________________
॥ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः ॥
(१) सालोक्यमथ सारूप्यं साष्टि: सामीप्यमेव च । सायुज्यञ्चेति मुनयो मुक्तिं पञ्चविधां विदुः ॥
तत्र भगवता सममेकस्मिल्लोके वैकुण्ठाख्येऽवस्थानं सालोक्यम् । सारूप्यञ्च भगवता सह समानरूपता, श्रीवत्स-वनमाला-लक्ष्मी-सरस्वतीयुक्त-चतुर्भुज-शरीरावच्छिन्नत्वमिति यावत् । सालोक्येऽपि चतुर्भुजाववच्छिन्नत्वमस्त्येव, वैकुण्ठ-वासिनां सर्वेषां चतुर्भुजत्वात्, परन्तु श्रीवत्सादिरूपाशेषविशेषणविशिष्टत्वं न तत्रेति तदपेक्षया तस्याधिक्यम् । साष्टि: भगवदैश्वर्यसमानैश्वर्यम्, कर्तुमकर्तुमन्यथा कर्तुं समर्थत्वात् । सामीप्यञ्च तथाभूतैश्वर्यादिविशेषणयुक्तत्वे सति में गवतोऽतिसमीपे नियतमवस्थानम् । सायुज्यञ्च निर्वाणम् । तच्च न्यायवैशिषिकादिमते आत्यन्तिकदुःखनिवृत्तिः । सालोक्यादिदशायां दुःखनिवृत्तिसत्त्वेऽपि नासावात्यन्तिकी, तस्याः क्षयितया तदनन्तरमन्ततश्चरमदुःखस्यैवोत्पादादिति न तद्दशायामतिप्रसङ्गः । अतस्सालोक्यादेः स्वतः पुरुषार्थत्वाभावात् तदुत्तरं शरीरपरिग्रहेण बन्धसम्भवाच्च तेषां तुच्छतया निर्वाणमेवोद्देश्यम् । तत्त्वज्ञाने तान्त्रिकाणां प्रवृत्तेनिर्वाणमेवापवर्गपदशक्यम्, अन्येषान्तु गौणमुक्तिपदप्रयोगविषयतेति ।
આ સંગ્રહમાં મુક્તિના સ્વરૂપનું એટલે કે લક્ષણનું સામાન્ય દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. સંગ્રહના કર્તા અજ્ઞાત છે. તેમાં સર્વપ્રથમ રામાનુજાચાર્યના મતે મુક્તિપદાર્થનું વર્ણન છે. વેદાંતનો આ સંપ્રદાય દ્વૈતવાદી છે. તેમના મતે મુક્તિ પાંચ પ્રકારની છે.
(१) सालोय भुति :-वै नामना सोभा भगवाननी साथे २३.
(૨) સારૂપ્ય મુક્તિ –ભગવાનની સાથે સમાનરૂપતા. ભગવાનના રૂપ જેવા રૂપની પ્રાપ્તિ. શ્રીવત્સ, વનમાલા, લક્ષ્મી અને સરસ્વતીથી યુક્ત ચારભુજાવાળું શરીર ભગવાનનું સ્વરૂપ છે. સારૂપ્ય મુક્તિમાં આ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠમાં ચારભુજા તો દરેકને હોય છે, સાલોક્ય મુક્તિમાં પણ ચારભુજાવાળું જ શરીર છે. છતાં શ્રીવત્સ વગેરે ભગવાનના તમામ વિશેષણ સાલોક્ય મુક્તિમાં નથી, સારૂપ્ય મુક્તિમાં છે. આ તેની વિશેષતા છે.