________________
न्यायालोकः
१४५
नुभवप्रसङ्गात्, सुखमात्रस्य स्वगोचरसाक्षात्कारजनकत्वनियमात् ।
न चाऽऽत्माभिन्नतया सुखमनुभूयत एव, सुखत्वं तु तत्र नानुभूयते देहात्माभेदभ्रमवासनादोषात्, आत्यन्तिकदुःखोच्छेदरूपव्यञ्जकाभावाद्वा । यत्तु सुखानुभवसामग्र्या एव सुखत्वानुभवसामग्रीत्वमिति नोक्तोपपत्तिरिति, तत् न, सुखविशेष्यक
જયારે ગુણવાચક હોય ત્યારે પુંલિંગમાં જ આવે. પરંતુ તે અહીં નપુંસકલિંગમાં છે. તેથી ફલિત થાય છે કે આનન્દ્રપદ અહીં ગુણવાચક નથી પરંતુ ગુણિવાચક છે. અર્થાત્ બ્રહ્મ આનંદસ્વરૂપ નથી પરંતુ આનંદવાનું છે. તેથી બ્રહ્મ અને આનંદ વચ્ચે ભેદ સિદ્ધ થવાને લીધે બન્ને વચ્ચે અભેદાન્વય નહીં થઈ શકે. અમેદાન્વય કરવો હોય તો ‘કાનન્ધો થ્રહ્મ'આ રીતે આનન્દપદનો પુલિંગમાં પ્રયોગ જોઈએ.
મીમાંસક :- | ભાગ્યશાળી ! લૌકિક શાસ્ત્રોના નિયમો વૈદિક શાસ્ત્રોમાં લાગુ પડતા નથી. આ માટે પાણિનિએ પણ ‘વ્યત્યયો વેલમ્' આવું સ્વતંત્ર સૂત્ર બનાવેલ છે. તેથી આનંદશબ્દ નપુંસકલિંગવાળો હોવા છતાં તેને ગુણવાચક માની શકાય છે. આથી બ્રહ્મ અને આનંદ વચ્ચે અભેદાન્વય બોધ સુરક્ષિત રહેશે.
નૈયાયિક :- જો બ્રહ્મ અને આનંદ વચ્ચે અભેદ હોય તો ‘કાનન્દ્ર બ્રહ્મળો | તત્ત્વ મોક્ષે પ્રતિષ્ઠિત' અર્થાત્ “આનંદ એ બ્રહ્મતત્ત્વનો ધર્મ છે કે જે મોક્ષમાં પ્રતિષ્ઠિત છે.' અહીં ભેદપરક ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયેલ છે તે નહિ ઘટે. જે બે પદ વચ્ચે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ હોય છે તે બે પદના અર્થમાં જરૂર ભેદ હોય છે. જેમ “ચૈત્રનું ધન” અહીં ચૈત્ર અને ધન વચ્ચે ભેદ રહેલો છે. તે જ રીતે ‘આનંદ બ્રહ્મનો ધર્મ છે.' અહીં પણ બ્રહ્મ અને આનંદ વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. તે બે વચ્ચે અભેદ માનવામાં આવે તો ભેદબોધક ષષ્ઠી વિભક્તિ અનુપપન્ન બની જાય.
મીમાંસક - રાહો | જે બે પદ વચ્ચે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયેલો હોય તે બે પદના અર્થ વચ્ચે ભેદ જ હોય આવી કોઈ રાજાજ્ઞા નથી. જે બે પદાર્થ વચ્ચે અભેદ હોય તેના વાચક પદો વચ્ચે પણ ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ દેખાય છે. જેમ કે ‘ાદોઃ શિઅર્થાત્ “રાહુનું માથું.' રાહુ એ હકીકતમાં માથાથી કોઈ અલગ ચીજ નથી. રાહુ મસ્તકસ્વરૂપ જ છે. મસ્તકથી અભિન્ન હોવા છતાં જેમ રાહુનું માથું એવો ષષ્ઠીવિભક્તિથી ઘટિત પ્રયોગ થાય છે તેમ આનંદ અને બ્રહ્મ વચ્ચે અભેદ હોવા છતાં પણ એવો છઠ્ઠી વિભક્તિવાળો વાક્યપ્રયોગ થઈ શકે છે. છઠ્ઠી વિભક્તિનો અર્થ માત્ર સંબંધ છે, નહિ કે ભેદ સંબંધ કે અભેદ સંબંધ. આથી બ્રહ્મ અને નિત્ય આનંદ વચ્ચે અભેદ અબાધિત છે. નિત્ય અને ઉત્કૃષ્ટ એવો આનંદ મોક્ષમાં અભિવ્યક્ત થાય છે. માટે મુક્તિ એ નિત્ય નિરતિશય આનંદની અભિવ્યક્તિસ્વરૂપ છે—એવું માનવું બરોબર છે.
નિત્યસુખાભિવ્યક્તિને મુક્તિ માનવામાં વિપદા નૈયાયિક :- સુખને એકાંતે નિત્ય માનવામાં આવે અને આત્માથી એકાંતે અભિન્ન માનવામાં આવે તો સંસારઅવસ્થામાં આત્માનો અનુભવ થાય છે તે કારણસર નિત્ય સુખનો પણ