________________
29
પુષ્મિતામાં ચંદ્ર, સૂર્ય અને બહુપુત્રિકાએ કરેલી સંયમની વિરાધનાનું વર્ણન છે. (૨૯)
પુષ્પચૂલિકામાં શ્રી, હી વિ. દેવીઓનું વર્ણન છે. (૩૦) વદ્વિદશામાં યદુવંશના રાજાઓના ઇતિહાસનું વર્ણન છે. (૩૧)
પન્ના સૂત્ર દસ ગણાય છે. સર્વસિદ્ધાંતસ્તવમાં બે શ્લોકમાં તેર ગ્રંથનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. (૩૨-૩૩)
છેદસૂત્ર છ છે. પહેલું નિશીથસૂત્ર આચારાંગની પાંચમી ચૂલા છે. નિશીથનો અર્થ મધ્યરાત્રિ છે. મધ્યરાત્રિની જેમ તેને ગુપ્ત રાખવામાં આવે છે. નિશીથ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્ર નામના છેદસૂત્રમાં સાધ્વાચાર, ઉત્સર્ગઅપવાદ અને પ્રાયશ્ચિત્તનું વર્ણન છે. દશાશ્રુતસ્કંધ નામનું છેદસૂત્ર વિશાળ છે. પર્યુષણમાં વંચાતું કલ્પસૂત્ર આ સૂત્રનું આઠમું અધ્યયન છે. જીતકલ્પ નામના છેદસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર દર્શાવ્યા છે. તેમાં દર્શાવેલા જીત વ્યવહાર અનુસાર આજે પ્રાયશ્ચિત્ત અપાય છે. મહાનિશીથ નામનું છેદસૂત્ર અતિશય મહિમાવંતું છે. (૩૪-૩૮)
આગમો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, વાર્તિક, સંગ્રહણી, ચૂર્ણ, ટિપ્પણ, ટીકા રચાયા છે, તે પણ પૂજનીય છે. (૩૯)
દૃષ્ટિવાદ નામના બારમાં અંગમાં ચૌદ પૂર્વ સમાય છે. તેના પાંચ ભેદ છે. બધા જ આગમોને શરીરનો આકાર આપી પ્રવચનપુરુષની રચના થાય છે. આમ પ્રતિમા સ્વરૂપે પણ શ્રતની ઉપાસના થઈ શકે છે. (૪૦)
અંગવિદ્યા નામના આગમમાં સ્વપ્રમાં આવી ફળકથન કરે તેવી વિદ્યાની સાધનાનો વિધિ છે. (૪૧)
આગમની સ્તુતિ ઉપરાંત આ સ્તવમાં અન્ય શાસ્ત્રોની પણ સ્તુતિ કરવામાં આવી છે. એક મહત્વનું વિધાન અહીં જોવા મળે છે કે વ્યાકરણ, છંદ, અલંકાર, નાટક, કાવ્ય, તર્ક, ગણિત જેવા શાસ્ત્રો મિથ્યાષ્ટિએ બનાવેલાં છે તેથી આત્મસાધનામાં નિરૂપયોગી છે છતાં તે સમ્યગ્દષ્ટિના હાથમાં આવે તો શ્રુતજ્ઞાન બને છે. (૪૪)