________________
मुक्तिवादः
(२) तत्र स्वतःप्रयोजनं सुखं तद्भोगो सुखज्ञानं दुःखाभावश्च । तत्त्वञ्चाऽन्येच्छानधीनेच्छाविषयत्वम्, न तु प्रयोजनान्तराजनकत्वे सति प्रयोजनत्वम्, सुखसाक्षात्काररूपभोगं प्रति विषयतया जनके सुखेऽव्याप्तेः । गौणप्रयोजनञ्चान्येच्छा
(૨) શબ્દાર્થ –બે પ્રકારના પ્રયોજનમાં સુખ, સુખનો ભોગ એટલે સાક્ષાત્કાર અને દુઃખાભાવને સ્વતઃ પ્રયોજન કહેવાય છે. અન્ય ઇચ્છાને આધીન ન હોય તેવી ઇચ્છાનો વિષય બને તે સ્વતઃ પ્રયોજન કહેવાય. “જે બીજા પ્રયોજનનું કારણ ન બને અને સ્વયંપ્રયોજનરૂપ હોય તેને સ્વતઃ–પ્રયોજન કહેવાય” આ વ્યાખ્યા ખોટી છે. કારણ કે તે વ્યાખ્યા મુજબ સુખના સાક્ષાત્કારરૂપ ભોગના વિષયરૂપે જનક બનતા સુખમાં અવ્યાપ્તિ થાય છે.
અન્ય ઇચ્છાને આધીન એવી ઇચ્છાના વિષય બનતા ભોજનાદિ ગૌણ પ્રયોજન છે. કારણ કે ભોજનાદિમાં સુખાદિ રૂપ ફળનું અનુસંધાન થયા પછી જ ઇચ્છા થાય છે.
(૨) વિવરણ :–અન્ય ઇચ્છાને આધીન ન હોય તેવી ઇચ્છાનો વિષય બનતો પદાર્થ સ્વતઃ પ્રયોજન હોય છે. ફળની ઇચ્છા, ઉપાયની ઇચ્છાને આધીન હોતી નથી. ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાને આધીન હોય છે. તૃષાશાંતિની ઇચ્છા જલની ઇચ્છાને આધીન નથી. જલની ઇચ્છા તૃષાશાંતિની ઇચ્છાને આધીન છે. આથી ફળની ઇચ્છા સ્વતંત્ર હોવાથી સ્વતઃ પ્રયોજન છે. આમ, ‘મચ્છીનધીનેચ્છાવિષયત્વમ્' સ્વતઃ પ્રયોજનનું લક્ષણ છે. તેનાં લક્ષ્ય ત્રણ છે. સુખ, સુખનો ભોગ અને દુઃખાભાવ. સુખની ઇચ્છા અન્યની ઇચ્છાને આધીન નથી. તે જ રીતે સુખના જ્ઞાનની ઇચ્છા પણ અન્ય ઇચ્છા (ઉપાયેચ્છા)ને આધીન નથી. તે જ પ્રમાણે દુ:ખાભાવની ઇચ્છા પણ અન્ય ઇચ્છાને આધીન નથી માટે આ ત્રણે સ્વતઃ પ્રયોજન છે.
‘મળેછીનધીનેછવિષયત્વમ્' આ જ સ્વતઃ પ્રયોજનનું સાચું લક્ષણ છે. “પ્રયોગનાન્તરીનનત્વે સતિ પ્રયોગનત્વમ્' આ સ્વતઃ પ્રયોજનનું નિર્દષ્ટ લક્ષણ નથી. આ લક્ષણ પ્રમાણે જે પ્રયોજન બીજા પ્રયોજનનું કારણ ન બને તેને સ્વતઃ પ્રયોજન કહેવાય. તૃષાશાંતિ રૂપ પ્રયોજન બીજા પ્રયોજનનું કારણ નથી માટે સ્વતઃ પ્રયોજન છે. જલ રૂપ પ્રયોજન તૃષાશાંતિરૂપ અન્ય પ્રયોજનનું કારણ છે માટે ગૌણ પ્રયોજન છે. ‘ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાની જનિકા હોય છે. ફળની ઇચ્છા અન્ય ઇચ્છાની જનિકા નથી’ આ સિદ્ધાંત ઉપરોક્ત લક્ષણનું મૂળ છે.
અન્યત્ર આ લક્ષણ સંગત થતું હોય તો પણ સુખરૂપ લક્ષ્યમાં તેની સંગતિ થતી નથી માટે આ લક્ષણ અવ્યાપ્તિ દોષથી દુષ્ટ છે. સુખનો ભોગ એટલે સુખનો સાક્ષાત્કાર. સાક્ષાત્કાર પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે. ‘પ્રત્યક્ષની પ્રત્યે વિષય કારણ છે’ આ નિયમના આધારે સુખના સાક્ષાત્કાર પ્રત્યે સુખ કારણ છે. અભિપ્રેત લક્ષણ મુજબ સુખ જો પ્રયોજનાંતરનું જનક ન હોય તો જ સ્વતઃ પ્રયોજન બને. પ્રસ્તુત સ્થળે સુખ, સુખભોગરૂપ સાક્ષાત્કારનું વિષયરૂપે જનક છે માટે સ્વતઃ પ્રયોજન બનશે નહીં. આ રીતે સુખમાં અવ્યાપ્ત હોવાથી આ લક્ષણ દુષ્ટ છે. આ અવ્યાપ્તિ નવ્યમત અનુસાર દર્શાવવામાં આવી છે. પ્રાચીન મત મુજબ સુખસાક્ષાત્કાર પ્રયોજન નથી. તેથી વિષયતયા તજ્જનકર્ઘન અવ્યાપ્તિ પણ નથી. તત્ત્વચિંતામણિગત મુક્તિવાદમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે.
અન્ય ઇચ્છાને આધીન એવી ઇચ્છાના વિષયને ગૌણપ્રયોજન કહેવાય છે. ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાને આધીન છે માટે ગૌણ પ્રયોજન કહેવાય. ભોજનની ઇચ્છા સુધાશાંતિની ઇચ્છાને આધીન છે માટે