________________
न्यायालोकः
१४३
नैयायिकादयः । नित्यसुखे प्रमाणाभावात् । न च 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' (बृ० आ० ३/९/२८ ) इति श्रुतिरेव तत्र प्रमाणम् । न च नित्यसुखे सिद्धे ब्रह्माभेदबोधनं तद्बोधने च नित्यसुखसिद्धिरिति परस्पराश्रय इति वाच्यम् । स्वर्गत्वमुपलक्षणीकृत्य स्वर्गविशेषे यागकारणताबोधवत् सुखत्वमुपलक्षणीकृत्य सुखविशेषे ब्रह्माभेदोपपत्तेः,
આવા અનાદિ-અનંત-મહત્તમ સુખનો પ્રત્યક્ષ અનુભવ એ જ મોક્ષ છે. નિત્યસુખ પ્રમાણથી અસિદ્ધ-નૈયાયિક
તન્ને॰ । પરંતુ આના વિરોધમાં તૈયાયિક વગેરે વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે નિત્ય સુખની સિદ્ધિમાં કોઈ પ્રમાણ ન હોવાથી તેનાથી ઘટિત મુક્તિ પણ અપ્રામાણિક છે. અપ્રામાણિક પદાર્થથી ઘટિત વસ્તુ પ્રામાણિક કઈ રીતે હોઈ શકે ?
મીમાંસક :- નવ નિ। ‘નિત્યં વિજ્ઞાન આનન્દ્ર બ્રહ્મ' આ શ્રુતિ =વેદવચનથી જ નિત્ય સુખની સિદ્ધિ થાય છે, કારણ કે એનાથી નિત્ય એવા આનંદ =નિત્ય સુખ સાથે બ્રહ્મઅભેદનું સાક્ષાત્ પ્રતિપાદન થયેલ છે.
નૈયાયિક :- 77 નિત્યસુ॰ । જો નિત્ય સુખ સિદ્ધ થશે તો તેની સાથે બ્રહ્મ =વિશુદ્ધ આત્માના અભેદનું ભાન થશે, કારણ કે પ્રમાણથી અસિદ્ધની સાથે કોઈ વાસ્તવિક વસ્તુનો અભેદ અન્વય થઈ શકતો નથી. પરંતુ નિત્ય સુખની સિદ્ધિ તો નિત્ય બ્રહ્મતત્ત્વ સાથે અભિન્નત્વરૂપે તે ભાસે તો જ થઈ શકે. મતલબ એવો છે કે નિત્ય સુખ જેવી કોઈ ચીજ પ્રમાણથી સિદ્ધ થાય તો નિત્ય એવા બ્રહ્મતત્ત્વ સાથે તેનો અભેદાન્વયબોધ થઈ શકે અને નિત્ય બ્રહ્મતત્ત્વ સાથે સુખનો અભેદાન્વયબોધ થાય તો જ નિત્ય એવા બ્રહ્મતત્ત્વથી અભિન્ન હોવાને લીધે નિત્યસુખની =સુખમાં નિત્યત્વની સિદ્ધિ થઈ શકે. એક બીજાની પ્રસિદ્ધિ = જ્ઞાન માટે પરસ્પરના જ્ઞાનની અપેક્ષા હોવાથી અહીં પરસ્પરાશ્રય દોષ આવશે. આવી સ્થિતિમાં બેમાંથી એકની પણ સિદ્ધિ નહિ થઈ શકે. જ્યાં સુધી સુખમાં નિત્યત્વની સિદ્ધિ નહિ થાય ત્યાં સુધી બ્રહ્મતત્ત્વ સાથે તેનો અભેદાન્વયબોધ નહિ થઈ શકે અને જ્યાં સુધી નિત્યબ્રહ્મતત્ત્વનો સુખ સાથે અભેદાન્વયબોધ નહિ થાય ત્યાં સુધી સુખમાં નિત્યત્વની સિદ્ધિ નહિ થઈ શકે. આથી પરસ્પરાશ્રયતા સ્પષ્ટ જ છે. પરસ્પરાશ્રયને માથે કાંઈ શીંગડા નથી ઉગતા કે જેથી તે રીતે તેની સિદ્ધિ થઈ શકે.
સુખત્વને ઉપલક્ષણ બનાવી નિત્ય સુખમાં આત્માનો અભેદાન્વય—મીમાંસક
મીમાંસક :- સ્વ । અરે ! આ પરસ્પરાશ્રયને રવાના કરવો એ તો ચપટીનો ખેલ છે. એ પૂર્વે અમે અહીં કેવો અન્વયબોધ માનીએ છીએ ? તે સમજવા એક દૃષ્ટાંતને જરા શાંતિથી સમજી લઈએ. જેમ કે ‘સ્વર્ગામો યનેત' આ વાક્ય દ્વારા યજ્ઞમાં સ્વર્ગની કારણતાનું ભાન થતાં સ્વર્ગત્વઅવચ્છેદેન =સ્વર્ગસામાન્ય =સકલ સ્વર્ગ પ્રત્યે યજ્ઞને કારણ માનતાં દાન-તપ વગેરે દ્વારા મળનારા સ્વર્ગમાં વ્યતિરેક વ્યભિચાર આવવાથી સ્વર્ગત્વને છોડીને વિજાતીય સ્વર્ગત્વને, કે જે સ્વર્ગત્વજાતિનું વ્યાપ્ય છે અને દાનાદિજન્ય સ્વર્ગમાં રહેતું નથી, કાર્યતાવચ્છેદક બનાવી તાદેશ