________________
मुक्तिवादः
(१५) अथ दुरितनाशस्य सुख-दुःखाभावभिन्नतया तद्रूपस्य कथं स्वतः प्रयोजनत्वमिति चेत्, न कथञ्चित् स्वतः प्रयोजनत्वम्, किन्तु दुःखाभावनिर्वाहकतया गौणप्रयोजनकत्वमेव । अथैवं मिथ्याधीजन्यवासनाया अदृष्टद्वारा दुःखप्रयोजकतया तन्निवृत्तेरपि दुःखाभावनिर्वाहकतया पुरुषार्थत्वेन तस्य एव कुतो न मोक्षरूपतोपेयत इति चेन्न । उत्पन्नतत्त्वज्ञानानां वासनानिवृत्तावपि यावत् प्रारब्धशरीराणां कर्मणां नोच्छेदस्तावदपवर्गानभ्युपगमात् । 'तावदेवास्य चिरं यावन्न विमोक्ष्ये अथ सम्पत्स्ये
(૧૫) શબ્દાર્થ –પ્રશ્ન દુરિતનાશ સુખ અને દુઃખાભાવથી ભિન્ન છે તેથી સ્વતઃ પ્રયોજન કેવી રીતે બની શકે ?
જવાબ :-કોઈ પણ રીતે નહીં. દુરિતનાશ દુઃખાભાવનો નિર્વાહક છે માટે ગૌણ પ્રયોજન છે.
પ્રશ્ન :–મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થતી વાસના અદષ્ટ દ્વારા દુઃખની પ્રયોજિકા છે. તેથી તેનો=વાસનાનો અભાવ દુઃખાભાવ નિર્વાહક બની શકશે. તો વાસનાનિવૃત્તિને જ મોક્ષ શું કામ નથી માનતા ?
જવાબ :–જેમને તત્ત્વજ્ઞાન થયું છે તેમની વાસના તો નિવૃત્ત થઈ ગઈ છે પરંતુ વર્તમાન શરીરનું કારણ પ્રારબ્ધ કર્મોનો જ્યાં સુધી ઉચ્છેદ થતો નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી આવું સ્વીકારેલું છે. ‘તાવધેવાસ્થ વિ' ઇત્યાદિ શ્રુતિ દ્વારા જ્યાં સુધી પ્રારબ્ધ કર્મોનો નાશ ન થાય ત્યાં
(૧૫) વિવરણ :–પ્રશ્ન :-પ્રકરણની શરૂઆતમાં કહ્યું હતું કે સુખ અને દુઃખાભાવ સ્વતઃ પ્રયોજન છે. મુક્તિ સ્વતઃ પ્રયોજન છે. દુરિતનાશને મુક્તિ માનનાર પક્ષે મુક્તિ સુખરૂપ ન હોવાથી કે દુ:ખાભાવ રૂપ ન હોવાથી સ્વતઃ પ્રયોજન નથી તો મુક્તિમાં સ્વતઃ પ્રયોજનવ કેવા પ્રકારનું છે ?
જવાબ :–દુરિતનાશ રૂપ હોવાથી જ મુક્તિ સ્વતઃ પ્રયોજન નથી. પણ દુરિતનાશની ઇચ્છા દુઃખાભાવની ઇચ્છાને આધીન છે માટે ગૌણ પ્રયોજન છે. મુક્તિ સ્વતઃ પ્રયોજન જ હોવી જોઈએ એવો અમારો આગ્રહ નથી.
પ્રશ્ન –જેમ દુરિતનાશ દુઃખાભાવનો નિર્વાહક હોવાથી ગૌણ પ્રયોજન હોવા છતાં મુક્તિરૂપ માની શકાય છે. તો મિથ્યાજ્ઞાનજન્ય વાસનાની નિવૃત્તિ પણ મોક્ષ રૂપ માની શકાશે. મિથ્યાજ્ઞાનજન્ય વાસના અંદષ્ટ દ્વારા દુ:ખ પેદા કરે છે. દુ:ખનું પરંપરાએ કારણ હોવાથી તે પ્રયોજક છે. તો મિથ્યાજ્ઞાનજન્ય વાસનાની નિવૃત્તિ દુઃખાભાવની નિર્વાહક છે માટે તે પણ મોક્ષરૂપ બની શકશે. ગૌણ પ્રયોજન હોવા છતાં તે પુરુષાર્થ તો છે જ.
જવાબ :-તત્ત્વજ્ઞાનથી વાસનાની નિવૃત્તિ થાય છે પરંતુ પ્રારબ્ધ કર્મનો ક્ષય થતો નથી. તત્ત્વજ્ઞાનીને પણ શરીર છે ત્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી મોક્ષ નથી. આમ તત્ત્વજ્ઞાનની નિવૃત્તિ મોક્ષરૂપ બનતી નથી. તીવવ ઇત્યાદિ શ્રુતિ પણ આ જ વાત પ્રમાણિત કરે છે. દુરિતનાશને મુક્તિ માનનાર આ પક્ષમાં ગદાધરને અરુચિ છે તેના બે કારણ છે. એક, મુક્તિને ગૌણ પ્રયોજન માનવું પડે છે. બે, ન્યાય સૂત્ર વગેરેમાં તત્યન્તવિમોક્ષોડપવા ઇત્યાદિ સૂત્રમાં તત્પદથી દુઃખનું જ