________________
मुक्तिद्वात्रिंशिका
१९५
एव दूषणमिति भावः ॥२६॥ (ર૭)ત્તેિર્નતપીત્તે દિ, પુનર્થવેંડyયોનબ્રમ્ |
तज्ज्ञानं दुःखनाशश्च, वर्तमानोऽनुभूयते ॥२७॥ एतेनेति । एतेन गुणहानेरनिष्टत्वेन हि निश्चितं एतदपास्तं । यदुक्तं महानैयायिकेन पुमर्थत्वे तज्ज्ञानं पुमर्थज्ञानमप्रयोजकं, दुःखनाशश्च वर्तमानोऽनुभूयते, विनश्यदवस्थेन योगिसाक्षात्कारेणेति ॥२७॥ (२८) गुणहानेरनिष्टत्वं, वैराग्यान्नाथ वेद्यते ।
इच्छाद्वेषौ विना नैवं, प्रवृत्तिः सुखदुःखयोः ॥२८॥ गुणहानेरिति । अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान्न वेद्यते कामान्धत्वादिव पारदार्ये बलवद्
દુ:ખાભાવને જો પુરુષાર્થરૂપે માનવામાં આવે તો મૂર્છાદિની અવસ્થાને પામવા માટે બુદ્ધિમાનની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવસ્વરૂપ મુક્તિને માનવામાં આવે તો તેના માટે કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય : એ જ નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે...ઇત્યાદિ સ્પષ્ટ છે. l૩૧-રી
(૨૭) નૈયાયિકોની જ બીજી માન્યતામાં પણ નિરાકરણ થઈ ગયાનું જણાવાય છે
“આથી ચોક્કસપણે આનું નિરાકરણ થાય છે કે – પુરુષાર્થત્વને વિશે પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી અને વર્તમાન દુ:ખનાશ અનુભવાય છે.”...આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્યર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે દુ:ખાભાવસ્વરૂપ મોક્ષને માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણહાનિના પ્રસંગના કારણે તેમાં પુરુષાર્થત્વ નહિ આવે. તેના જવાબમાં મહાનૈયાયિક ગંગેશોપાધ્યાયે જણાવ્યું છે કે “દુઃખાભાવની પુરુષાર્થત્વ માટે તે પુરુષાર્થના જ્ઞાનની આવશ્યકતા નથી. વર્તમાન એવો દુ:ખાભાવ, વિનાશ પામતા એવા યોગીસાક્ષાત્કારથી અનુભવનો વિષય બની જાય છે. તેથી દુ:ખાભાવમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારવિષયત્વ હોવાથી તેમાં પુરુષાર્થત્વ પણ રહે છે.” – આ મહાનૈયાયિકનું કથન યુક્ત નથી. કારણ કે દુ:ખાભાવની સાથે મોક્ષમાં સુખાભાવ પણ થવાથી પૂર્વે જણાવ્યા મુજબ ગુણહાનિ થાય છે અને તેથી અનિષ્ટના અનુબંધી એવા ઇષ્ટની પ્રાપ્તિ માટે કોઈ પ્રવૃત્તિ નહીં કરે...જે નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે જ. |૩૧-૨૭lી
(૨૮) વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની સાધનામાં પ્રવૃત્તિની અનુપપત્તિ નહિ થાય - આવી તૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે છે. નૈયાયિકનું આ કથન યુક્ત નથી. કારણ કે સુખની ઇચ્છા અને દુ:ખના દ્વેષ વિના પ્રવૃત્તિ શક્ય નથી.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં