________________
vo
मुक्तिवादः
(२७) तच्चिन्त्यम् । तथा सति ततो नित्यज्ञानस्यापि सिद्धिप्रसङ्गात् । न च मीमांसकानां तदनुमतम् । वेदान्तिनामेव यथाश्रुततादृशश्रुतिबलात् ज्ञानसुखात्मकस्य परमात्मनः सिद्धिः तेषाञ्च तदेकवाक्यतया आनन्दं ब्रह्मणो रूपमित्यस्य सुखं ब्रह्मणः स्वरूपमित्यर्थः । मोक्षे प्रतिष्ठितमित्यस्य च सप्तम्या जनकतार्थकतया भविष्यतीत्यध्याहारेण वा अविद्यानिवृत्तिरूपमोक्षजनकसाक्षात्कारविषय इत्यर्थः ।।
__ (२८) अथ 'अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशत' इत्यादिश्रुतिविरोधात् मुक्तस्य सुखसम्बन्धस्वीकारासम्भवः । न च तत्र वाक्यभेदभिया प्रत्येकनिषेधपरता न स्वीक्रियते अपि तु उभयाभावपरतैव तथा च सुखसत्त्वेऽपि दुःखाभावात्
(૨૭) શબ્દાર્થ –કેટલાંક વિદ્વાનોનો આ મત વિચાર માંગી લે છે. જો વિશિષ્ટ અન્વયનો ત્યાગ કરવામાં નહીં આવે તો નિત્ય વિજ્ઞાન પણ સિદ્ધ થઈ જશે. નિત્ય જ્ઞાન મીમાંસકોને માન્ય નથી. વેદાંતીઓના મતે જ ઉપર કહી તેવી શ્રુતિ સાથે માનન્દ્ર વ્રતનો રૂપે આ શ્રુતિની એકવાક્યતા છે તેથી ‘સુખ બ્રહ્મનું રૂપ છે' એવો અર્થ થાય. મોશે પ્રતિષ્ઠિતમ્ અહીં સપ્તમી વિભક્તિનો અર્થ જનત્વ છે અથવા આ શ્લોકમાં મવિષ્યતિ એ પદ અધ્યાહાર છે તેથી ‘અવિદ્યાનિવૃત્તિ રૂપ મોક્ષ જનક સાક્ષાત્કારનો વિષય તાદેશ સુખ છે' આ અર્થ પ્રાપ્ત થાય છે.
(૨૮) શબ્દાર્થ –પૂર્વપક્ષ :- ‘શરીર વા વસન્ત પ્રિયપ્રિયે ન પૃશતઃ' “શરીર વિનાની અવસ્થામાં વસતા આત્માને સુખ કે દુઃખ સ્પર્શતા નથી.” આ શ્રુતિનો વિરોધ થાય છે માટે મુક્તની
(૨૭) વિવરણ –કચિત્ત દ્વારા ઉપસ્થિત કરેલા મીમાંસક મતનું ખંડન કરે છે. મીમાંસકો જ્ઞાનને નિત્ય માનતા નથી. નિત્ય વિજ્ઞાનમીનન્દ્ર બ્રહ્મ આ શ્રુતિમાં માનદ્ પદનો અર્થ આનંદવિશિષ્ટ આત્મા કર્યો છે. માનદ્ પદ બ્રહ્મનું વિશેષણ છે. આ શ્રુતિમાં જેમ આનંદ વિશેષણ છે તે જ રીતે વિજ્ઞાન પણ વિશેષણ છે. જે યુક્તિ આનંદને નિત્ય સાબિત કરે છે તે જ યુક્તિ વિજ્ઞાનને પણ નિત્ય સાબિત કરશે. આમ જ્ઞાનને નિત્ય માનવાની આપત્તિ આવશે. મીમાંસકો જ્ઞાનને નિત્ય માનતા નથી કારણ કે નિત્યજ્ઞાનના આશ્રય તરીકે ઈશ્વરને સ્વીકારવો પડે. મીમાંસકો નિરીશ્વરવાદી છે. આથી કેચિસ્તુકારે પ્રસ્તુત કરેલું અર્થઘટન અયોગ્ય છે. મીમાંસકોએ વિશિષ્ટાન્વયના નિયમનો પ્રસ્તુત સ્થળે ત્યાગ કરવો જ પડે તેમ છે.
| વેદાંતમત ઈશ્વરને માને છે તેથી વેદાંત મતે ઉપર્યુક્ત રીતે જ્ઞાન અને સુખરૂપ ઈશ્વરની સિદ્ધિ થઈ શકશે. માનન્દુ વૃક્ષો રૂપે આ વાક્ય નિત્ય ઇત્યાદિ શ્રુતિ સાથે એકવાક્યતા ધરાવે છે તેથી સુખ બ્રહ્મનું
સ્વરૂપ છે તે સાબિત થાય છે. “મોક્ષે પ્રતિષ્ઠિતમ્' આ પદોનો અન્વય બે રીતે થઈ શકે. એક સપ્તમી વિભક્તિનો અર્થ જનકતા માનીને અથવા તો આ વાક્યમાં ભવિષ્યતિ પદનો અધ્યાહાર કરીને. બંને રીતે અવિદ્યાનિવૃત્તિરૂપ મોક્ષજનક સાક્ષાત્કારનો વિષય સુખ છે' એ અર્થ સંગત થાય છે.
(૨૮) વિવરણ –નિત્ય સુખ સાક્ષાત્કારને મુક્તિ માનતા ભાદૃમતની સામે વિસ્તૃત પૂર્વપક્ષ રચે છે. ‘શરીર વી વસન્ત પ્રિયપ્રિયે સ્પૃશત:' “શરીર વિનાની અવસ્થામાં વસતા આત્માને સુખ કે દુ:ખનો સ્પર્શ થતો નથી’ આ તેનો અર્થ છે. આ શ્રુતિ મુજબ આત્મામાં સુખ નથી એ સાબિત થાય છે. સુખ સાક્ષાત્કારને મુક્તિ માનવાથી ઉક્ત શ્રુતિનો વિરોધ થાય છે. આ વિરોધનો પરિહાર કરવા ન ૩ થી