________________
मुक्तिवादः
दुःखानुबन्धित्वं, ततः प्रवृत्त्यव्याघात इति भावः । एवं सति इच्छाद्वेषौ विना सुखदुःखयोः प्राप्यनाश्ययोरिति शेषः । प्रवृत्तिर्न स्यात् । परवैराग्ये प्रवृत्तिकरणयोस्तयोनिवृत्तेरपरवैराग्ये च गुणवैतृष्णस्यैवाभावाद् गुणहानेरनिष्टत्वाप्रतिसन्धानानुपपत्तेर्गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ तत्संस्कारतोऽप्यसङ्गप्रवृत्तेर्दुर्वचत्वमिति न किञ्चिदेतत् ॥२८॥ (२९) ननु श्रुतिबाधान्न मुक्तौ सुखसिद्धिरित्यत आह -
अशरीरं वावसन्त-मित्यादिश्रुतितः पुनः । सिद्धो हन्त्युभयाभावो, नैकसत्तां यतः स्मृतम् ॥२९॥
ફરમાવ્યું છે કે “કામથી અંધ બનેલા પરસ્ત્રીનું સેવન કરતી વખતે જેમ બળવદ્ અનિષ્ટ(નરકાદિ)નું અનુબંધિત્વ જોતા નથી તેમ વૈરાગ્યના કારણે ગુણહાનિની અનિષ્ટતા અનુભવાતી નથી. તેથી પરસ્ત્રીના સેવનની જેમ જ મોક્ષની સાધનાની પ્રવૃત્તિમાં કોઈ જ વ્યાઘાત થતો નથી.' આવી માન્યતા યુક્ત નથી.
કારણ કે ઇચ્છા અને દ્વેષ વિના પ્રાપ્ત કરવા યોગ્ય સુખમાં અને નાશ્ય દુઃખમાં પ્રવૃત્તિ શક્ય નથી. ઇચ્છાથી(સુખની ઇચ્છાથી) અને દ્વેષથી(દુ:ખના દ્વેષથી) જ સુખની પ્રવૃત્તિ અને દુ:ખનાશની પ્રવૃત્તિ થતી હોય છે. વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિ જ શક્ય નથી. પર વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિના કારણભૂત એવા સુખના રાગની અને દુઃખના દ્વેષની જ નિવૃત્તિ થઈ ગયેલી હોવાથી કારણના અભાવે કાર્યનો પણ અભાવ થાય છે. પરવૈરાગ્યના કાળમાં ગુણની તૃષ્ણાનો પણ અભાવ હોય છે. કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવની પણ અહીં ઇચ્છા હોતી નથી. અને અપર વૈરાગ્યમાં તો શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા હોતી નથી. પરંતુ ગુણની તૃષ્ણાનો અભાવ ન હોવાથી (ગુણની તૃષ્ણા હોવાથી) ગુણની હાનિના અનિષ્ટત્વનું અપ્રતિસંધાન જ અનુપપન્ન છે અને તેથી ગુણહાનિમાં (આત્મવિશેષગુણો-જ્ઞાન, સુખાદિની હાનિમાં) અનિષ્ટત્વનું પ્રતિસંધાન થવાથી મોક્ષસાધક પ્રવૃત્તિ જ નહિ થાય. આથી સમજી શકાશે કે વૈરાગ્યના કાળમાં જ્યાં મોક્ષસાધક પ્રવૃત્તિ જ થઈ નથી, ત્યાં “પૂર્વસંસ્કારોથી (અનુવેધથી) અસંગાનુષ્ઠાનસ્વરૂપ પ્રવૃત્તિ થાય છે.” – એ કહેવાનું શક્ય નથી....તેથી નૈયાયિકની વાતમાં તથ્ય નથી. /૩૧-૨૮
(૨૯) મોક્ષમાં સુખ માનવાથી શ્રુતિ-ઉપનિષદ્રશ્નો વિરોધ આવે છે તેથી મુક્તિમાં સુખ માનવામાં આવતું નથી. આવી નૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
“શરીર વાવ...ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ થયેલા ઉભયાભાવથી એકની સત્તાનો નિષેધ થતો નથી, જેથી કહેવાયું છે... (જે હવે પછી જણાવાશે).” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘શરીરં વીવસન્ત પ્રિયપ્રિયે ન સ્પૃશતઃ' અર્થાત્ “હે મૈત્રેયી ! શરીરથી રહિત એવા મિથ્યાવાસનાથી શૂન્ય આત્માને પ્રિય અને અપ્રિય સ્પર્શતા નથી.'-આ શ્રુતિથી સુખદુ:ખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે. એ ઉભયાભાવ એકની અર્થાત સુખની સત્તાને દૂર કરતો નથી. કારણ કે એકવમાં પણ હિતાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની અર્થાત્ બેના અભાવની