________________
मुक्तिवादः
धीनेच्छाविषयो भोजनादिः, तत्र सुखादिरूपफलानुसन्धानादेवेच्छोत्पत्तेः । दुःखासम्भिन्नसुखरूपतया स्वर्गस्येवाऽऽन्वीक्षिक्यादिशास्त्रफलस्याप्यपवर्गस्यात्यन्तिकदुःखनिवृत्तिरूपस्य स्वत एव प्रयोजनत्वम् ।
(३) मुक्तौ प्रमाणन्तु - दुःखत्वं देवदत्तदुःखत्वं वा स्वाश्रयाऽसमानकालीनध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तित्वात् सन्ततित्वाद्वा एतत्प्रदीपत्ववत् । सन्ततित्वं च
જેમ દુ:ખના મિશ્રણ વિનાનાં સુખરૂપ સ્વર્ગને યાગનું મુખ્ય પ્રયોજન કહેવાય છે. તેમ આત્યંતિક દુઃખનિવૃત્તિરૂપ અપવર્ગ—જે આન્વીક્ષિકી વગેરે શાસ્ત્રનું ફળ છે—પણ સ્વતઃ પ્રયોજન જ કહેવાય છે.
(૩) શબ્દાર્થ :–મુક્તિમાં પ્રમાણ આ છે કે-દુઃખત્વ અથવા દેવદત્તદુઃખત્વ (વ્યક્તિવિશેષના દુઃખમાં રહેનારું દુ:ખત્વ) પોતાના આશ્રય એવા દુઃખના અસમાનકાલીન ધ્વંસના પ્રતિયોગિમાં વૃત્તિ છે. કારણ કે દુઃખત્વ માત્ર કાર્યમાં જ રહે છે, અથવા તો દુ:ખ સંતતિરૂપ છે
ગૌણ પ્રયોજન કહેવાય. ક્ષુધાશાંતિ કે તૃપ્તિ સુખ છે. સુખના અનુસંધાનથી જ ભોજનાદિ ઉપાયમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે. આમ ભોજનની ઇચ્છા ગૌણ છે.
શાસ્ત્રનું પરમ પ્રયોજન મુક્તિ છે. તેની ઇચ્છા સ્વતંત્ર છે. માટે તે સ્વતઃ પ્રયોજન છે. ત્રણ પ્રકારના પ્રયોજનમાં તે દુઃખાભાવ રૂપ તૃતીય પ્રયોજન સ્વરૂપ છે. યાગનું ફળ સ્વર્ગ છે. સ્વર્ગ સ્વતઃ પ્રયોજન છે. યાગ ગૌણ પ્રયોજન છે.
यन्न दुःखेन सम्भिन्नं न च ग्रस्तमनन्तरम् । अभिलाषोपनीतं च तत्सुखं स्वःपदास्पदम् ॥
આ શ્લોક દ્વારા સ્વર્ગના ત્રણ લક્ષણ જણાવ્યા છે. જે સુખ દુઃખમિશ્રિત નથી (જે સુખ પછી દુઃખ નથી આવતું તેવું સુખ) તે સ્વર્ગ કહેવાય છે. જે આવ્યા પછી તરત નાશ પામતું નથી તે સ્વર્ગ કહેવાય છે. જેને અભિલાષા દ્વારા પ્રાપ્ત કરી શકાય તે સ્વર્ગ કહેવાય છે. આમ સ્વર્ગ વિશિષ્ટ સુખરૂપ હોવાથી સ્વતઃ પ્રયોજન છે. તેમ મુક્તિ પણ વિશિષ્ટ દુ:ખાભાવ રૂપ હોવાથી સ્વતઃ પ્રયોજન છે. આત્યંતિકી દુઃખનિવૃત્તિ મુક્તિનું લક્ષણ આગળ દર્શાવવામાં આવશે. આન્વીક્ષિકી (=ન્યાયશાસ્ત્ર)વગેરે દ્વારા ઉત્પન્ન થતું તત્ત્વજ્ઞાન તેનું કારણ છે. આમ મુક્તિ સ્વતઃ પ્રયોજન છે અને તત્ત્વજ્ઞાન ગૌણ પ્રયોજન છે.
આત્યંતિક દુઃખાભાવ રૂપ મુક્તિ પ્રમાણસિદ્ધ નથી માટે પ્રયોજન કેવી રીતે બની શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં મુક્તિનું સાધક પ્રમાણ દર્શાવે છે—મુહૌ પ્રમાળ તુ ઇત્યાદિ દ્વારા
(૩) વિવરણ :–સંસારી આત્માઓને મુક્તિ પ્રત્યક્ષસિદ્ધ નથી તેથી મુક્તિની સિદ્ધિ માટે પ્રત્યક્ષ સિવાયનું પ્રમાણ દર્શાવવું જરૂરી છે. જો કે શ્રુતિમાં મુક્તિનું પ્રતિપાદન કર્યું છે. છતાં જે શ્રુતિને પ્રમાણ નથી માનતા તેમને પણ મુક્તિમાં પ્રમાણ દર્શાવવું જોઈએ. આથી અનુમાન પ્રમાણ દ્વારા મુક્તિમાં પ્રમાણ દર્શાવે છે. ગંગેશ ઉપાધ્યાયે તત્ત્વચિંતામણિમાં રજૂ કરેલ અનુમાનને જ ગદાધરે અહીં ઉદ્ધૃત કર્યું છે. આ અનુમાનનો આકાર આ પ્રમાણે થશે.