________________
न्यायालोकः
१६५
ज्ञानादीनां क्षणरूपता च क्षणसत्तया सिद्धा क्षणसत्तायाः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । समर्थश्च क्षणः सजातीयक्षणमारभत एव, शरीराद्यपेक्षाकारणानामनियतत्वात् तद्विरहेऽपि मुक्तिकालीनज्ञानाद्युत्पत्त्यविरोधात्, विशिष्टदेशकालादेश्चापेक्षाहेतोस्तदाप्यक्षतत्वादिति ।
(२७) सङ्ग्रहनयावलम्बिनस्तु सङ्गिरन्ते कर्मक्षयाविर्भूतं सुखसंवेदनमेव मुक्तिः । तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना, तदपगमे
પૂર્વજ્ઞાનાદિ ક્ષણ દ્વારા નૂતન જ્ઞાનાદિ ક્ષણનો જન્મ થવામાં કોઈ વાંધો નથી. બીજી વાત એ છે કે જ્ઞાનાદિના અન્ય અપેક્ષાકારણ = સહકારી કારણ વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાળ વગેરે તો મુક્તિમાં પણ હાજર છે જ. આથી મોક્ષમાં જ્ઞાનાદિની ધારા ચાલુ રહેવામાં કોઈ બાધા નથી. માટે મોક્ષ એ અખંડ =ક્યારેય જેમાં વિચ્છેદ = ભંગ ન પડે તેવી જ્ઞાન-સુખસંતતિ સ્વરૂપ જ છે–એમ નિશ્ચિત થાય છે.
કર્મક્ષયાવિભૂત સુખસંવેદન = મોક્ષ-સંગ્રહનય (૨૭) સંગ્રહનયના અનુયાયીઓનું એવું વક્તવ્ય છે કે-કર્મક્ષયથી પ્રગટનાર સુખનું સંવેદન એ જ મોક્ષ છે. સુખસંવેદન એ જીવનો સ્વભાવ છે. પરંતુ ઇન્દ્રિય, દેહ વગેરે અપેક્ષાકારણસ્વરૂપ આવરણથી તે આચ્છાદિત થાય છે. આની સંગતિ માટે પ્રદીપનું દૃષ્ટાંત છે. ઓરડામાં રહેલ પ્રદીપનો સ્વભાવ છે કે ઓરડામાં રહેલ પદાર્થને પ્રકાશિત કરવા. છતાં જો દીવા ઉપર કોડિયું વગેરે ઢાંકવામાં આવે તો દીવાનો વસ્તુપ્રકાશનસ્વભાવ આવરાય છે. કોડિયું હટાવી લેવામાં આવે તો જેમ દીવાનો પ્રકાશસ્વભાવ વ્યક્ત થાય છે, તેને પેદા નથી કરવો પડતો. તેમ કર્મ. શરીર વગેરે આવરણ હટી જાય તો જીવનો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ પ્રગટ થાય છે, બધા કર્મ ખસી ગયા પછી પ્રકાશસ્વભાવ =જ્ઞાનસ્વભાવને મેળવવા કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. અહીં એવી શંકા થાય કેશરીર વગેરેની ગેરહાજરીમાં જ્ઞાનાદિ સંભવી જ કેમ શકે ?–તો આ શંકા વ્યાજબી નથી, કારણ કે જો શરીર, કર્મ વગેરેથી આવરાયેલ જ્ઞાનાદિનો શરીરાદિના ગેરહાજરીમાં મોક્ષમાં અભાવ માનવામાં આવે તો કોડિયા વગેરેથી ઢંકાયેલ પ્રદીપનો પણ કોડિયા વગેરેની ગેરહાજરીમાં અભાવ થવાની આપત્તિ આવશે. માટે કોડિયાની ગેરહાજરીમાં જેમ પ્રદીપનો પ્રકાશસ્વભાવ વ્યક્ત થાય છે તેમ શરીરાદિની ગેરહાજરીમાં આત્માનો જ્ઞાનસ્વભાવ પ્રગટ થાય છે–આમ માનવું યુક્તિસંગત છે. અહીં એવી શંકા કરવામાં આવે કેકોડિયા વગેરે પ્રદીપાદિના આવારક છે, પરંતુ જનક નથી. તેથી કોડિયા વગેરેની ગેરહાજરીમાં દીવા વગેરેનો પ્રાદુર્ભાવ થઈ શકે છે. જયારે શરીરાદિ તો જ્ઞાનાદિના જનક હોવાથી તેની અનુપસ્થિતિમાં જ્ઞાનાદિનો સંભવ કેવી રીતે મુક્તિમાં હોઈ શકે ?–તો તેનું સમાધાન એ છે કે જ્યારે દીવાને કોડિયા વગેરેથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે તેને દીવાના પ્રકાશસ્વભાવનો આવારક માનવામાં આવે છે–