________________
मुक्तिवादः
मुक्तौ तत्त्वज्ञानस्य हेतुतेति वाच्यम्। भोगादिघटितसामग्रीमन्तरेणैव तत्त्वज्ञानेन दुरितनाशात् तत्र तद्धेतुताया आवश्यकत्वे अगत्याऽऽत्यन्तिकत्वविशिष्टस्यैव तद्धर्मस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसिद्धेः । पुरुषान्तरीयदुरितासमानकालीनत्वविशिष्टस्य दुरितनाशस्य जन्यतावच्छेदकत्वे मानाभाव एव बाधकः ।
(१२) अथ दुरितनाशेऽपि तत्त्वज्ञानस्य हेतुत्वमप्रामाणिकं भोगादेव सर्वत्रादृष्टनाशोपगमाद्, अन्यथा "नाऽभुक्तं क्षीयते कर्म" इत्यादिवचनविरोधः स्यात् । न च
વ્યભિચાર છે. આમ આત્યંતિક વિશેષણથી યુક્ત મુક્તિમાં પણ તત્ત્વજ્ઞાન કારણ કેવી રીતે છે?
જવાબ :-તત્ત્વજ્ઞાન દ્વારા દુરિતનો નાશ થાય છે તેમાં ભોગાદિ ઘટિત સામગ્રીની જરૂર હોતી નથી માટે દુરિતનાશમાં તત્ત્વજ્ઞાનની કારણતા આવશ્યક છે. આ સ્થિતિમાં ન છૂટકે આત્યંતિત્વવિશિષ્ટદુરિતનાશનિષ્ઠ ધર્મ તત્ત્વજ્ઞાનનિરૂપિત જન્યતાનો અવચ્છેદક સિદ્ધ થાય છે. બીજા પુરુષના દુરિતના અસમકાલીનત્વ વગેરેથી વિશિષ્ટ દુરિતનાશનિષ્ઠ ધર્મ જન્યતાવચ્છેદક બને, એમાં પ્રમાણાભાવ જ બાધક છે.
(૧૨) શબ્દાર્થ –પૂર્વપક્ષ :- જેમ દુ:ખનાશમાં તત્ત્વજ્ઞાનની કારણતા પ્રમાણસિદ્ધ નથી તેમ દુરિતનાશમાં પણ તત્ત્વજ્ઞાનની કારણતા અપ્રમાણિક છે. કારણ કે સર્વત્ર અષ્ટનો નાશ
જવાબ :-દુરિતનાશ પ્રત્યે તત્ત્વજ્ઞાનને કારણે માનવું આવશ્યક છે. કારણ કે એકલા ભોગથી સર્વ દુરિતોનો નાશ થતો નથી. એ માટે તત્ત્વજ્ઞાનની આવશ્યકતા રહે છે. તત્ત્વજ્ઞાનથી થતા સર્વ દુરિતોના નાશમાં ભોગની અપેક્ષા નથી. માટે દુરિતનાશમાં તત્ત્વજ્ઞાનને કારણે માનવું અનિવાર્ય છે. અર્થસમાજ, સાંકર્ય, વ્યભિચાર જેવા દોષો આત્યંતિકત્વ વિશિષ્ટ દુરિતનાશને કાર્યતાવચ્છેદક માનવામાં બાધક છે. છતાં તત્ત્વજ્ઞાનની કારણતા અનિવાર્ય હોવાથી કાર્યતાવચ્છેદક તરીકે અર્થસમાજગ્રસ્ત આત્યંતિકત્વ વિશિષ્ટ દુરિતનાશત્વ માની લેવામાં આવે છે. તે સિવાય કોઈ ઉપાય નથી. વ્યભિચાર, સંકર વગેરે દોષોનું નિવારણ શક્ય નથી.
પ્રશ્ન :–જો અર્થસમાજગ્રસ્ત આત્યંતિકત્વવિશિષ્ટદુરિતનાશત્વ કાર્યતાવરચ્છેદક બનતું હોય તો સમાનપણે પુરુષાંતરીય દુરિતાસમાનકાલીનત્વવિશિષ્ટ દુરિતનાશત્વ કાર્યતાવરચ્છેદક કેમ ન બને?
જવાબ :-આત્યંતિકત્વવિશિષ્ટ દુરિતનાશત્વને કાર્યતાવચ્છેદક માનવા માટે તત્ત્વજ્ઞાનની કારણતાનો નિર્વાહ કરવાની અનિવાર્યતા એ પ્રમાણ છે. પુરુષાંતરીયદુરિતાસમાનકાલીનત્વવિશિષ્ટ દુરિતનાશત્વને કાર્યતાવચ્છેદક માનવામાં કોઈ પ્રમાણ નથી, એ જ બાધક છે.
(૧૨) વિવરણ :-આત્યંતિત્વવિશિષ્ટ દુરિતનાશત્વ અર્થસમાજગ્રસ્ત છે છતાં અગત્યા તેને તત્ત્વજ્ઞાનનિષ્ઠ કારણતાનિરૂપિત કાર્યતાનું અવચ્છેદક માનવામાં આવે છે. તે પણ તો જ બની શકે જો તત્ત્વજ્ઞાન દુરિતનાશનું કારણ હોય. તત્ત્વજ્ઞાનથી દુરિતનાશ થાય છે એ વાતનું પ્રમાણનો આધાર નથી. આ આશયથી ૩૫થ ઇત્યાદિ પૂર્વપક્ષ છે. “નામુ¢ ક્ષીયતે કર્મ જ્યોટિશતૈરપિ' આ વચન કહે છે કે-ક્રોડો કલ્પ ભલે પુરા થઈ જાય પણ ભોગવ્યા વિના કર્મનો ક્ષય થતો નથી.' આ વચનથી કર્મનાશનું કારણ ભોગ