________________
मुक्तिवादः
नादितया अविद्याया अनादिताप्रवादः । तथा च तन्निवृत्तिस्तदधीनदुःखनिवृत्तिर्वा मोक्ष इति निष्प्रत्यूहमेव ।
(२१) यत्त्वविद्यानिवृत्त्या बुद्ध्यादिनिवृत्तौ तद्धर्मस्य दुःखस्य निवृत्तिरिति तदपि न युक्तिपथमारोहति बुद्धेः सुखदुःखाद्याश्रयत्वे तस्या विनाशे मानाभावात् । न વિરોધી છે માટે અવિદ્યા કહેવાય છે.
અષ્ટ વ્યક્તિઓ સાદિ છે છતાં તેમનો પ્રવાહ અનાદિ છે. તેથી અવિદ્યા અનાદિ છે તેવો પ્રવાદ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ અથવા અવિદ્યા(અષ્ટ)ને આધીન દુઃખની નિવૃત્તિ મોક્ષ છે તેમાં કોઈ વિરોધ નથી.
(૨૧) શબ્દાર્થ –જે એમ કહે છે કે અવિદ્યાની નિવૃત્તિ થતા બુદ્ધિ વગેરેની નિવૃત્તિ થાય છે. તેમની નિવૃત્તિ થતા તેના ધર્મ દુઃખની નિવૃત્તિ થાય છે. તે પણ યુક્તિસંગત જણાતું નથી. બુદ્ધિ
નૈયાયિકો કહે છે કે તથાકથિત અવિદ્યા સ્વતંત્ર પદાર્થ નથી. (ચોવીસ ગુણોમાં “અષ્ટ' નામક ગુણમાં જ અવિદ્યાનો સમાવેશ થાય છે.) કારણ કે અવિદ્યાને સ્વતંત્ર સાબિત કરતું કોઈ પ્રમાણ નથી. વેદાંતીઓ પ્રપંચને મિથ્યા માને છે. પ્રપંચના મિથ્યાત્વની અવિદ્યા વિના ઉપપત્તિ થતી નથી અને દષ્ટ પદાર્થોમાં અવિદ્યાનો સમાવેશ થતો નથી માટે અવિદ્યા ભિન્ન છે તેવું સ્વીકારે છે. આમ વેદાંતીઓ અવિદ્યાને સ્વતંત્ર પદાર્થ સાબિત કરવા અનુમાન પ્રમાણ પ્રસ્તુત કરે છે. પરંતુ તે પણ નૈયાયિકોના મતે અયુક્ત છે કારણ કે પ્રપંચ મિથ્યા નથી, વાસ્તવિક છે. તેના આધારે અવિદ્યાની સિદ્ધિ થઈ શકે નહીં. માટે તૈયાયિકો ચોવીસ ગુણ અન્તર્ગત અદૃષ્ટ ગુણમાં અવિદ્યાનો સમાવેશ કરે છે. તત્ત્વજ્ઞાનને વિદ્યા કહી શકાય. જે અદૃષ્ટ આ તત્ત્વજ્ઞાનનો પ્રતિબંધ કરે છે તેને અવિદ્યા કહેવાય.
પ્રશ્ન :-વેદાંત દર્શનમાં અવિદ્યા અનાદિ છે, અદૃષ્ટ ક્રમને આધીન હોવાથી સાદિ છે. આથી અવિદ્યા અને અદૃષ્ટ એક છે તેવું કેવી રીતે કહી શકાય ? શાસ્ત્રમાં પણ અવિદ્યા અનાદિ છે તેવો પ્રવાદ જોવા મળે છે.
જવાબ :–અદેષ્ટ સાદિ છે તે વાત સાચી છે. તે તે અદૃષ્ટ વ્યક્તિ રૂપે અદૃષ્ટ સાદિ છે પણ અદષ્ટનો પ્રવાહ અનાદિ છે. અદષ્ટના પ્રવાહને લક્ષમાં રાખીને શાસ્ત્રોમાં અવિદ્યા અનાદિ છે તેવો પ્રવાદ છે. આમ, અવિદ્યા રૂપ અદષ્ટની નિવૃત્તિ અથવા તો અવિદ્યાને આધીન દુ:ખની નિવૃત્તિ મોક્ષ છે. આ વાતમાં કોઈ વિરોધ નથી.
(૨૧) વિવરણ :–નૈયાયિકોએ તત્ત્વજ્ઞાન દ્વારા અવિદ્યાનો નાશ માન્યો છે અને અવિદ્યાના નાશથી દુ:ખનો નાશ માન્યો છે. આમ, તેમના મતે દુ:ખધ્વસ પ્રત્યે તત્ત્વજ્ઞાન પરંપરાએ કારણ બને છે. તત્ત્વજ્ઞાનની પરંપરિત કારણતામાં અરુચિ વ્યક્ત કરતો મત યત્ત દ્વારા પ્રસ્તુત થયો છે. આ મત પ્રમાણે આશ્રયના નાશથી આશ્રિતનો નાશ થાય છે. બુદ્ધિ ધર્મ-અધર્મ વગેરે અદૃષ્ટનો આશ્રય છે. તત્ત્વજ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશ થતા ધર્મ-અધર્મનો નાશ થાય છે. તેના દ્વારા દુઃખ નાશ થાય છે. આમ, તત્ત્વજ્ઞાન આશ્રયનો નાશ કરવા દ્વારા દુ:ખનાશનું કારણ બને છે એ યજુકારનો અભિમત છે. આ મત યુક્તિ સંગત નથી. કારણ કે સુખદુઃખના આશ્રય તરીકે સર્વત્ર આત્મા