________________
मुक्तिवादः
तत्त्वज्ञानेन कर्मणोऽविनाशे तत्त्वज्ञानिनामात्यन्तिकदुःखनिवृत्तिः कथं स्यादिति वाच्यम् । प्राचीनकर्मणां भोगादेव क्षयेण वासनाविरहेण निषिद्धानाचरणादिनाऽदृष्टान्तराजननात् दुःखानुत्पादेन कतिपयकालोत्तरं आत्यन्तिकदुःखविगमसम्भवात् । अत एव तत्त्वज्ञानेन कर्मणामविनाशे दुःखस्याssवश्यकतया तत्त्वज्ञानोपाये प्रवृत्त्यनुपपत्तिरित्यपि समाहितम् ।
1
२५
ભોગથી જ થાય છે. નહીં તો ‘નાઽમુ ક્ષીયતે હ્રર્ન' (ભોગવગર કર્મનો ક્ષય થતો નથી) આ વચનનો વિરોધ આવશે.
પ્રશ્ન :—જો તત્ત્વજ્ઞાનથી કર્મનો ક્ષય ન થતો હોય તો તત્ત્વજ્ઞાનીને આત્યંતિક દુ:ખનિવૃત્તિ કેવી રીતે થાય છે ?
જવાબ ઃ–પ્રાચીન કર્મોનો ક્ષય ભોગથી જ થાય છે. તત્ત્વજ્ઞાનીને વાસના હોતી નથી તેથી તે નિષિદ્ધ કર્મનું આચરણ કરતો નથી પરિણામે નવાં અદષ્ટ ઉત્પન્ન થતા નથી. અદૃષ્ટના અભાવે દુઃખ પણ ઉત્પન્ન થતા નથી. આમ કરતાં કેટલાક કાળ પછી આત્યંતિક દુઃખવિગમ થાય છે. આ જવાબથી જ આ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે કે—‘તત્ત્વજ્ઞાનથી કર્મનો નાશ થતો ન હોય તો
ન
જ છે. ભોગ સિવાય અન્ય તત્ત્વજ્ઞાનાદિ નથી એ વાત સિદ્ધ થાય છે. ઉપરોક્ત વચનથી કર્મનાશ પ્રત્યે ભોગની કારણતા સિદ્ધ છે. તત્ત્વજ્ઞાન પણ કર્મનાશનું કારણ હોય તો માત્ર ભોગને જ કારણ જણાવતા ઉપરોક્ત વચનનો વિરોધ આવશે.
પ્રશ્ન :—તત્ત્વજ્ઞાન જો કર્મનાશનું કારણ ન હોય તો તત્ત્વજ્ઞાનીના સકલ કર્મનો ક્ષય થાય છે એ વાત કેવી રીતે સમજાવશો. એકલા ભોગને કર્મનાશનું કારણ માનવાથી આત્યંતિકદુરિતનાશની વ્યવસ્થા કઈ રીતે સમજાવી શકાય છે ?
બીજી વાત, તત્ત્વજ્ઞાનથી કર્મનો ક્ષય થતો ન હોય તો તત્ત્વજ્ઞાનીને પણ પાપરૂપ કારણ હાજર હોવાથી દુઃખરૂપ કાર્ય થવું આવશ્યક છે. તત્ત્વજ્ઞાન મળ્યા પછી પણ દુઃખ આવતું હોય તો કોઈ તત્ત્વજ્ઞાન મેળવવા પ્રયત્ન જ નહીં કરે. માટે તત્ત્વજ્ઞાન પણ કર્મનાશનું કારણ છે તેમ સ્વીકારવું જોઈએ.
જવાબ :–આ બન્ને આપત્તિઓનો એક જ જવાબ છે. તત્ત્વજ્ઞાનની તેના કર્મનો પણ આત્યંતિક નાશ થાય છે. તે આ રીતે કે—પૂરાણાં કર્મોનો ક્ષય તો ભોગથી જ થાય છે. તત્ત્વજ્ઞાનીને ક્યાંય વાસના રહી નથી. વાસના રાગની અને પાપની પ્રવર્તક છે. વાસનાથી રાગ થાય છે. રાગથી નિષિદ્ધ આચરણમાં પ્રવૃત્તિ થાય છે. તેનાથી પાપ બંધાય છે. તત્ત્વજ્ઞાનીને વાસના નથી, નિષિદ્ધ આચરણ નથી એથી નવા પાપનો બંધ થતો નથી. તેથી નવા દુઃખો ઉત્પન્ન થતાં નથી. બાકી રહેલા જૂના કર્મો ભોગ દ્વારા સમાપ્ત થતાં જ આત્યંતિક દુ:ખનાશ થઈ શકે છે.
પ્રશ્ન :–જેમ ભોગ કર્મનાશનું કારણ છે એ જણાવનારા વચનો છે તેમ તત્ત્વજ્ઞાન કર્મનાશનું કારણ છે એ જણાવનારા ઘણાં વચનો છે. કેવળ ભોગ જ કર્મનાશનું કારણ હોય તો તત્ત્વજ્ઞાનને નાશક જણાવનારા વચનોનો વિરોધ થશે.