________________
न्यायालोकः
प्रवृत्तेः प्राक् कथमणीयस्यपि शमादिसम्पत्तिरिति चेत् ? कर्मविगमात् । सोऽपि कथमिति चेत् ? तथाभव्यत्वपरिपाकात् । सामग्री विना कथं तत्परिपाक इति चेत् ? स्वभावादिति दिग् । किञ्चातीतदुःखवद् वर्तमानदुःखस्यापि स्वत एव नाशादपुरुषार्थत्वम् । न च हेतूच्छेदे पुरुषव्यापारः प्रायश्चित्तवदिति वाच्यम् । तथा सति दुःखानुत्पादस्य दुःखसाधनध्वंसस्यैव वा प्रयोजनत्वप्रसङ्गात् । न च चरमदुःखध्वंसेऽन्वय-व्यतिरेकाभ्यां तत्त्वज्ञानस्य प्रतियोगिवद् हेतुत्वम्, प्रतियोगिनमुत्पाद्य तेन
હોવાના લીધે જ તથાવિધ ભવ્યત્વનો પરિપાક થાય છે. દેશ-કાળ વગેરેને સાપેક્ષ ભવ્યત્વ એટલે જ તથાભવ્યત્વ. તે તે દેશ-કાળ (ચરમાવર્ત) વગેરેનો સંપર્ક થયે છતે તથાભવ્યત્વનો પરિપાક થાય છે. તે તે દેશ-કાળ વગેરેની પ્રાપ્તિ તેવા પ્રકારના જીવસ્વભાવની અપેક્ષા રાખે છે. આ વિષયમાં વિશેષનિરૂપણ યોગબિન્દુ વગેરે ગ્રંથોમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરેએ કરેલ છે. અહીં જે કહેવાયું છે તે તો માત્ર દિશાસૂચન છે.
નૈયાયિક મતે મોક્ષપુરુષાર્થના ઉચ્છેદની આપત્તિ વિૐ | વળી, બીજી વાત એ છે કે મોક્ષને સમાનાધિકરણદુ:ખપ્રાગભાવ અસહવૃત્તિ દુઃખધ્વંસ સ્વરૂપ માનવામાં આવે તો મોક્ષપુરુષાર્થના ઉચ્છેદનું કલંક નૈયાયિકના કપાળે ચોંટશે. એનું કારણ એ છે કે જે રીતે અતીતકાલીન દુઃખ પુરુષપ્રયત્ન વિના જ નષ્ટ થયેલ છે તે જ રીતે વર્તમાનકાલીન દુઃખ પણ પુરુષપ્રયત્ન વિના જ સ્વયે નાશ પામી જશે. આ રીતે પુરુષપ્રયત્નથી સાધ્ય ન હોવાથી દુ:ખધ્વંસ સામાન્ય પુરુષાર્થ પણ નથી થઈ શકતો. તો પછી તેને મોક્ષસ્વરૂપ ચરમ પુરુષાર્થ માનવાની કલ્પના તો કઈ રીતે કરી શકાય? જો નૈયાયિક એમ કહે કે–દુઃખના ઉચ્છેદમાં પુરુષવ્યાપારની સાક્ષાત્ અપેક્ષા હોવાથી દુઃખઉચ્છેદમાં પણ દુઃખહેતુઉચ્છેદક દ્વારા પુરુષપ્રયત્નની અપેક્ષા બરાબર એ રીતે હોઈ શકે છે, જે રીતે પુરુષપ્રયત્નસાપેક્ષ પ્રાયશ્ચિત્ત દ્વારા પ્રાયશ્ચિત્તાધીન પાપનાશમાં પુરુષપ્રયત્નની અપેક્ષા હોય છે. આથી દુ:ખધ્વંસમાં પુરુષાર્થત્વની અનુપત્તિ નથી.તો આ વાત વ્યાજબી નથી. કારણ કે દુઃખધ્વસ જો દુઃખસાધન દ્વારા પુરુષપ્રયત્નસાપેક્ષ હશે તો દુઃખધ્વંસ એ પુરુષનું પ્રયોજન બની નહિ શકે. તેવું માનવામાં આવે તો દુઃખની અનુત્પત્તિ અથવા દુ:ખવિનાનો ધ્વંસ એ જ પુરુષનું પ્રયોજન બની જશે, કારણ કે પુરુષપ્રયત્નથી સાક્ષાત્ જે વસ્તુ સમ્પાદિત થાય તે જ પુરુષનું પ્રયોજન બની શકે છે.
નૈયાયિક :- ૧ ૧૦ | ભાગ્યશાળી ! ચરમ દુ:ખનો નાશ એ જ મોક્ષ છે અને તે ધ્વસ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થાય છે તથા તત્ત્વજ્ઞાન ન હોય તો ઉત્પન્ન થતો નથી. આ રીતે અન્વય-વ્યતિરેક દ્વારા સિદ્ધ થાય છે કે તત્ત્વજ્ઞાન એ ચરમ દુઃખધ્વસનું કારણ છે. જેમ ચરમ દુઃખ હોય તો ચરમ દુઃખનો નાશ થાય છે અને ચરમ દુઃખ ન હોય તો તેનો નાશ નથી થતો. આ પ્રકારના અન્વય-વ્યતિરેક દ્વારા ચરમ દુઃખધ્વંસ અને ચરમ દુઃખસ્વરૂપ પ્રતિયોગી વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય છે તેમ ઉપરોક્ત અન્વય-વ્યતિરેકથી ચરમ દુ:ખનાશ અને તત્ત્વજ્ઞાન વચ્ચે જન્યજનકભાવ નક્કી થશે. આ કાર્યકારણભાવ પ્રામાણિક હોવાથી એવું માનવું સર્વથા