________________
न्यायालोकः
१४१
तत्र स्वरूपावस्थानस्याऽऽत्मरूपस्याऽसाध्यत्वात्, प्रकृत्यादिप्रक्रियायां प्रमाणा
भावाच्च ।
(૨૪) અગ્રિમચિત્તાનુત્યારે પૂર્વચિત્તનિવૃત્તિરિત્યયે, તપિ તુચ્છમ્, અગ્નિમचित्तानुत्पादस्य प्रागभावरूपस्यासाध्यत्वात्, चित्तनिवृत्तेरनुद्देश्यत्वाच्च ।
નામક પાંચ કર્મેન્દ્રિય, ઉભયેન્દ્રિય મન તથા આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી આ પાંચ મહાભૂત, પ્રકૃતિના આ ૨૩ વિકાર, પ્રકૃતિ અને પુરુષ–આમ કુલ ૨૫ તત્ત્વ સાંખ્યસમ્મત છે. પ્રકૃતિ અને પુરુષમાં અવિવેક થવાને લીધે પ્રકૃતિના પ્રથમ વિકાર મહત્તત્ત્વ અને પુરુષમાં અવિવેક થાય છે. સત્ત્વ, અન્તઃકરણ વગેરે શબ્દોથી પણ મહત્ત્તત્ત્વ ઓળખાય છે અને તે જ કર્તૃત્વ અને કર્તૃત્વનિમિત્તક સર્વ ધર્મોનો આશ્રય બને છે. પુરુષમાં અવિવેક હોવાને લીધે પુરુષમાં મહત્તત્ત્વના બધા ધર્મોનું ભાન =પ્રતિભાસ થાય છે. પુરુષમાં મહત્તત્ત્વના ધર્મોનો આ અવિવેકમૂલક પ્રતિભાસ એ જ પુરુષનું બંધન છે. આ બંધનના કારણે સંસારદશામાં પુરુષ પોતાના સ્વરૂપે અવસ્થિત રહેવાને બદલે મહત્ તત્ત્વના ઔપાધિકસ્વરૂપે અવસ્થિત રહે છે. પરંતુ જ્યારે પ્રકૃતિ અને પુરુષના વિવેકનું ભેદનું જ્ઞાન થશે ત્યારે તે અવિવેકની નિવૃત્તિ થશે. આથી અવિવેકમૂલક પ્રકૃતિના વિકારસ્વરૂપ ઉપાધિનો પણ લય થવાથી પુરુષ ઔપાધિકરૂપથી અલગ પડી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં અવસ્થિત ૨હે છે. પુરુષનું આ સ્વરૂપઅવસ્થાન એ જ પુરુષનો મોક્ષ છે.
પરંતુ ગ્રંથકાર શ્રીમદ્જી તેની સમાલોચના કરતાં કહે છે કે પુરુષનું સ્વરૂપાવસ્થાન આત્મસ્વરૂપ છે. અને સાંખ્યસંમત પુરુષ =આત્મા કૂટસ્થ નિત્ય છે. માટે સ્વરૂપઅવસ્થાન પણ નિત્ય થવાને લીધે અસાધ્ય = પ્રયત્નાઽવિષય બનશે. જે અસાધ્ય હોય તે પુરુષાર્થ બની શકે નહીં. તેથી સ્વરૂપઅવસ્થાનાત્મક મુક્તિ પરમપુરુષાર્થ નહીં બની શકે. બીજી વાત એ છે કે પ્રકૃતિ, મહત્ત્તત્ત્વ વગેરેના સંબંધમાં હમણાં જે પ્રક્રિયા બતાવવામાં આવી, તેમાં કોઈ પ્રમાણ નથી. આથી અપ્રામાણિક પ્રક્રિયાના આધારે બંધ અને મોક્ષની વ્યવસ્થા યુક્તિસંગત નહીં થઈ શકે.
અગ્રિમચિત્તાનુત્પાદસહિત પૂર્વચિત્તનાશ મુક્તિ-બૌદ્ધ
(૧૪) અગ્રિમ૦ । કેટલાક બૌદ્ધ વિદ્વાનોનું કહેવું એમ છે કે–અગ્રિમ ચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વ ચિત્તની નિવૃત્તિ એ જ મુક્તિ છે. કહેવાનો મતલબ એ છે કે ચિત્ત સ્વયં અસ્તિત્વરૂપે બંધન છે અને નાસ્તિત્વરૂપે મોક્ષ છે. પરંતુ અહીં એ ધ્યાન રાખવું કે સામાન્યથી ચિત્તનિવૃત્તિમાત્રને મોક્ષ માની ન શકાય, કારણ કે જ્ઞાનસ્વરૂપ ચિત્ત ક્ષણિક હોવાને લીધે પ્રત્યેક સમયે સંસારદશામાં પણ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થતી રહે છે. આથી સંસારદશામાં થનારી ચિત્તનિવૃત્તિમાત્રને મોક્ષ ન કહેતાં અગ્રિમ ચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તનિવૃત્તિ મોક્ષસ્વરૂપ છે—આમ કહેવું વધુ ન્યાયસંગત થશે. આવું માનવાથી સંસારઅવસ્થામાં મોક્ષની આપત્તિ નહિ આવે, કારણ કે સંસારી અવસ્થામાં ચિત્તનિવૃત્તિ હોવા છતાં અગ્રિમ ચિત્તની ઉત્પત્તિ ચાલુ હોવાના કારણે અગ્રિમચિત્તઅનુત્પાદવિશિષ્ટ એવી ચિત્તનિવૃત્તિ ગેરહાજરી હોય છે.
તદ્દ॰ । પરંતુ મહોપાધ્યાયજી આ મતની સમીક્ષા કરતાં કહે છે કે—આ મત તુચ્છ છે. એનું