________________
१९८
मुक्तिवादः
(३१) उपचारोऽत्र नाबाधात्, साक्षिणी चात्र दृश्यते ।
નિત્ય વિજ્ઞાનમાનન્દ, બ્રહ્મપ્યારી શ્રુતિઃ રૂા उपचार इति । अत्र मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाभावे सुखपदस्य लाक्षणिकत्वम् । अबाधात् तद्बाधाभावात्, जन्यस्याप्यभावस्येव भावस्यापि कस्यचिदनन्तत्वसम्भवात् । अत्र मुक्तिसुखे 'नित्यं विज्ञानमानन्दं ब्रह्मेति' अपरापि श्रुतिः साक्षिणी वर्तते, तया नित्यज्ञानानन्दब्रह्माभेदबोधनादिति ॥३१॥ (૨૨)પરમાનં રત્નતિ, પરમી રાવતીમ્ |
परमानन्दपीनाः स्मः, परमानन्दचर्चया ॥३२॥ परमानमिति । परेषामेकान्ताभिनिविष्टानां मानं कुहेतुं दलयतां स्याद्वादमुद्गरेण । किं भूतं ? परः प्रकृष्टो मानो दर्पो यस्मात्तत्तथा । दयावतामनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां
અનંતત્વ માની શકાશે નહિ.” – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જન્ય એવા અભાવ(ધ્વસ)ની જેમ કોઈ ભાવભૂત જન્ય પદાર્થ પણ અનંત સંભવી શકે છે. નૈયાયિકોની માન્યતા મુજબ જેમ જન્ય એવા ધ્વસ્વરૂપ અભાવનો નાશ થતો નથી, તેમ જૈનોની માન્યતા મુજબ જન્યભાવભૂત મોક્ષસુખનો પણ નાશ થતો નથી. એ મુજબ મોક્ષના સુખને જણાવનારી “શુદ્ધાત્મા નિત્યવિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે.”...ઇત્યાદ્યર્થક નિત્યં વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ-આ બીજી શ્રુતિ સાક્ષી (પ્રમાણ) છે. આ શ્રુતિ વડે નિત્યવિજ્ઞાન અને આનંદ તેમ જ બ્રહ્મ : એના અભેદનો બોધ કરાવાય છે...ઇત્યાદિ સમજી શકાય છે. (૩૧-૩૧//
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે
“નૈયાયિકાદિ પરવાદીઓના અત્યંત ગર્વને ઉત્પન્ન કરનારા કુહેતુઓનું પ્રમાણાભાસનું) ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓની પરમાનંદસ્વરૂપ મોક્ષની ચર્ચાથી અમે પરમાનંદથી પુષ્ટ બન્યા છીએ.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે એકાંતવાદના અભિનિવેશી એવા પરદર્શનીઓએ મોક્ષના વિષયમાં જે જે હેતુઓ(પ્રમાણ) જણાવ્યા, તે તે કુહેતુઓ(હત્વાભાસો-દુષ્ટ હેતુઓ)નું સારી રીતે સ્યાદ્વાદસ્વરૂપ મુદ્ગરથી ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓએ પરમાનંદ-મહોદયસ્વરૂપ મોક્ષની જે મીમાંસા કરી છે, તેનાથી અમે ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ થયા છીએ.
અહીં એ સમજી લેવું જોઈએ કે, પરવાદીઓએ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે જે અનુમાનોને પ્રમાણ તરીકે દર્શાવ્યાં છે, તે બધાં પ્રમાણાભાસ છે. કારણ કે તેમાં હેત્વાભાસોનો પ્રયોગ કરાયેલો છે. તેનું ખંડન કરવાનું કાર્ય શ્વેતાંબર સાધુભગવંતોએ કર્યું છે. ખંડન કરતી વખતે પણ એ મહાત્માઓનો દયાનો પરિણામ નાશ પામતો નથી. અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતના જીવોને આ સંસારથી પાર ઉતારવાની ભાવનાને લઈને શ્વેતાંબર સાધુભગવંતોએ મોક્ષના સ્વરૂપ અંગે ખૂબ