________________
१४४
मुक्तिवादः
यद्वा नित्यं सुखं बोधयित्वा तत्र ब्रह्माभेदोऽपि विधिनैव बोध्यते । न च वाक्यभेदो, वाक्यैकवाक्यत्वात् । न चानन्दमित्यत्र नपुंसकलिङ्गत्वानुपपत्तिः, छान्दसत्वात् । न चानन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितमिति भेदपरषष्ठ्यनुपपत्तिः, 'राहोः शिर' इतिवदभेदेऽपि षष्ठीदर्शनादिति वाच्यम् । आत्मनोऽनुभूयमानत्वेन नित्यसुखस्याप्य
વિજાતીયસ્વર્ગ–અવચ્છિન્ન = સ્વર્ગવિશેષ પ્રત્યે યજ્ઞમાં કારણતાનું ભાન થાય છે. અહીં સ્વર્ગ_વાચકપદ એ ઉપલક્ષણ =પરિચાયક હોવાથી સ્વર્ગવને છોડી સ્વર્ગવવ્યાપ્ય જાતિવિશેષને યજ્ઞકાર્યતાઅવચ્છેદક માની શકાય છે. તે જ રીતે ‘નિત્ય વિજ્ઞાનમારૂં વ્રહ્મ' આ વેદવચન દ્વારા સુખની જોડે બ્રહ્મતત્ત્વના અભેદાવ્યબોધનું ભાન થતાં બ્રહ્મતત્ત્વ નિત્ય હોવાથી બ્રહ્મતત્ત્વ સાથે અભેદાન્વય બોધ કરવા માટે અનિત્ય સુખ અયોગ્ય બની જાય છે. તેથી સુખત્વવાચક પદને ઉપલક્ષણ =પરિચાયક બનાવી અનિત્ય સાંસારિક સુખને છોડીને અનિત્યસુખવ્યાવૃત્ત સુખત્વવ્યાપ્ય જાતિવિશેષથી વિશિષ્ટ સુખવિશેષમાં બ્રહ્મતત્ત્વનો અભેદાવ્યબોધ ઘટી શકશે. આ રીતે બ્રહ્મતત્ત્વનો સુખ સાથે અભેદાન્વયબોધ માનવામાં સુખમાં નિયત્વસિદ્ધિની આવશ્યકતા જ નથી રહેતી. તો પછી પરસ્પરાશ્રય દોષનો પગપેસારો કેવી રીતે થશે ?
મીમાંસક :- યદ્દા | અથવા એમ પણ કહી શકાય કે ઉપરોક્ત શ્રુતિવાક્ય નિત્ય સુખનો બોધ કરાવી તે જ શ્રુતિવચન નિત્ય સુખમાં બ્રહ્મઅભેદનું પણ ભાન કરાવશે. ઉપદર્શિત શ્રુતિવચન જ બન્ને કાર્ય કરાવશે. તેથી કોઈ પ્રકારના કાલક્ષેપનો પણ અવકાશ નહીં રહે.
નૈયાયિક : વ વવ | જો સુખમાં નિયત્વનું પ્રથમ ભાન કરાવી બ્રહ્મતત્ત્વમાં સુખનો અભેદાન્વય બોધ કરવામાં આવે તો નિત્યત્વ અને સુખાભેદ સ્વરૂપ બે પ્રકાર =વિશેષણ અને સુખ અને બ્રહ્મ સ્વરૂપ બે વિશેષ્ય જ્ઞાત થવાને લીધે વાક્યભેદ =વાક્યય દોષ આવશે. બે મુખ્ય પ્રકારતાથી નિરૂપિત બે મુખ્ય વિશેષ્યતાનું ભાન થવું એ જ વાક્યભેદનું લક્ષણ છે. આથી ‘નિત્ય વિજ્ઞાન...” શ્રુતિમાં વાક્યભેદ દોષ દુર્વાર બનશે.
વાક્યૂકવાક્યતા સમર્થન મીમાંસક :- વચૈ | ના, વાક્યભેદની અહીં કોઈ શક્યતા નથી. કારણ કે અમે સુખમાં જ નિત્યત્વનું અને બ્રહ્મઅભેદનું ભાન માનીએ છીએ. એક જ મુખ્ય વિશેષ્યમાં સાકાંક્ષ અનેક વિશેષણનું ભાન માનવામાં વાકયૅકવાક્યતા જળવાઈ રહેવાથી વાક્યભેદદોષ નથી રહેતો. સાકાંક્ષ એકાર્યમુખ્યવિશેષ્યક બોધનું નિર્વાહક હોવું તે જ વાકયૅકવાયતા. પરસ્પર સાકાંક્ષ એવા અનેક વિશેષણોનું એક મુખ્ય વિશેષ્યમાં ભાન જે વાક્ય દ્વારા થાય તે વાક્યમાં વાકયૅકવાકયતા રહે છે, જે અહીં અબાધિત હોવાને લીધે વાયભેદ વિલીન થઈ જાય છે. વાકય ભેદાતું નથી, તૂટી નથી જતું. વાક્યની અખંડિતતા અબાધિત રહે છે.
નૈયાયિક - 7 To | જો બ્રહ્મ અને આનંદનો અભેદ હોય અર્થાત્ બ્રહ્મ આનંદસ્વરૂપ હોય તો ‘માનન્દો ગ્રંહ્મ' આ રીતે આનન્દ્રપદ પ્રથમ વિભક્તિવાળું હોવું જોઈએ, કારણ કે આનંદશબ્દ