________________
मुक्तिवादः
ब्रह्मणश्च स्फूर्तिः स्वत एव, न तु चिदाभासात्, चैतन्यवस्तुनि चैतन्यप्रतिबिम्बासम्भवात् ।
___ (१८) एतेन ब्रह्मसंवेदनं ब्रह्मज्ञानम्, एवं च स्वविषयज्ञानरूपं ब्रह्मैव तथेति नित्यतया संसारदशायामपि तत्सत्त्वेनाविद्यानिवृत्तिप्रसङ्ग इति परास्तम् । अन्त:करणवृत्तिरूपब्रह्मसंवेदनस्यैवाविद्यानिवर्तकतया ब्रह्माकारवृत्तेः संसारदशायामसत्त्वेनाविद्यानिवृत्तिप्रसङ्गाप्रसक्तेः ।
(१९) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मनो लयो मोक्षः ।
અને બ્રહ્મની સ્કૂર્તિ સ્વતઃ જ થાય છે, ચૈતન્યના આભાસથી થતી નથી. કારણ કે ચૈતન્ય વસ્તુમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે નહીં.
(૧૮) શબ્દાર્થ –બ્રહ્મસંવેદન અંત:કરણવૃત્તિ રૂપ છે તેથી જ આ શંકા પરાસ્ત થઈ જાય છે કે-“બ્રહ્મસંવેદન એટલે બ્રહ્મજ્ઞાન. અર્થાત સ્વવિષયજ્ઞાનરૂપ બ્રહ્મ જ બ્રહ્મસંવેદન છે. બ્રહ્મ નિત્ય છે તેથી બ્રહ્મસંવેદન પણ નિત્ય થશે. સંસારદશામાં પણ બ્રહ્મસંવેદન છે. તેથી સંસારઅવસ્થામાં પણ અવિદ્યાનાશનો પ્રસંગ છે,” આ શંકા ખોટી છે, કારણ કે–અંત:કરણવૃત્તિરૂપ બ્રહ્મ જ અવિદ્યાનિવર્તક છે. બ્રહ્માકારા વૃત્તિ સંસારદશામાં નથી માટે સંસારદશામાં અવિદ્યાનિવૃત્તિનો પ્રસંગ નથી.
(૧૯) શબ્દાર્થ –ત્રિદંડી વેદાંતીઓ એમ કહે છે કે–આનંદમય પરમાત્મામાં જીવાત્માનો
છે. કારણ કે જ્ઞાન એટલે વિષયમાં ચૈતન્યનું પ્રતિબિંબ. પ્રસ્તુત સ્થળે અંતઃકરણવૃત્તિનો વિષય બ્રહ્મ છે. તે સ્વયં ચૈતન્ય રૂપ છે. ચૈતન્યમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે નહીં. પ્રતિબિંબ ભિન્ન વસ્તુમાં જ પડે એ નિયમ છે. માટે બ્રહ્મની ર્તિ જ્ઞાનથી નહીં પણ સ્વતઃ મનાય છે. બ્રહ્મસંવેદનથી અવિદ્યાનો નાશ થાય છે તે જ મુક્તિ છે.
બ્રહ્મસંવેદનને અંતઃકરણ વૃત્તિરૂપ માનવાથી અન્ય એક આપત્તિનો પણ નિરાસ થઈ જાય છે તે દર્શાવે છે–તેન...ઇત્યાદિ દ્વારા
(૧૮) વિવરણ –વેદાંતમતે વિષય જ્યાં સુધી વિષયાકાર ધારણ નથી કરતો ત્યાં સુધી જ્ઞાનપ્રક્રિયાનો ભાગ બનતો નથી. વૃત્તિથી જ જ્ઞાનપ્રક્રિયા પ્રારંભાય છે. બ્રહ્મસંવેદન અવિદ્યાનાશક છે. અહીં સંવેદનનો અર્થ કેવળ “જ્ઞાન” એટલો જ નથી. માત્ર જ્ઞાન અર્થ કરવાથી આશંકા જાગી શકે છે. બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મવિષયક જ્ઞાન. જ્ઞાન એટલે ચૈતન્ય એટલે બ્રહ્મ. આમ બ્રહ્મવિષયક જ્ઞાન બ્રહ્મરૂપ થયું. બ્રહ્મ નિત્ય છે તેથી બ્રહ્મ વિષયક જ્ઞાન પણ નિત્ય છે. નિત્ય હોવાથી સંસારદશામાં પણ છે. તેથી સંસારદશામાં પણ અવિદ્યાનાશનું કારણ બનશે. જે પ્રતીતિ વિરુદ્ધ છે. ઉપર કહ્યું તે મુજબ બ્રહ્મને અંતઃકરણ વૃત્તિ રૂપ માનવાથી આ આપત્તિ રહેતી નથી. બ્રહ્મ નિત્ય છે પણ બ્રહ્માકારા વૃત્તિ નિત્ય નથી. એ સંસારદશામાં ઉત્પન્ન થતી નથી માટે સંસાર દશામાં અવિદ્યાનાશ થવાની આપત્તિ નથી.
(૧૯) વિવરણ –વેદાંત મતના અનેક પ્રસ્થાન છે. કેવલાદ્વૈત મતે બ્રહ્મ વિશુદ્ધ છે. તેમાં સુખ