________________
मुक्तिवादः
न च भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चाऽस्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ इति बहुतरवाक्यबोधितं तत्त्वज्ञानस्य कर्मनाशकत्वं दुष्परिहरमेवेति वाच्यम् । माभुक्तमित्यादिवचनविरोधानुरोधेन तत्त्वज्ञानं कायव्यूहसम्पादनद्वारा झटिति सकलकर्मभोगं निर्वाह्य तानि नाशयतीत्यत्रैव ज्ञानस्य कर्मनाशकताबोधकवाक्यानां तात्पर्योपगमात् । यथाग्नेरिन्धननाशे भस्मनि च परम्परयैव हेतुता तथा ज्ञानस्यापि कर्मविनाश इत्येतत्सूचनायैव ज्ञानस्याग्नित्वेन निरूपणम् ।
દુ:ખ થવું આવશ્યક છે તત્વજ્ઞાનની હાજરીમાં પણ દુઃખ રહેતું હોય તો તત્ત્વજ્ઞાનના ઉપાયમાં પ્રવૃત્તિ અનુપપન્ન થશે.” (ઉપર કહ્યું તે મુજબ તત્ત્વજ્ઞાનની હાજરીમાં દુ:ખ રહેતું નથી.)
પ્રશ્ન :- ઈશ્વરનો સાક્ષાત્કાર થતા હૃદયની ગાંઠ ભેદાય છે, સર્વ સંશયો છેદાય છે અને કર્મો ક્ષય પામે છે.” “જેમ ભભૂકતો અગ્નિ ઇંધણને ભસ્મ કરી નાંખે છે તેમ અર્જુન ! જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે આવાં ઘણાં વાક્યોથી તત્ત્વજ્ઞાન કર્મનાશનું કારણ છે તે જણાય છે. તેનો પરિવાર અશક્ય છે.
જવાબ :–“મમુ$' ઇત્યાદિ વચનો સાથે આવતા વિરોધને કારણે ‘તત્ત્વજ્ઞાન કાયયૂહ દ્વારા બધા કર્મોનો ભોગ ઝડપથી કરવામાં સહાય કરે છે, આ રીતે કર્મોનો નાશ કરે છે” આ અર્થમાં જ તત્ત્વજ્ઞાનના કર્મનાશકતાબોધક વાક્યોનું તાત્પર્ય સ્વીકારવામાં આવે છે. જેમ અગ્નિ ઇંધનનાશમાં અને ભસ્મમાં પરંપરાએ કારણ છે તેમ જ્ઞાન પણ કર્મનાશનું પરંપરાએ કારણ છે એ સૂચવવા જ જ્ઞાનનું અગ્નિરૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે.
જવાબ :–બે વચનનો વિરોધ ઉપસ્થિત થાય ત્યારે એક વચનનું વચનાંતર સાથે અવિરોધી તાત્પર્ય શોધી એકવાક્યતા જાળવવામાં આવે છે. પ્રસ્તુતમાં તત્ત્વજ્ઞાનને દુરિત નાશક જણાવતા વાક્યનું તાત્પર્ય શોધી અર્થસંગતિ કરવામાં આવે છે. fમદ્યતે દ્રયન્થિ.... ઇત્યાદિ વાક્ય તત્ત્વજ્ઞાનને દુરિતનાશક જણાવે છે પણ કેવળ વાક્યર્થ દ્વારા નામુ¢ સાથે આ વચનનો વિરોધ થાય છે. ભોગ કર્મનો સાક્ષાત્ નાશક છે જ્યારે તત્ત્વજ્ઞાન ઝડપથી ભોગસંપાદન કરવા દ્વારા નાશક છે. તત્ત્વજ્ઞાન થયા પછી કાયવૂહ થાય છે. કાયવૂહ એટલે અનેક શરીર બનાવીને એક સાથે ઘણા કર્મોનો ભોગ કરવો. કાયવ્હથી ભોગપ્રક્રિયા ઝડપી બને છે અને મુક્તિ મળવામાં સહાય મળે છે. આમ તત્ત્વજ્ઞાન કર્મનાશનું પરંપરાએ કારણ છે. મુખ્ય કારણ ભોગ જ છે. આ રીતે બંને વાક્યોની સંગતિ થઈ જાય છે. તત્ત્વજ્ઞાન પરંપરા કર્મનાશનું કારણ છે માટે જ ઉમદ્યતે ઇત્યાદિ શ્લોકમાં જ્ઞાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. જેમ અગ્નિ ઇંધન નાશમાં દાહ દ્વારા કારણ છે તેમ જ્ઞાન પણ કર્મનાશમાં ભોગ દ્વારા જ કારણ છે.