________________
मुक्तिवादः
नाशकबलात् कथं नेतरकर्मक्षय इति वाच्यम् । चरमतत्त्वज्ञान एव दुरितनाशकता - वच्छेदकजातिविशेषोपगमात् । न च तत्त्वज्ञानादशेषदुरितनाशेऽर्थवशादेव तस्य स्वसमानाधिकरणदुरितासमानकालीनत्वरूपात्यन्तिकत्वनिर्वाह इति पुरुषान्तरीयदुरितासमानकालीन दुरितध्वंसत्ववन्निरुक्तं मुक्तित्वमपि न तत्त्वज्ञानजन्यतावच्छेदकम्, तत्त्वज्ञाननाश्यतावच्छेदकतया च न दुरितेषु जातिविशेषकल्पनसम्भवः गोवधादिजन्यतावच्छेदकजातिभिः सङ्करप्रसङ्गात्, अविशेषितदुरितनाशत्वेऽपि न तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वसम्भवः भोगजन्यादिदुरितनाशे व्यभिचारादिति कथं तादृश्य
२३
પ્રશ્ન :–નાશ પામતા કર્મોની હાજરીમાં જ તત્ત્વજ્ઞાન રૂપ નાશકથી બીજા કર્મો (શરીર આરંભક)નો ક્ષય કેમ થતો નથી ?
જવાબ ઃ—દુરિતનાશકતાની અવચ્છેદક જાતિ ચરમતત્ત્વજ્ઞાનમાં જ સ્વીકારવામાં આવી છે.
પ્રશ્ન :—તત્ત્વજ્ઞાનથી તમામ દુરિતનો નાશ થતાં અર્થવશાત્ તેના સ્વસમાનાધિકરણ દુરિતાસમાનકાલીનત્વ રૂપ આત્યંતિકત્વનો નિર્વાહ થઈ જાય છે તેથી ઉપર્યુક્ત મુક્તિત્વ તત્ત્વજ્ઞાનનિરૂપિત જન્યતાનું અવચ્છેદક નથી. તત્ત્વજ્ઞાનથી નાશ્યતાવચ્છેદક તરીકે દુરિતોમાં જાતિવિશેષની કલ્પના પણ સંભવતી નથી. કારણ કે ગોવધ વગેરેથી નિરૂપિત જન્મતાની અવચ્છેદિકા જાતિ સાથે સંકર દોષનો પ્રસંગ થાય છે. તત્ત્વજ્ઞાનનિરૂપિતજન્યતાવચ્છેદક તરીકે અવિશેષિત એવો દુરિતનાશત્વ ધર્મ પણ સંભવતો નથી, કારણ કે—ભોગજન્ય વગેરે દુરિતનાશમાં
પ્રશ્ન :–બીજા પુરુષના દુરિતનો અસમકાલીન દુરિતધ્વંસ મોક્ષ નથી. કારણ કે તે અર્થસમાજગ્રસ્ત છે. આત્યંતિકત્વવિશિષ્ટ દુરિતધ્વંસ મોક્ષ છે. આત્યંતિકત્વ વિશેષણ ઘટક પુરુષાંતરીયદુરિતઅસમકાલીનત્વ સ્વતંત્ર સામગ્રીથી નિર્વાહ્ય છે. માટે અર્થસમાજસિદ્ધ હોવાથી પુરુષાંતરીયદુરિતાસમકાલીનદુરિતધ્વંસત્વ કાર્યતાવચ્છેદક મનાતું નથી. તે જ રીતે આત્યંતિકત્વવિશિષ્ટમુક્તિત્વ પણ તત્ત્વજ્ઞાનનિષ્ઠ કારણતાનિરૂપિત કાર્યતાનું અવચ્છેદક બની શકશે નહીં. કારણ કે તે પણ અર્થસમાજગ્રસ્ત છે. ચરમ તત્ત્વજ્ઞાનથી અશેષ દુરિતનો નાશ થાય છે. એનો અર્થ એ કે—–જે દુરિતનાશની સામગ્રી છે (ચરમતત્ત્વજ્ઞાન) તે જ આત્યંતિક દુરિતનાશની પણ છે. આમ આત્યંતિકત્વ સ્વતંત્ર સામગ્રીથી નિર્વાહ્ય છે, માટે અર્થસમાજગ્રસ્ત છે તેથી તે કાર્યતાવચ્છેદક બની શકે નહીં. આ રીતે તત્ત્વજ્ઞાન અને આત્યંતિક દુરિતનાશ વચ્ચે કાર્યકારણભાવ નથી. બીજું, તત્ત્વજ્ઞાનનિષ્ઠનાશકતાનિરૂપિત નાશ્યતાના અવચ્છેદક તરીકે દુરિતમાં જાતિવિશેષનું અનુમાન થઈ શકે, પણ તેવી જાતિ માનવામાં સાંકર્ય જાતિબાધક છે. ગોવધજન્ય દુરિતમાં રહેનારી જાતિ સાથે સાંકર્ય છે. ગોવધજન્ય દુરિત પ્રાયશ્ચિત્તથી નાશ પામે છે. તત્ત્વજ્ઞાનથી નાશ પામતું નથી. બ્રહ્મવધજન્ય દુરિત તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે, પ્રાયશ્ચિત્તથી નહીં. કોઈ દુરિત, તત્ત્વજ્ઞાન અને પ્રાયશ્ચિત્ત ઉભયથી નાશ્ય છે. આમ સાંકર્ય દોષ હોવાથી તત્ત્વજ્ઞાનનાશ્યતાવચ્છેદક જાતિ માની શકાતી નથી માટે પણ તત્ત્વજ્ઞાન અને આત્યંતિક દુરિતનાશ વચ્ચે કાર્યકારણભાવ નથી. ત્રીજું, જે દુરિતનો નાશ તત્ત્વજ્ઞાન વિના ભોગથી થાય છે તે સ્થળે તત્ત્વજ્ઞાનની કારણતા વ્યભિચરિત છે. માટે પણ તત્ત્વજ્ઞાન અને આત્યંતિક દુરિતનાશ વચ્ચે કાર્યકારણભાવ નથી. ત્રણે રીતે તત્ત્વજ્ઞાનમાં મુક્તિની કારણતા ઘટતી નથી.