________________
30
આથી તેવા શાસ્ત્રોની રચના કરતા મુનિ ભગવંતોને હલકી નજરે જોવા તે શ્રુતદેવતાનું અપમાન છે.
અંતમાં, આચાર્યશ્રી નવકારમંત્રને નમસ્કાર કરતા કહે છે કે નવકાર તમામ શાસ્ત્રોના એકએક અક્ષરમાં સમાયેલો છે. શાસનની પ્રવૃત્તિનો આરંભ સૂરિમંત્રથી થાય છે માટે તે પણ નમસ્કાર પાત્ર છે. (૪૫)
પૂ.આ.શ્રી જિનપ્રભસૂ.મ. એ માત્ર છેતાલીસ ગાથામાં આગમોનો મહિમા ગુંથ્યો એટલું જ નહીં તે આપણા સુધી પહોંચે એ માટે આ.શ્રી સોમતિલકસૂ.મ.ને સમર્પિત કર્યો. આ કાળમાં આવા ભવ્ય સમર્પણની વાત સાંભળવા મળે એ પણ સદ્ભાગ્ય જ ગણાય.
૨૦૬૭ મહા સુદ આઠમ, કાત્રજ