________________
१३४
मुक्तिवादः
तदुत्पादनात्, पुरुषार्थसाधनतया दुःख-तत्साधनयोरपि प्रवृत्तिदर्शनादिति वाच्यम् । चरमत्वस्याऽर्थसमाजसिद्धत्वेन कार्यतानवच्छेदकत्वात् ।
किञ्चैवमन्त्यदुःखे उपान्त्यदुःखमेव हेतुः कुतो न स्यात् ? (६) विशिष्टदुःखसाधनध्वंस एव मुक्तिरित्यपि न, प्रायश्चित्तादावपि 'दुःखं मा
યુક્તિસંગત છે કે તત્ત્વજ્ઞાન ચરમ દુઃખને ઉત્પન્ન કરીને તેના નાશનું ઉત્પાદન થાય છે, કારણ કે ચરમ દુઃખ અને તેનું જનક તત્ત્વજ્ઞાન ચરમ દુઃખધ્વસ્વરૂપ મોક્ષપુરુષાર્થનું સાધન છે. આથી તેની સિદ્ધિ = ઉત્પત્તિ કરવા માટે પુરુષની પ્રવૃત્તિ ન્યાયસંગત છે, કારણ કે જે દુઃખ અને દુઃખસાધન પુરુષાર્થનું સાધક હોય છે, તેમાં પુરુષની પ્રવૃત્તિ દેખાય છે. ધનના અર્થી પુરુષની દુઃખબહુલ ધંધાનોકરી વગેરેમાં પ્રવૃત્તિ સર્વવિદિત જ છે ને !
ચરમ દુઃખધ્વસ્વરૂપ મોક્ષ માનવામાં સમસ્યા સ્યાદ્વાદી :- વરHo | પુણ્યશાળી ! તમારી આ વાત બરાબર નથી, કારણ કે દુ:ખગત ચમત્વ એ અર્થસમાજ આધીન છે. જે દુ:ખની ઉત્પત્તિ પછી અન્ય દુઃખનું સાધન પાપ વગેરે નહીં હોય તે દુ:ખ જ અન્યદુ:ખજનક સાધનની ગેરહાજરીને લીધે ચરમ દુઃખ બની જશે. મતલબ કે દુ:ખસંપાદક સામગ્રી અલગ છે અને દુઃખગત ચમત્વની સામગ્રી અલગ છે. અનેક સામગ્રીથી પ્રયુક્ત હોવાને લીધે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનનું કાર્યતાવચ્છેદક કે નાશ્યતાવચ્છેદક નહીં બને. તેથી ચરમદુઃખની ઉત્પત્તિ દ્વારા તત્ત્વજ્ઞાનમાં ચરમદુઃખધ્વંસની કારણતાનું સમર્થન થઈ નહિ શકે. એ ઉપરાંત બીજી વાત એ છે કે અંત્ય દુઃખ પ્રત્યે ઉપન્ય દુ:ખ જ શા માટે કારણ ના બને? ઉપાજ્ય દુ:ખ દ્વારા ચરમદુઃખની ઉત્પત્તિ સંભવિત હોવાથી તત્ત્વજ્ઞાનથી ચરમ દુઃખની ઉત્પત્તિનું સમર્થન કરવું ઉચિત નથી.
મુક્તિ વિશિષ્ટદુઃખસાધનāસસ્વરૂપ નથી (૬) વિશિ૦ | અમુક વિદ્વાનોની માન્યતા એવી છે કે–વિશિષ્ટદુઃખસાધનāસ એ જ મુક્તિ છે. દુ:ખનું સાધન પાપ છે. જો કે તેનો ધ્વંસ તો દુ:ખ ભોગવવા વગેરે દ્વારા પણ સંસારમાં થાય છે જ. માટે સામાન્ય દુઃખસાધનધ્વસ એ મુક્તિ નથી, પરંતુ દુઃખપ્રાગભાવાડસહવૃત્તિત્વવિશિષ્ટ દુઃખસાધનāસ એ મોક્ષ છે. સંસારમાં રહેલા જીવો જ્યારે દુઃખ ભોગવીને પાપ ખપાવે છે ત્યારે પણ (ભવિષ્યમાં અનેક દુઃખ આવવાના હોવાથી) તે વખતનો દુઃખસાધનāસ એ દુ:ખના પ્રાગભાવનો સમાનાધિકરણ હશે. અર્થાત્ સંસારી અવસ્થામાં થનાર દુ:ખસાધનવિનાશ દુઃખપ્રાગભાવાડ હવૃત્તિત્વવિશિષ્ટ = દુઃખપ્રાગભાવસામાનાધિકરણ્યશૂન્યતાવિશિષ્ટ નહિ બની શકે. માટે તેવા દુઃખસાધનäસને મોક્ષ નહિ કહી શકાય. જે દુઃખસાધનધ્વંસ થયા પછી તે જીવને ભાવીમાં કોઈ પણ દુઃખ આવવાનું નહિ હોય તે દુઃખસાધનäસ દુઃખપ્રાગભાવાડસહવૃત્તિતાવિશિષ્ટ બનશે, કારણ કે તે જીવમાં ત્યારે દુઃખનો પ્રાગભાવ રહેતો નથી. આથી તેવા દુઃખપ્રાગભાવાસમાનાધિકરણ દુ:ખસાધનäસને મોક્ષ માનવો સંગત છે.