________________
मुक्तिवादः
कैवल्येन'इति श्रुत्यापि प्रारब्धकर्मविमोक्षपर्यन्तं ज्ञानिनः कैवल्यविलम्बबोधनादिત્યાહુઃ
(१६) एकदण्डिनो वेदान्तिनस्तु यदुपाध्यनवच्छिन्नस्य ब्रह्मणो विशुद्धरूपता तादृश उपाधिविगम एव कैवल्यम् । तादृशोपाधिरविद्यैवेति तन्निवृत्तिरेव तत् । दुःखस्यान्तःकरणविशेषत्वा बुद्धिधर्मतया तस्याश्च स्वजनकाविद्यानाशनाश्यतयाऽविद्यानिवृत्तेः स्वत:प्रयोजनत्वविरहेऽपि दुःखनिवृत्तिनिदानतया गौणप्रयोजनत्वं दुरपवादमेव । अविद्या च पदार्थान्तरमजन्यमपि विनाशप्रतियोगि, तन्नाशकं च સુધી જ્ઞાનીને પણ કૈવલ્યનો વિલંબ થાય છે એવું કહ્યું છે. ‘તત્ત્વજ્ઞાનીને ત્યાં સુધી જ કૈવલ્યનો વિલંબ હોય છે જ્યાં સુધી મુક્ત થઈ કેવલ્ય પ્રાપ્ત ન કરે.”
(૧૬) શબ્દાર્થ : એક દંડ રાખનારા વેદાંતી એમ કહે છે કે–બ્રહ્મ, જે ઉપાધિથી રહિત બનતા વિશુદ્ધ થાય તે ઉપાધિના નાશને જ કૈવલ્ય કહેવાય. આ ઉપાધિ અવિદ્યા છે એથી અવિદ્યાનિવૃત્તિ જ મોક્ષ છે. દુ:ખ અંતઃકરણના એક પ્રકાર એવી બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિ અવિદ્યાથી જન્મે છે. અવિદ્યાના નાશથી નાશ પામે છે. આમ અવિદ્યાનિવૃત્તિ સ્વતઃ પ્રયોજન નથી પણ દુઃખનિવૃત્તિનું મૂલ કારણ હોવાથી ગૌણ પ્રયોજન તો છે જ. અવિદ્યા અલગ પદાર્થ છે. તે જન્ય નથી છતાં વિનાશની પ્રતિયોગી છે. અવિદ્યાનો નાશ બ્રહ્મસંવેદનથી થાય છે. ગ્રહણ કર્યું છે, દુરિતનું નહીં. માટે ન્યાયસૂત્રથી પણ આ મત વિરુદ્ધ છે. વિત્ત (૧૧)નો મત અહીં સમાપ્ત થયો.
(૧૬) વિવરણ –મુક્તિ વિષે વેદાંતીનો મત કહે છે. વેદાંતીમાં બે મત છે. કેવલાદ્વૈતવાદીના મતે મુક્તિ બ્રહ્મની વિશુદ્ધ અવસ્થા છે. અન્ય મત મુક્તિમાં આનંદનું અસ્તિત્વ છે. અહીં આ બંને મત અનુક્રમે
વ્યા છે. પહેલા મતવાળા વેદાંતી એકદંડી હોય છે. તેઓ શિખા અને જનોઈ રાખે છે. ત્રિદંડી સંન્યાસી શિખા અને જનોઈ રાખતા નથી.
વેદાંત મતે બ્રહ્મ જ સત્ય છે. જગતુ અવિદ્યાનો પરિણામ છે. અને અવિદ્યા બ્રહ્મનો જ એક પરિણામ છે. અવિદ્યાના અનેક રૂપ છે. અંતઃકરણ અવિદ્યાનો જ એક પરિણામ છે. અંતઃકરણથી અવચ્છિન્ન આત્માને જીવ કહે છે. (અંતઃકરણ ચાર પ્રકારનાં છે–મન, બુદ્ધિ, અહંકાર, અને ચિત્ત.) આત્મા પોતે કર્તા કે ભોક્તા નથી પણ અંત:કરણરૂપ ઉપાધિને કારણે તેમાં કર્તુત્વાદિ ભાસે છે. પોતાની નજીક રહેલા પદાર્થમાં પોતાના ધર્મોનું આરોપણ કરનારને ઉપાધિ કહેવાય. જેમ જાસુદનું ફૂલ સ્ફટિકમાં પોતાના લાલરંગનું આરોપણ કરે છે માટે જાસુદનું ફૂલ ઉપાધિ છે. તે રીતે આત્મા શુદ્ધ સ્ફટિક જેવો છે. તેને અવિદ્યા રૂપ ઉપાધિ છે. તેથી કર્તુત્વ વગેરે અવિદ્યાના ધર્મોનું આત્મા પર આરોપણ થાય છે. આત્મા
જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિથી અવચ્છિન્ન છે ત્યાં સુધી તે જીવ કહેવાય. જ્યારે અંતઃકરણરૂપ ઉપાધિથી મુક્ત બની જાય ત્યારે તે બ્રહ્મરૂપ બને છે. બ્રહ્મનું વિશુદ્ધ રૂપ એટલે કૈવલ્ય. બ્રહ્મનું ઉપાધિ સહિતનું રૂપ એટલે જ દૈત અથવા સંસાર. બ્રહ્મના વિશુદ્ધ રૂપને દૂષિત કરતી ઉપાધિ અવિદ્યા છે. એટલે અવિદ્યાની નિવૃત્તિ જ મુક્તિ છે.