે વનમાં કોઈ ભેદ હોતો નથી. તે દરેક સ્થળે હંમેશા સમાન વૃત્તિ ધરાવે છે, આ વાતમાં કોઈ શંકા નથી.(૧૭)
તે મોક્ષાર્થી ધીર પુરુષ સમતાનું આલંબન લઈ નિંદા અને સ્તુતિમાં સમભાવ રાખે છે અને ક્યારેય રોષ કે તોષ કરતો નથી.(૧૮)
આ ચરાચર વિશ્વમાં જેને હેય કે ઉપાદેય જેવું કશું નથી , ઈષ્ટ કે અનિષ્ટ જેવો વિકલ્પ નથી તે કર્મથી શું લેવાશે?(૧૯)
સારા સ્થાનમાં રહેલો યોગી હર્ષ કરતો નથી. તે જ રીતે સર્વનાશ થઈ જાય તો પણ (યોગીને) શોક થતો નથી.(૨૦)
બધા જ સંયોગોનો ત્યાગ થઈ જવાથી સાધક અસંગ બની જાય છે અને સમત્વયોગની સિદ્ધિ થતા દરેક સ્થળે સમ(સમાન બુદ્ધિવાળો) બને છે.(૨૧)
કોઈક જ આ વાત તાત્વિક રીતે જાણે છે કે જે પરાત્મા છે તે હું જ છું. સોહંભાવ પ્રગટ થતા ક્યાંય પણ ભય રહેતો નથી.(૨૨)
પ્રવૃત્તિમાં સમતા તો પરિણામના ભેદથી (જોવા મળી છે. જ્યાં અજ્ઞાની (કર્મથી) લેપાય છે ત્યાં જ્ઞાની લપાતો નથીમ(૨૩)
જેમ આકાશ ધૂમાડાથી ક્યારેય લેવાતું નથી, કમળનું પાંદડું પાણીથી ક્યારેય