________________
मुक्तिवादः
भावानभ्युपगमात् । न च स्पृशधातुरत्र सत्तार्थकः, तथा च 'घटपटौ न स्त' इत्यत्र यथा घटपटोभयाभावेऽस्तित्वं प्रतीयते तथा प्रकृतेऽपि सुखदुःखोभयाभावेऽस्तित्वं प्रतीयते इति वाच्यम् । तथा सति धातोरकर्मकतया शरीरमिति द्वितीयानुपपत्तिः । अनुयोगिनि सप्तमीं विना प्रातिपदिकार्थाभावप्रत्यायनायोगच्चेति चेन्न ।
५२
જવાબ :–પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ આ શ્રુતિ પ્રિય અને અપ્રિયના ઉભયાભાવની પ્રતીતિ નથી કરાવતી, પરંતુ પ્રિયાપ્રિય ઉભયાનુયોગિક મુક્તાત્મકર્મક જે સ્પર્શ તેના અભાવની જ પ્રતીતિ કરાવે છે. તત્કર્મકસ્પર્શનું કર્તૃત્વ તદનુયોગિક સંબંધના પ્રતિયોગિત્વ રૂપ છે. પ્રિય સુખમાં તેવા સંબંધની પ્રતિયોગિતા હોય તો ઉભયત્વાવચ્છિન્ન મુક્તિમાં તેનો અભાવ નહીં મળે કારણ કે—‘પ્રતિયોગીના અધિકરણમાં વ્યાસજ્યવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ મનાય નહીં’ એ નિયમ છે.
પ્રશ્ન :–આ શ્રુતિમાં સ્પૃશ્ ધાતુનો અર્થ સત્તા છે. બૌ 7 સ્ત: આ સ્થળે જેમ ઘટપટોભયાભાવમાં અસ્તિત્વ પ્રતીત થાય છે તેમ પ્રકૃત સ્થળે પણ સુખદુઃખોભયાભાવમાં અસ્તિત્વ પ્રતીત થાય છે.
જવાબ :—ઘૃણ્ ધાતુ સત્તાર્થક હોય તો અકર્મક થશે. તેમ થશે તો ‘શરીરમ્’ અહીં કર્માર્થક દ્વિતીયા વિભક્તિની અનુપપત્તિ થશે. બીજું, અભાવના અનુયોગિમાં સપ્તમી વિભક્તિ વિના પ્રાતિપાદિકાર્થના અભાવની નગ્ દ્વારા પ્રતીતિ થઈ શકતી નથી.
ઉક્ત શ્રુતિનો વિરોધ નથી.
‘અશરી’ ઇત્યાદિ શ્રુતિમાં વાક્યભેદનો પરિહાર ઉપાયકારે અન્ય રીતે કર્યો છે. ‘જો આ શ્રુતિમાં અન્ય રીતે વાચભેદનો પરિહાર થઈ જાય તો ઉભયાભાવપરતા માનવાની જરૂર ન રહે’ આ આશયથી 7 7 ઇત્યાદિ પ્રશ્નકાર ઉપાયકારે દર્શાવેલ પરિહારમાં અસંગતિ દર્શાવે છે. અવ્યાસખ્ય... ઇત્યાદિ દ્વારા. ઉપાયકારના કહેવા મુજબ ઉપરોક્ત શ્રુતિમાં ન‰ દ્વારા સુખદુઃખાન્યતરત્વાભાવનું પ્રતિપાદન થયું છે. પ્રિયાપ્રિયે 7 આ શબ્દોનો અર્થ ‘સુખદુઃખ ઉભય નથી' એવો નથી. અહીં વ્યાસજ્યવૃત્તિધર્માવચ્છિન્ન અભાવ અભિપ્રેત નથી. પણ ‘સુખદુ:ખમાંથી એક નથી' આવો અન્યતરત્વાવચ્છિન્ન અભાવ અભિપ્રેત છે મુક્તિમાં દુ:ખ તો નથી જ એથી સુખદુઃખાન્યતરત્વાવચ્છિન્ન અભાવ કાયમ પ્રસિદ્ધ થશે. અન્યતરાવચ્છિન્ન અભાવ જ અવ્યાસજ્યવૃત્તિઅનુગત રૂપાવચ્છિન્ન અભાવ છે. આ પ્રમાણે અર્થઘટન કરવાથી વાચભેદ રહેશે નહીં. કેમ કે—નર્ સાથે પ્રિયપ્રિય પદનો અન્વય એકવાર જ થઈ જાય છે, મુખ્ય વિશેષ્યનો ભેદ થતો નથી.
ઉપાયકારે દર્શાવેલી સંગતિ 7 7 ઇત્યાદિ પ્રશ્નકાર ખોટી જણાવે છે. ઉપરોક્ત શ્રુતિમાં પ્રિયાપ્રિય (સુખદુઃખ)ને જણાવતું એક જ પદ હોય તો તે દ્વારા તાદશાન્યતરત્વાવચ્છિન્ન અભાવનું પ્રતિપાદન થઈ શકે. બંનેનું વાચક એક પદ નથી તેથી તે માટે લક્ષણા કરવી પડે જે શક્ય નથી. આ શ્રુતિમાં લક્ષણા
સ્વીકારી નથી.
અવાંતર પ્રશ્ન :–જેમ ચિત્ર] ઇત્યાદિ સ્થળે પદની લક્ષણા અને વિત્ર પદને તાત્પર્યગ્રાહક મનાય છે તેમ અહીં પણ પ્રિય કે પ્રિયમાંથી એક પદને લક્ષક અને અન્ય પદને તાત્પર્યગ્રાહક માની સંગતિ કરી