________________
વાયરમટ્ટાચાર્યd: I मुक्तिवादः
(१) प्रयोजनमुद्दिश्यैव पुमांसस्तदुपाये प्रवर्त्तन्ते, अतः शास्त्रस्य प्रयोजनं प्रथमतः प्रदर्शयन्ति शास्त्रकृतः ।
(૧) શબ્દાર્થ : પુરુષો પ્રયોજનને ઉદ્દેશીને જ તેના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. તેથી શાસ્ત્રકારો પહેલાં જ શાસ્ત્રનું પ્રયોજન દર્શાવે છે.
(૧) વિવરણ : શાસ્ત્રની રચના કરનારા મુનિઓ શાસ્ત્રની શરૂઆતમાં ‘શાસ્ત્રનું પરમ પ્રયોજન મુક્તિ છે તે દર્શાવે છે. દરેક શાસ્ત્રકારો મંગલ ઉપરાંત અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ કરે છે. વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન આ ચાર અનુબંધ છે. તેના જ્ઞાનથી શાસ્ત્રમાં શ્રોતાની પ્રવૃત્તિ થાય છે. ન્યાયમતે ઇષ્ટસાધનતાનું જ્ઞાન (‘ટું દ્રિષ્ટસાધનમ્') અને કૃતિસાધ્યતાનું જ્ઞાન (ટું મતિસાધ્યમ) પ્રવૃત્તિનું કારણ છે. અનુબંધનું જ્ઞાન ઇસાધનતા અને કૃતિસાધ્યતાનું જ્ઞાન કરાવીને શ્રોતાને શાસ્ત્રમાં પ્રવૃત્ત કરે છે. પ્રયોજન રૂપ અનુબંધ ઇષ્ટસાધનતા જ્ઞાનનો હેતુ છે. પ્રયોજન એટલે ઇષ્ટ, ઇષ્ટને ઉદ્દેશીને જ તેના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાનો મનુષ્યનો સ્વભાવ છે. પ્રસ્તુત શાસ્ત્ર પોતાના ઇષ્ટને સિદ્ધ કરવાનો ઉપાય છે એવું જ્ઞાન થવાથી શ્રોતાને શાસ્ત્રમાં રુચિ ઉત્પન્ન થાય છે. માટે જ શાસ્ત્રકારો શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન દર્શાવે છે. પ્રયોજન બે પ્રકારના હોય છે. અનંતર પ્રયોજન અને પરંપર પ્રયોજન. અનંતર એટલે તાત્કાલિક પ્રયોજન-શાસ્ત્રનું જ્ઞાન છે. પરંપર પ્રયોજન મુક્તિ છે. શાસ્ત્રથી તત્ત્વજ્ઞાન થાય છે. અને તત્ત્વજ્ઞાન મુક્તિનું કારણ છે. શાસ્ત્રના પરમ પ્રયોજન રૂપ મુક્તિનું સ્વરૂપ શું છે ? તે વિષે ન્યાયદર્શનનો મત સ્પષ્ટ કરવા ગદાધરે મુક્તિવાદની રચના કરી છે. શાસ્ત્ર રચનાના મુખ્ય પ્રયોજન તરીકે મુક્તિનો વિચાર મુક્તિવાદનું પ્રધાન વિષયવસ્તુ છે.
- સાધારણતઃ પ્રયોજન બે પ્રકારના છે. મુખ્ય પ્રયોજન અને ગૌણ પ્રયોજન. ન્યાયમતે પ્રવૃત્તિનું કારણ ઇચ્છા છે. આ ઇચ્છાનો વિષય બે બાબત બને છે. ફળ અને સાધન અથવા ઉપાય. ઉપાયની ઇચ્છા પ્રત્યે ફળની ઇચ્છા કારણ છે. તૃષાશાંતિને ઉદ્દેશીને જ જલની ઇચ્છા થાય છે. ફળ, ઇચ્છાનો મુખ્ય વિષય છે માટે મુખ્ય પ્રયોજન કહેવાય છે. ઉપાય, ફળની ઇચ્છાને આધીન હોવાથી ગૌણ છે માટે ગૌણ પ્રયોજન કહેવાય છે. ફળની ઇચ્છા સ્વતંત્ર હોય છે. ઉપાયની ઇચ્છા ફળની ઇચ્છાને પરતંત્ર હોય છે.
શાસ્ત્રરચનાનું મુખ્ય પ્રયોજન મુક્તિ છે. મુખ્ય પ્રયોજન કોને કહેવાય? આ પ્રશ્નનું સમાધાન કરતા ગ્રંથકાર મુક્તિમાં મુખ્ય પ્રયોજનની યથાર્થ વ્યાખ્યા સંગત કરી બતાવે છે. તત્ર ઇત્યાદિ દ્વારા.