________________
मुक्तिद्वात्रिंशिका
सिताम्बरसाधूनां परमानन्दचर्चया महोदयमीमांसया वयं परमेणोत्कृष्टेनानन्देन पीनाः पुष्टाः
મારા
इति महोपाध्यायश्रीयशोविजयगणिकृता मुक्तिद्वात्रिंशिका ॥३१॥
१९९
જ પ્રામાણિકપણે વિચારણા કરી છે. અન્યદર્શનીઓની વાતમાં જેટલો પણ સત્યાંશ જણાયો ત્યાં તેનું સમર્થન કરીને પોતાના હૈયાની નિર્મળતાનો પરિચય કરાવ્યો છે. શ્રીવીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થની પ્રાપ્તિ વિના એવી દયાને પામવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરસિદ્ધાંતનું ખંડન કરવું અને ત્યાં રહેલા સત્યાંશનું સમર્થન કરવું : એ ખૂબ જ કપરું કામ છે. પરંતુ જગતના જીવોની અજ્ઞાનદશાને દૂર કરવાની ઉત્કટ પવિત્ર ભાવનાથી શ્વેતાંબર સાધુઓએ એ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યું છે. તેઓશ્રીએ એ રીતે કરેલી મોક્ષની મીમાંસા અમારા પરમાનંદનું કારણ છે - એ પ્રમાણે ગ્રંથકા૨પ૨મર્ષિ ફરમાવે છે. પરમપદની ઉત્કૃટ ઇચ્છા પરમાનંદની ચર્ચાથી પરમાનંદનું કારણ બને : એ સમજી શકાય છે. અંતે ગ્રંથકારશ્રીની જણાવ્યા મુજબ શ્વેતાંબર સાધુમહાત્માઓ દ્વારા કરાયેલી મોક્ષના સ્વરૂપની મીમાંસાથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૩૧-૩૨॥
॥ इति श्रीद्वात्रिंशद्द्वात्रिंशिकायां मुक्तिद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥