________________
प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः
२०१
अत्रात्यन्तिकत्वं स्वसमवायिसमवेतत्वकालिकविशेषणतोभयसम्बन्धेन दुःखप्रागभाववदन्यत्वम्, दुःखवदन्यत्वम् वा । न चैवमर्थसमाजग्रस्ततया नीलेतरघटत्वादिवत् मुक्तित्वं न कार्यतावच्छेदकमिति वाच्यम् । अर्थसमाजग्रस्तस्य हि कार्यतावच्छेदकत्वे प्रमाणाभाव एव बीजम्, प्रकृते च श्रुतिरूपप्रमाणसत्त्वेनार्थसमाजग्रस्तस्यापि तस्य तत्त्वज्ञानजन्यतावच्छेदकत्वोपगमात् ।
(૩) સાષ્ટિમુક્તિ –ભગવાનના ઐશ્વર્ય જેવા ઐશ્વર્યનો અનુભવ. નહીં બનેલાને બનાવવું, બનેલાનો નાશ કરવો. જે થયું છે તેને વિપરીત કરવું આ ઈશ્વરનું ઐશ્વર્ય છે.
(૪) સામીપ્ય મુક્તિ –ઉપર કહ્યા તેવા ઐશ્વર્ય વગેરે વિશેષણોથી યુક્ત થઈ ભગવાનની અતિનિકટમાં નિયતરૂપે રહેવું.
(૫) સાયુજ્ય મુક્તિ –નિર્વાણ. ન્યાયવૈશેષિક મતમાં જે આત્યંતિકી દુઃખનિવૃત્તિ છે તે સાયુજય મુક્તિ કહેવાય.
સાલોક્ય વગેરે મુક્તિની દશામાં દુઃખનિવૃત્તિ છે પણ તે આત્યંતિકી નથી. કારણ કે આ દશાઓનો ક્ષય થાય છે.
પ્રશ્ન:સાલોક્યાદિ દશા જો ક્ષય પામતી હોય તો આત્યંતિક દુઃખનિવૃત્તિ રૂપ નિર્વાણની અતિવ્યાપ્તિ થશે. બીજું ક્ષયી હોવાથી તે પુરુષાર્થ કેવી રીતે કહેવાશે?
જવાબ –ભોગકાળપૂર્ણ થયા પછી ફરી દુઃખ ઉત્પન્ન થાય છે. આ દુઃખ છેલ્લું હોય છે. ત્યાર પછી મુક્તિ થાય છે. આમ આત્યંતિકી દુઃખનિવૃત્તિને સાયુજય મુક્તિ કહેવાથી સાલોક્યાદિ દશામાં અતિપ્રસંગ નથી. બીજું, સાયુજય મુક્તિની અપેક્ષાએ સાલોક્યાદિ દશા તુચ્છ છે. સાલોક્યાદિ દશા અન્વેચ્છાનબીન ઇચ્છાનો વિષય નથી તેથી સ્વતઃ પુરુષાર્થ નથી. સાલોક્યાદિ દશા પૂર્ણ થયા પછી ફરી શરીર ધારણ કરવું પડે છે. તેથી ફરી કર્મબંધ થાય છે. માટે સાયુજ્ય મુક્તિરૂપ નિર્વાણ જ ઉદ્દેશ્ય છે.
પ્રશ્ન :–તો પછી સાલોક્યાદિ દશા મુક્તિ પદથી વાચ્ય શા માટે ગણાય છે ?
જવાબ:–શાસ્ત્રકારો તત્ત્વજ્ઞાનમાં જ પ્રવૃત્તિ કરે છે. તેથી તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત થતી સાયુજ્ય મુક્તિ જ અપવર્ગ પદનો શક્તિ દ્વારા પ્રાપ્ત થતો અર્થ છે. સાલોક્ય વગેરે મુક્તિ ભક્તિ વગેરે દ્વારા મળે છે તેમાં મુક્તિ પદનો પ્રયોગ ગૌણરૂપે જ થાય છે.
પ્રશ્ન –આત્યંતિકી દુઃખનિવૃત્તિ નિર્વાણ છે. દુઃખનિવૃત્તિમાં આત્યંતિકત્વનો શું અર્થ છે?
જવાબ :-સ્વસમવાસિમવેતત્વ અને કાલિકવિશેષણતા આ ઉભય સંબંધથી દુઃખનો પ્રાગભાવ જયાં રહે છે, તેનાથી ભિન્ન નિવૃત્તિને આત્યંતિકી નિવૃત્તિ કહેવાય. દુઃખ આત્મામાં સમવાય સંબંધથી રહે છે. (સંબંધમાં સ્વપદથી દુ:ખ અભિપ્રેત છે.) યત્કિંચિત્ દુઃખ નિવૃત્તિનું વારણ કરવા ઉભય સંબંધનો નિવેશ કરવામાં આવ્યો છે. અન્ય આત્માની દુઃખ નિવૃત્તિને ગ્રહણ કરી આવતી અતિવ્યાપ્તિનું વારણ કરવા સ્વસમવાસિમવેતત્વ સંબંધનો નિવેશ છે. એક જ