________________
१९४
(૨૫)સમાનાયવ્યયત્વે ૨, વૃથા મુત્ત્તૌ પરિશ્રમ: । गुणहानेरनिष्टत्वात्ततः सुष्टुच्यते ह्यदः ॥२५॥
समानेति । समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः । गुणहानेरनिष्टत्वात्तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात् । ततो ह्यदः सुष्ठुच्यते ॥२५॥
(૨૬ ) ૩:વાભાવોપિ નાવેદ્ય:, પુરુષાર્થતયેતે ।
मुक्तिवादः
न हि मूर्छाद्यवस्थार्थं, प्रवृत्तो दृश्यते सुधीः ॥२६॥
दुःखाभावोऽपीति । दुःखाभावोऽपि न अवेद्यः स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराविषयः पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं सुधीः प्रवृत्तो दृश्यते । अन्यथा तदर्थमपि प्रवृत्तिः स्यात्। अतो गुणहानेरनिष्टत्वेन दुःखाभावरूपायां मुक्तौ तदर्थप्रवृत्तिव्याघात
(૨૫) નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તિમાં દુ:ખની જેમ જ સુખાદિનો પણ ક્ષય થાય છે, એને અનુલક્ષીને જણાવાય છે
“લાભ અને નુકસાન સમાન હોય તો મોક્ષ માટેનો પરિશ્રમ વ્યર્થ બનશે. કારણ કે ગુણનો નાશ કોઈને પણ ઇષ્ટ બનતો નથી. તેથી આ જે કહેવાય છે (છવ્વીસમા શ્લોકમાં જણાવ્યું છે તે) તે સારું છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે નૈયાયિકોની માન્યતા મુજબ મોક્ષમાં જેમ દુઃખ નથી તેમ સુખ પણ નથી. દુઃખનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ તો સુખનો પણ નાશ થઈ ગયો. આ રીતે દુઃખનાશનો લાભ થયો તો સુખના નાશનું નુકસાન પણ થયું. સુખનો અભાવ અને દુઃખનો અભાવ : એ બંન્નેના કારણે આય અને વ્યયનું સામ્ય સ્વીકારવાથી મુક્તિને અનુલક્ષીને કરેલો પરિશ્રમ વ્યર્થ થશે. કારણ કે ગુણની હાનિ અનિષ્ટ છે. એ અનિષ્ટથી અનુવિદ્ધ એવા દુઃખનાશના ઉપાયમાં અનિષ્ટના અનુબંધિત્વનું જ્ઞાન થવાથી કોઈ પણ બુદ્ધિમાનની તેમાં (દુઃખનાશોપાયમાં) પ્રવૃત્તિ નહીં થાય. તેથી હવે પછી જે કહેવાય છે તે સારું કહેવાય છે. II૩૧-૨૫
(૨૬) પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે
“જેનો અનુભવ ન થાય એવો દુ:ખાભાવ પણ પુરુષાર્થસ્વરૂપે ઇષ્ટ બનતો નથી. કારણ કે બેભાનાદિની અવસ્થા માટે પ્રયત્ન કરનાર કોઈ બુદ્ધિમાન દેખાતા નથી.” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે - દુઃખાભાવના અધિકરણમાં અને દુઃખાભાવના કાળમાં રહેનાર સાક્ષાત્કાર(અનુભવ)નો જે દુઃખાભાવ વિષય છે તે વેદ્ય દુ:ખાભાવ છે અને તાદેશ સાક્ષાત્કારનો જે વિષય બનતો નથી, તે દુ:ખાભાવ અવેદ્ય છે. બેભાન અવસ્થામાં દુઃખાભાવ હોવા છતાં ત્યાં તેનો અનુભવ થતો ન હોવાથી તે અવેદ્ય છે.
નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તાત્માઓમાં જ્ઞાનનો અભાવ હોવાથી તેમનો દુઃખાભાવ પણ અવેદ્ય છે. એવો દુ:ખાભાવ પુરુષાર્થસ્વરૂપ (પુરુષની કામનાના વિષયસ્વરૂપ) માનતા નથી. કારણ કે મૂર્છાદિની અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ પણ બુદ્ધિમાન પ્રવર્તતા નથી. અવેદ્ય એવા પણ