________________
मुक्तिवादः
શકાય છે.
જવાબ : આ રીતે લક્ષણા કરીને સંગતિ કરી દઈએ તો પણ અન્યતરત્નાવચ્છિન્નઅભાવની વિવક્ષા બાધિત છે. સુખદુઃખાન્યતરત્નાભાવ મુક્તિમાં છે એટલે સુખ અથવા દુ:ખ બેમાંથી એક નથી. મુક્તિમાં દુ:ખ નથી એ વાત સાચી પણ સુખ તો છે જ. તેથી સુખદુ:ખા તરવાભાવ મુક્તિમાં બાધિત છે. આમ બાધિતાર્થ પ્રતિપાદક હોવાથી આ અર્થઘટન અયોગ્ય સાબિત થાય છે.
અવાંતર પ્રશ્ન :-અશરીર આ સ્થળે ઉભયાભાવનું પ્રતિપાદન ઇષ્ટ છે તેવું માની લઈએ. મુક્તિમાં સુખદુઃખઉભયાભાવ દુઃખાભાવને કારણે છે તેવું ભાગ્ટનું કહેવું છે. પણ આ ઉભયાભાવ સુખાભાવને કારણે પણ હોઈ શકે છે. મુક્તિસ્થ ઉભયાભાવનો પ્રયોજક સુખાભાવ છે કે દુઃખાભાવ તેનું વિનિગમક પ્રમાણ શું છે ?
જવાબ:–મુક્તિમાં ઉભયાભાવનો પ્રયોજક દુ:ખાભાવ છે તેનું પ્રમાણ ‘દુ:નાચાં વિમુશરત' (દુ:ખથી અત્યંત વિમુક્ત થઈ વિહરે છે) આ શ્રુતિ છે. આમ મુક્તિમાં દુઃખાભાવને કારણે ઉભયાભાવ છે. ત્યાં સુખ છે. (ભટ્ટ મતાનુકૂલ ન વે ઇત્યાદિ પ્રશ્નગ્રંથ અહીં સમાપ્ત થાય છે.)
ભટ્ટમતની વિરુદ્ધમાં ઉપસ્થિત કરવામાં આવેલ અથ ઇત્યાદિ પૂર્વપક્ષકાર ને ૨ ઇત્યાદિ પ્રશ્નગ્રંથનો જવાબ રજૂ કરે છે.
‘પ્રિયપ્રિયે ન સ્પૃશતઃ' શ્રુતિમાં પ્રિયાપ્રિયનો ઉભયાભાવ અભિપ્રેત નથી. વાક્યરચનાના વ્યાકરણને અનુકૂળ નિયમો છે. “વાક્યરચનામાં ક્રિયાપદનું વચન કર્તાની સંખ્યાના આધારે નિશ્ચિત થાય છે. આગાતાર્થની સંખ્યાનો અન્વય આખ્યાતાર્થના વિશેષ્યમાં જ થાય છે. ઉપરોક્ત શ્રુતિને ઉભયાભાવ પરક માનીએ તો આ નિયમનો ભંગ થાય. કેમકે વિશેષ્ય ઉભયાભાવ બને. તેની સંખ્યા એક છે અને પૃશત: એ આખ્યાત દ્વિવચનમાં છે. માટે સ્પષ્ટ છે કે-શ્રુતિ ઉભયાભાવ પરક નથી. આ શ્રુતિનું શાબ્દબોધ પ્રમાણેનું અર્થઘટન આ પ્રમાણે છે. અહીં પૃણ ધાતુનો અર્થ “સંબંધ” છે. સંબંધના અનુયોગીપ્રતિયોગી હોય છે. અહીં સંબંધના અનુયોગી પ્રિયાપ્રિય ઉભય સુખદુ:ખ ઉભય છે અને પ્રતિયોગી સુખદુ:ખનું કર્તુત્વ છે. સ્પૃશ્ ધાતુનું કર્મ મુક્તાત્મા છે. આમ, તદુભયાનુયોગિક મુક્તાત્મકર્મક સ્પર્શકતૃત્વનો અભાવ અહીં અભિપ્રેત છે. કર્તુત્વ ઉપર કહ્યું તેમ તાદેશ સંબંધનું પ્રતિયોગિત્વ છે અને તે પ્રિય અને અપ્રિય બંનેમાં છે. પ્રતિયોગી તરીકે કર્તુત્વનો અભાવ અપ્રિય=દુ:ખમાં તો છે પણ (મુક્તિમાં સુખ છે તેથી) સુખકર્તુત્વનો અભાવ બાધિત છે. દુઃખાભાવને કારણે સુખદુ:ખઉભયત્નાવચ્છિન્ન અભાવ પણ અહીં દર્શાવી શકાશે નહીં. કારણ કે જે અધિકરણમાં પ્રતિયોગી હોય તે અધિકરણમાં ઉભયત્નાવચ્છિન્ન અભાવ માનતા નથી. તેનું કારણ પૂર્વે જણાવ્યું તેમ આખ્યાતાર્થનાં દ્વિવચનની અનુપત્તિ છે. ગૃહમાં ઘટ છે છતાં પટપટ 7 સ્ત એવી પ્રતીતિ ઉભયતાવરચ્છેદન અભાવ દર્શાવી સમજાવી શકાશે નહીં. અભાવના પ્રતિયોગી તરીકે ઘટ અને પટ સ્વતંત્ર માનીએ તો ઘટના અધિકરણમાં પટપટી ન તં: એવી પ્રતીતિ સમજાવી શકાશે નહીં. અભાવના પ્રતિયોગી તરીકે ઘટપટ ઉભયને એક એકમ માનીએ તો સમજાવી શકાય પણ પ્રતિયોગી એક હોવાથી આખ્યાતના દ્વિવચનની અનુપત્તિ થશે. માટે પ્રતિયોગિના અધિકરણમાં વ્યાસજયવૃત્તિ ધર્માવચ્છિન્ન અભાવ માનતા નથી.
પૃશ’ ધાતુનો સંબંધ અર્થ ન સ્વીકારતા સત્તા અર્થ માનીને પ્રશ્ન કરે છે ..... વર્ગમૂ | ઇત્યાદિ દ્વારા