________________
मुक्तिवादः
परमात्मजीवात्मनोरभेदेऽपि उपाधिविशेषविशिष्टस्याऽऽत्मनो जीवतया तस्यैवौपाधिकः परमात्मभेद इति भेदकोपाधिविरह एव जीवस्य परमात्मनि यथा घटाकाशस्य घटविगम एव शुद्धाकाशस्य लयः, लिङ्गशरीरावच्छिन्नस्यैवात्मनो जीवभाव इति लिङ्गशरीरनाश एव पर्यवसितो मोक्षः । लिङ्गशरीरं च स्थूलशरीरबीजभूतमहदहङ्कारतन्मात्राख्यभूतसूक्ष्मैकादशेन्द्रियसमुदायः । तद्विशिष्टस्यैवात्मनो दुःखादिमत्तया विशेषणीभूतलिङ्गशरीरस्यैव नाशे दुःखादिकं नोत्पत्तुमर्हति । विशेषणमत्रावच्छेदकत्वाख्यसम्बन्धविशेषवद् आश्रयान्तर्भूतं, तन्मात्रं वा आश्रयः सर्वथैव तस्य दुःखहेतुत्वात् । एवं च तद्विगमस्य दुःखनिवृत्तिहेतुतया पुरुषार्थत्वमक्षतमेवेति । एवमपि मायाधीनस्य प्रपञ्चस्य मायानिवृत्त्यैव निवृत्तेर्मायानिवृत्तेर्मोक्षदशायामावश्यकत्वम् । अविद्यैव मायात्वेनैतन्मते
લય મોક્ષ છે. આમ તો જીવાત્મા અને પરમાત્મા એક જ છે છતાં ઉપાધિવિશેષથી વિશિષ્ટ આત્મા જીવ છે. તેથી જીવાત્મા અને પરમાત્માનો ઉપાધિને કારણે ભેદ છે. આ ભેદક ઉપાધિનો વિરહ જ પરમાત્મામાં જીવાત્માનો લય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશનો શુદ્ધ આકાશમાં લય થાય છે. આમ, લિંગ શરીરથી યુક્ત આત્મા જ જીવ છે તેથી લિંગ શરીરનો નાશ જ મોક્ષ છે એ ફલિત થાય છે. લિંગશરીર સ્કૂલશરીરનું બીજ છે. તે મહત્ તત્ત્વ, અહંકાર, તન્માત્રા, સૂક્ષ્મ અગિયાર ઇંદ્રિયોનો સમુદાય છે. લિંગશરીર વિશિષ્ટ આત્મા જ દુઃખ વગેરે ધર્મોથી યુક્ત હોય છે. તેથી વિશેષણ બનતા લિંગશરીરનો નાશ થતા દુઃખ વગેરે ઉત્પન્ન થતા નથી. અહીં વિશેષણ અવચ્છેદકતા નામના વિશેષ સંબંધનું અધિકરણ છે. જેનો દુઃખાદિના આશ્રમમાં અંતર્ભાવ થાય છે અથવા તન્માત્રા જ દુઃખનો આશ્રય છે કારણ કે તે જ દરેક રીતે દુ:ખનું કારણ છે. આમ, લિંગશરીરનો વિગમ જ દુઃખનિવૃત્તિનું કારણ છે. તેથી તે પુરુષાર્થ છે.
દુ:ખ વગેરે કોઈ ધર્મો નથી. પ્રાય: રામાનુજમતે બ્રહ્મ આનંદરૂપ છે. જીવ અને પરમાત્મા પરમાર્થથી ભિન્ન નથી છતાં ઉપાધિને કારણે બંને વચ્ચે ભેદ છે. આ ઉપાધિ લિંગ શરીર છે. લિંગ એટલે કારણ, અદશ્ય, સૂક્ષ્મ, સ્થૂલ શરીરના કારણભૂત શરીરને લિંગ શરીર કહેવાય છે. મહત્ તત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રા જે પૃથ્વી વગેરે પાંચ ભૂતોનું સૂક્ષ્મ સ્વરૂપ છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય આ સત્તર તત્ત્વો મળીને લિંગ શરીર બને છે. લિંગશરીરરૂપ ઉપાધિ વિશિષ્ટ આત્માને જ જીવાત્મા કહેવાય છે. જીવાત્મા અને પરમાત્મા આવો ભેદ કરતી લિગશરીરરૂપ ઉપાધિ દૂર થવી એ જ મોક્ષ છે. જેમ ઘટાકાશ અને શુદ્ધ આકાશ વચ્ચે ઉપાધિને કારણે ભેદ છે. ઘટરૂપ ઉપાધિ દૂર થતાં ઘટાકાશ અને શુદ્ધાકાશ એક જ રહે છે. વ્યવહારમાં ઘટાકાશનો શુદ્ધાકાશમાં લય થયો કહેવાય છે. તેમ લિંગશરીર રૂપ ઉપાધિ દૂર થતાં જીવાત્માનો પરમાત્મામાં લય થયો કહેવાય છે. આમ, લિંગશરીરનો નાશ જ મોક્ષ છે.
પ્રશ્ન :–લિંગશરીરનો નાશ મોક્ષ છે. તે પુરુષાર્થ કેવી રીતે બને છે? દુઃખ અસમાનકાલીન સુખ અથવા દુ:ખનાશ પ્રયોજન છે. લિંગશરીરનો નાશ બેમાંથી એક પણ નથી. માટે તે પુરુષાર્થ બની શકે નહીં. પુરુષની ઇચ્છાનો વિષય ન બને તો કોઈની પ્રવૃત્તિ પણ થશે નહીં.
જવાબ :-દુઃખની પ્રત્યે લિંગશરીરવિશિષ્ટ આત્મા કારણ છે. લિંગ શરીર વિશિષ્ટ આત્મા જ