________________
१३२
मुक्तिवादः
सम्पत्तेरधिकारनिश्चयस्ततश्च तदर्थप्रवृत्तौ शमादिसम्पत्तिरित्यन्योन्याश्रयाच्चेत्युक्तावपि न क्षतिः, भव्यत्वस्य शमादिसहकारित्वसम्भवात्, तस्यैवाधिकारित्वविशेषणाच्च । तन्निश्चयश्च तच्छङ्कयैव, तस्यास्तद्व्याप्यत्वादित्यध्यात्ममतपरीक्षायां प्रपञ्चितम् ।
शमादिमत्त्वेनाऽधिकारित्वेऽप्यनतिशयितशमादिना प्रवृत्त्युत्तरमतिशयितशमादिसम्पत्तेर्नान्योन्याश्रयः ।
માનવામાં આવે તો પ્રવૃત્તિમાં અન્યોન્યાશ્રય દોષ આવશે. આનું કારણ એ છે કે શમ-દમાદિ ગુણ પ્રાપ્ત થયે છતે મોક્ષની અધિકારિતાનો નિશ્ચય થાય અને મોક્ષધિકારિતાના નિશ્ચયથી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તો સમાદિ ગુણ પ્રાપ્ત થાય. અર્થાત સમાદિપ્રાપ્તિ માટે મોક્ષાધિકારિતાનો નિશ્ચય અપેક્ષિત છે અને મોક્ષાધિકારિતાના નિશ્ચય માટે સમાદિ ગુણોની પ્રાપ્તિ આવશ્યક બને છે. આથી અન્યોન્યાશ્રય દોષથી ઉપરોક્ત સમાધાન દૂષિત થશે.
મંદકોટિના સમાદિ, યોગ્ય પ્રવૃત્તિ દ્વારા વિશિષ્ટ સમાદિના પ્રાપક-સ્યાદ્વાદી
સમાધાન - વ્યિ | ભાઈ સાહેબ ! અન્યોન્યાશ્રયદોષારોપણ તમે અમારા ઉપર ન કરો, કારણ કે અમે એમ નથી કહેતાં કે શમાદિ મોક્ષસ્વરૂપયોગ્યતા નિયામક છે. અમે તો એમ કહીએ છીએ કે ‘ભવ્યત્વ એ સમાદિ ગુણોનું સહકારી સંભવી શકે છે. આવું ભવ્યત્વ જ મોક્ષાધિકારીનું વિશેષણ છે.” છતાં પણ યોગસાધનાની પ્રવૃત્તિ અટકી નહિ પડે. આનું કારણ એ છે કે ભવ્યત્વના નિશ્ચય માટે અમે સમાદિ પ્રાપ્તિને અપેક્ષિત નથી માનતા. પોતાનામાં ભવ્યત્વની શંકા જ પોતાને ભવ્યત્વનો નિશ્ચય કરાવી આપશે, કારણ કે ભવ્યત્વ શંકા જ ભવ્યત્વની વ્યાપ્ય છે. “હું ભવ્ય છું કે નહિ ?” આવો સંશય જેને થાય તે નિયમા ભવ્ય હોય છે. ભવ્યત્વવિષયક શંકા દ્વારા પોતાનામાં ભવ્યત્વનો નિશ્ચય થવાથી મુમુક્ષુ શમાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે અને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાના ફળસ્વરૂપે તે મોક્ષને પણ જરૂર પ્રાપ્ત કરશે. આ વાતનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથના રચયિતા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે અધ્યાત્મપરીક્ષા ગ્રંથમાં કરેલું છે. જો કે શમ-દમ વગેરે ગુણો હોવાના કારણે જ અપુનર્ભધત્વરૂપ યોગ્યતાનો નિશ્ચય થવાથી સમાદિગુણોથી જ મોક્ષાધિકારિતા નિયંત્રિત માનવામાં આવે છે. છતાં પણ શમાદિ ગુણ હોય તો મોક્ષાધિકારિતા અને મોક્ષાધિકારિતાના નિશ્ચયથી યોગસાધનામાં પ્રવૃત્તિ કરવા દ્વારા સમાદિની પ્રાપ્તિ આવા અન્યોન્યાશ્રય દોષને અહીં કોઈ અવકાશ રહેતો નથી. કારણ કે સામાન્ય કક્ષાના સમાદિ ગુણ દ્વારા યોગસાધનામાં પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ કક્ષાના શમ-દમ આદિ ગુણોની પ્રાપ્તિ થઈ શકે છે. અપેક્ષિતપ્રાથમિક યોગ્યતા દ્વારા પ્રવૃત્તિ કર્યા બાદ વિશિષ્ટ પ્રકારની યોગ્યતાની કાલાન્તરમાં પ્રાપ્તિ થાય છે. આવું તો પ્રાય: લૌકિક લોકોત્તર દરેક ક્ષેત્રમાં પ્રસિદ્ધ જ છે. અહીં આ શંકા કેયોગમાર્ગમાં પ્રવૃત્તિ કર્યા પૂર્વે નાનકડા પણ સમાદિ ગુણની પ્રાપ્તિ થશે કઈ ? રીતે વિના કારણે કાર્ય ઉત્પન્ન કેમ થાય ?'વ્યાજબી નથી. કારણ કે સહજમલનો હ્રાસ થવાને લીધે પ્રાથમિક કક્ષાના મંદકોટિના સમાદિ ગુણ પ્રાપ્ત થઈ શકે છે. “પરંતુ સામગ્રી વિના તો તથાભવ્યત્વનો પરિપાક પણ કઈ રીતે થશે ?' આ સવાલ અસ્થાને છે કારણ કે જીવનો તેવા પ્રકારનો સ્વભાવ