________________
१६६
मुक्तिवादः
तु प्रदीपस्येव जीवस्यापि विशिष्ट प्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति ।
शरीराभावे ज्ञानाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात् ।
शरावादेः प्रदीपाद्यजनकत्वान्नोक्तप्रसङ्ग इति चेत् ? न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसङ्गादिति दिक् ।
તેની ઉપપત્તિ તો જ થઈ શકે, જો કોડિયાને દીવાના સાવૃત પ્રકાશપરિણામનો જનક માનવામાં આવે. જ્યારે કોડિયાને દીવા સાથે કોઈ સંપર્ક નથી હોતો ત્યારે દીવાનો પ્રકાશ ચારે દિશામાં દૂર સુધી ફેલાય છે. પરંતુ જ્યારે દીવાને કોડિયાથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે દીવાનો પ્રકાશ સાવૃત =નિયંત્રિત =મર્યાદિત થઈ જાય છે. જો દીવાની આ પરિણતિ પ્રત્યે કોડિયાને કારણ માનવામાં ન આવે તો કોડિયા વગેરે દીવાના આવારક જ નહીં બની શકે, કારણ કે દીવાના આવારક બનવાનો અર્થ એ જ છે કે પૂર્વે ઓરડામાં રહેલ સર્વ વસ્તુના પ્રકાશ કરવાના પ્રદીપના સ્વભાવને દબાવીને પ્રદીપની તે સર્વના અપ્રકાશનની પરિણતિને ઉત્પન્ન કરવી. આ વિષયમાં હજુ ઘણું આગળ વિચારી શકાય તેમ છે. આ તો એક દિગ્દર્શન માત્ર છે.