________________
१४२
मुक्तिवादः
(१५) आत्महानं मुक्तिरिति चार्वाकः, तन्न, वीतरागजन्मादर्शनन्यायेन नित्यतया सिद्धस्याऽऽत्मनः सर्वथा हातुमशक्यत्वात्, आत्महानस्यानुद्देश्यत्वाच्च ।
(१६) नित्यनिरतिशयसुखाभिव्यक्तिर्मुक्तिरिति तौतातिताः । तन्नेति
કારણ એ છે કે અગ્રિમ ચિત્તના અનુત્પાદનો અર્થ છે અગ્રિમ ચિત્તનો પ્રાગભાવ. પ્રાગભાવ અનાદિ હોવાને લીધે અસાધ્ય = પુરુષપ્રયત્નનો અવિષય છે. આથી અગ્રિમચિત્તના પ્રાગભાવથી ઘટિત ઉપરોક્ત મોક્ષ પણ અસાધ્ય બની જશે. જો કોઈક પ્રકારના ચિત્તના ઉત્પાદકના અભાવ દ્વારા ચિત્તની અનુત્પત્તિ બતાવીને અગ્રિમચિત્તપ્રાગભાવમાં ક્ષેમસાધારણ સાધ્યતા અર્થાત્ પરિપાલ્યતાસ્વરૂપ સાધ્યતાની ઉપપત્તિ કરવામાં આવે તો ઉપરોક્ત દોષનું વારણ થવા છતાં પણ તેને પુરુષાર્થ નહીં માની શકાય, કારણ કે તે ચિત્તનિવૃત્તિ પુરુષપ્રવૃત્તિનું ઉદ્દેશ્ય નથી. જે પુરુષપ્રવૃત્તિનો ઉદ્દેશ્ય હોય તેમાં જ સ્વતઃ પુરુષાર્થતા આવી શકે.
આત્મહાનસ્વરૂપ મુક્તિ–ચાર્વાક (૧૫) ડાત્મ | નાસ્તિક શિરોમણિઓની માન્યતા એવી છે કે–શરીર એ જ આત્મા છે. શરીરથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. શરીરસ્વરૂપ આત્માનું અસ્તિત્વ એ જ સંસાર દશા છે. આથી શરીરસ્વરૂપ આત્માનો નાશ એ જ મુક્તિ છે.–પરંતુ નાસ્તિક ચાર્વાકનો આ મત અત્યંત અસંગત છે, કારણ કે જે જે જન્મે છે તે તે સરાગ જ હોય છે. વીતરાગનો જન્મ થતો ક્યાંય દેખાતો નથી. રાગ એ અચરાગપૂર્વક હોય છે. જેમ કે ઘરનો રાગ એ ભોગસુખના રાગપૂર્વક હોય છે. રાગ એ પૂર્વવર્તી રાગનો વ્યાપ્ય હોવાથી સરાગીના આ જન્મનો પ્રથમ રાગ પણ તેની પૂર્વે અન્ય રાગની સિદ્ધિ કરે છે. પરંતુ આ જન્મમાં તો તે રાગ પ્રથમ હોવાથી તે પૂર્વનો રાગ આ જન્મસંબંધી તો સંભવી શક્તો ન હોવાથી ગતજન્મના અંતિમ રાગને પોતાના પૂર્વવર્તીરૂપે સિદ્ધ કરશે. તેનો આશ્રય પૂર્વભવનો આત્મા બનશે, જેનું શરીર નષ્ટ થયેલ છે. આથી પૂર્વજન્મની સિદ્ધિ થશે. તથા આ જ રીતે ગતજન્મનો પ્રથમ રાગ પોતાના પૂર્વવર્તી રાગની સિદ્ધિ કરશે કે જે તેના પૂર્વજન્મનો અંતિમ રાગ હશે. આ રીતે ઉપદર્શિત વીતરાગજન્મઅદર્શન ન્યાયથી શરીરથી ભિન્ન અને નિત્ય એવો આત્મા સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય સિદ્ધ થાય છે. તેથી તેનો નાશ કોઈ પણ રીતે ઘટી નહીં શકે. તેથી આત્માના નાશસ્વરૂપ મોક્ષને માનવો અસંગત છે. બીજી વાત એ છે કે આત્મહાન અર્થાત્ પોતાનો નાશ કોઈનો ઉદ્દેશ્ય પણ નથી હોતો. પોતાનો નાશ કરવાના ઉદ્દેશથી કઈ વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે ? સર્વ જીવો જીવવાને ઇચ્છે છે. આ રીતે આત્મવિનાશ પુરુષપ્રવૃત્તિનો ઉદ્દેશ્ય જ નથી બનતો તો પછી તેને પરમપુરુષાર્થ કહેવો એ તો અતિસાહસ છે. તે વિવેકસ્વરૂપ ચક્ષુના અભાવને સૂચવે છે.
નિત્ય નિરતિશય સુખની અભિવ્યક્તિ = મુક્તિ-મીમાંસક (૧૬) નિત્ય | મીમાંસાદર્શનનો મત એવો છે કે વિષયેન્દ્રિય સંપર્કથી ઉત્પન્ન થવાવાળા સુખથી ભિન્ન સુખ પણ હોય છે કે જે નિત્ય અને નિરતિશય હોય છે. નિરતિશયનો અર્થ એવો છે કે અતિશયથી શૂન્ય, જેથી અધિક બીજું ન હોય, જે સર્વશ્રેષ્ઠ હોય. આવા સુખની અભિવ્યક્તિ