________________
28
તેમાં દેવ અને નરકમાં ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું વર્ણન છે. બીજા આગમોમાં સંક્ષેપમાં કહેલી વાતોનું અહીં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. (૨૧).
રાજપ્રશ્નીય સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ છે. તેમાં કેશી ગણધરથી પ્રતિબોધ પામેલા પ્રદે શી રાજા સૂયભવિમાનમાં દેવ થયા. શ્રીમહાવીરસ્વામીભગવાનને ઋદ્ધિ સાથે વંદન કરવા આવ્યા. તેમનું અદ્ભુત તેજ જોઈને સંઘે તેનું કારણ પૂછ્યું. જવાબમાં પ્રભુએ કેશી-પ્રદેશીનો સંવાદ કહ્યો. તે આ ઉપાંગનો વિષય છે. આત્માનું અસ્તિત્વ સાબિત કરતી તર્કબદ્ધ દલીલો અહીં જોવા મળે છે. (૨૨)
જીવાભિગમ, સ્થાનાંગ સૂત્રનું ઉપાંગ છે. તેમાં જીવ અને અજીવનું બેબે પ્રકારે નવ ભાગમાં વર્ણન છે. આ આગમ પદાર્થોનો આકર ગ્રંથ છે. (૨૩)
પ્રજ્ઞાપના, સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. તેના રચયિતા શ્રી શ્યામાર્ય છે. તેના છત્રીસ પદોમાં જીવ અને અજીવનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. (૨૪)
જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ભગવતીનું ઉપાંગ છે. તેમાં જંબુદ્વીપ, ભગવાનનો જન્મમહોત્સવ, ચક્રવર્તિના દિગ્વિજયનું વર્ણન છે. તેને જૈન ભૂગોળનો ગ્રંથ કહી શકાય. (૨૫)
ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં અનુક્રમે ચંદ્ર અને સૂર્ય વિષે વિચાર કરવામાં આવ્યો છે. આ અને હવે પછીના ઉપાંગોનો ક્યા અંગ સાથે સંબંધ છે તે વિષે સ્તવકાર મૌન છે. (૨૬)
નિરયાવલિકા આઠમું ઉપાંગ છે. શ્રેણિકના પુત્ર કોણિક અને ચેટકરાજા વચ્ચે મોટું યુદ્ધ થયું હતું. કરોડો લોકોનો સંહાર થયો હતો. મોટા ભાગના નરકના અતિથિ બન્યા હતા. કોણિકના સાવકા ભાઈ કાલ વિ. દસ રાજકુમારોને કેંદ્રમાં રાખી પાપની સજાનું વર્ણન આ સૂત્રનો વિષય છે. (૨૭)
કલ્પાવતંસિકા નવમું ઉપાંગ છે. શ્રેણિકના વંશમાં થયેલા પદ્મવિ. રાજકુમારો આરાધના કરી દેવલોકમાં ગયા તેનું વર્ણન અહીં છે. (૨૮)