________________
मुक्तिद्वात्रिंशिका
१९३
दुःखहेतोरपि कथंचिद् दुःत्वात्, दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वन्नीत्यापि मुख्यप्रयोजनत्वानपायाद् रूपान्तरेण तत्त्वस्य चाप्रयोजकत्वात् ।।२३।। (२४) स्वतः प्रवृत्तिसाम्राज्यं, किं चाखण्डसुखेच्छया ।
निराबाधं च वैराग्य-मसले तदुपक्षयात् ॥२४॥ स्वत इति । किं च स्वतो निरुपधिकतया प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छयाऽखण्डसुखसंवलितत्वात् कर्मक्षयस्य । नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असङ्गेऽसङ्गानुष्ठाने तदुपक्षयात् सुखेच्छाया अपि विरमान्निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः"( ) इति वचनात् । न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि વ્યતિરેવેતિ માવ: I૨૪ll
યુક્ત નથી.
કારણ કે કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુ:ખત્વ જો માનીએ તો સ્યાદ્વાદમાં કોણ બાધક છે ? દુઃખના હેતુઓ પણ કથંચિત્ દુઃખસ્વરૂપ છે. તેથી જ દુઃખક્ષયરૂપે કર્મક્ષયને તમારે ત્યાં (નૈયાયિકોને ત્યાં) પણ મુખ્યપ્રયોજન મનાય જ છે ને? શક્તિરૂપે કર્મ દુઃખરૂપ હોવા છતાં વ્યક્તિસ્વરૂપે તો તે દુ:ખસ્વરૂપ નથી. વ્યક્તિ સ્વરૂપે જે દુ:ખરૂપ છે, તેમાં જ મુખ્યપ્રયોજન– મનાય છે. આ પ્રમાણે બીજી રીતે મુખ્યપ્રયોજનવ વર્ણવી શકાય એવું નથી. કારણ કે શક્તિ કે વ્યક્તિ સ્વરૂપે જે દુઃખસ્વરૂપ છે તેમાં બંન્નેમાં) મુખ્યપ્રયોજન– માનવામાં કોઈ દોષ નથી. /૩૧-૨૩ી.
(૨૪) કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં સ્વતઃ પુમર્થતાનું નિરૂપણ પરમતથી કરીને હવે સ્વમતથી તેનું ઉપપાદન કરાય છે –
તેમ જ અખંડ સુખની ઇચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિ સંગત છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે સુખની ઇચ્છાનો ક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ જ હોય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઉપાધિથી રહિત એવી અખંડ સુખની ઇચ્છાથી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ સંગત છે. કર્મક્ષયસ્વરૂપ મોક્ષ, અખંડ સુખથી સંવલિત હોવાથી તાદેશ અખંડ સુખથી સંવલિત કર્મક્ષય સ્વતઃ ઇચ્છાનો વિષય બને છે અને તેથી તેના સાધનભૂત જ્ઞાનાચારાદિમાં મુમુક્ષુઓની સારી રીતે પ્રવૃત્તિ થાય છે.
યદ્યપિ આ રીતે સુખની ઇચ્છાથી વૈરાગ્યની હાનિ થવાનો પ્રસંગ આવે છે. પરંતુ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે, સુખની ઇચ્છા પણ વિરામ પામતી હોવાથી વૈરાગ્ય નિરાબાધ હોય છે. “મોક્ષ કે સંસારમાં શ્રેષ્ઠ મુનિભગવંતો નિસ્પૃહ હોય છે.” – આ વચનથી અસંગાનુષ્ઠાનના કાળમાં વૈરાગ્યની કોઈ પણ રીતે હાનિ થથી નથી – એ સમજી શકાય છે. આ પ્રમાણે માનવામાં ન આવે તો સુખની ઇચ્છાથી જો વૈરાગ્યની હાનિ થતી હોય તો દુઃખના દ્વેષથી પ્રશાંત અવસ્થાની પણ હાનિ થાય છે – એમ માનવાનો પ્રસંગ આવશે. ૩૧-૨૪