________________
न्यायालोकः
१२९
चैत्रदुःखादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनमिति वर्धमानप्रभृतयः । तदसत्, अप्रयोजकत्वात्, अन्यथाऽनभिमतसाध्यसिद्धरतिप्रसङ्गात् ।
છે. કોઈ પણ દુઃખ નિત્ય હોતું નથી. સર્વ દુઃખ વિનશ્વર છે. તેથી દુઃખત્વ ધર્મ ફક્ત કાર્યમાં રહે છે. તેથી જ તે દુઃખત્વ ધર્મ એવો હોવો જોઈએ કે જે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં (આત્મામાં) રહેનાર ધ્વંસના ( દુઃખધ્વસના) પ્રતિયોગીમાં રહે. પરંતુ કોઈ પણ આત્મા જ્યારે સંસારમાં હશે કે દુ:ખોથી પીડિત હશે ત્યારે તે દુ:ખત્વ ધર્મ એવો નહીં બની શકે જેના આશ્રયના દુ:ખના) ધ્વસનો ( દુઃખધ્વસનો) આધાર એ દુ:ખપ્રાગભાવનું અનધિકરણ હોય, કારણ કે દરેક આત્મામાં કોઈને કોઈ દુઃખધ્વંસ અવશ્ય રહેવાને લીધે એક પણ આત્મા સંસારી હોય તો દુઃખત્વાશ્રયના =દુ:ખના ધ્વંસનો આધાર સંસારી આત્મા બની જશે કે જે દુ:ખપ્રાગભાવનો પણ આધાર જ હશે. પરંતુ ઉપરોક્ત વ્યાપ્તિના આધારે એમ સિદ્ધ થાય છે કે દુઃખત્વ કે કેવલ કાર્યમાં રહેનાર ધર્મ હોવાને લીધે અવશ્ય એવો હોવો જોઈએ કે જેના આધારના ધ્વંસનો ( દુ:ખધ્વસનો) આધાર એવો આત્મા દુઃખપ્રાગભાવનું અનધિકરણ જ હોય. આવું ત્યારે જ સંભવી શકે જ્યારે સર્વ આત્માઓનો મોક્ષ થઈ ગયો હોય. બાકી તો દુ:ખત્વાશ્રય પ્રતિયોગિક ધ્વસાશ્રય એ દુ:ખપ્રાગભાવનો આશ્રય જ બની જાય. આથી ઉપરોક્ત અનુમાનના બળથી સર્વ જીવાત્માઓની મુક્તિ સિદ્ધ થઈ જશે. આ રીતે સર્વજીવમુક્તિ સિદ્ધ થવાને લીધે ચૈત્રીયદુઃખત્વ, મૈત્રીયદુઃખત્વ વગેરેને પક્ષ બનાવવાથી ચૈત્ર, મૈત્ર વગેરે જીવાત્માઓની મુક્તિ પણ સિદ્ધ થઈ જશે. અહીં અનુમાનપ્રયોગ આ રીતે કરી શકાય કે–ચૈત્રીયદુઃખત્વ કે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં રહે છે, કારણ કે તે ફક્ત કાર્યમાં રહેનાર ધર્મ છે. ચૈત્રીયદુ:ખ ક્ષણિક હોવાથી ચૈત્રીયદુ:ખત્વ કાર્યમાત્રવૃત્તિધર્મવસ્વરૂપ હેતુ તો નિર્વિવાદસિદ્ધ છે. એથી ચૈત્રીયદુ:ખત્વ એ એવું સિદ્ધ થશે કે જે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં રહેશે. ચૈત્રીયદુઃખત્વ તો એવો ધર્મ છે કે જે ચૈત્રીયદુ:ખમાં જ રહે. તથા ચૈત્રીયદુ:ખધ્વંસ તો ચૈત્રમાં જ રહી શકે છે. આથી જો ચૈત્રાત્માને દુ:ખપ્રાગભાવનો અનાધાર માનવામાં આવે તો જ ચૈત્રીયદુ:ખત્વ જ રહે. તથા ચેત્રીયદુઃખધ્વંસ તો ચૈત્રમાં જ રહી શકે છે. આથી જો ચત્રાત્માને દુઃખપ્રાગભાવનો અનાધાર માનવામાં આવે તો જ ચૈત્રીયદુઃખત્વ એ દુ:ખપ્રાગભાવ અનધિકરણમાં રહેનાર ધ્વસના (=ચૈત્રીયદુ:ખધ્વસના) પ્રતિયોગીમાં રહે છે–એવું સિદ્ધ થઈ શકે. આના ફલિતાર્થસ્વરૂપે ચૈત્રીયદુ:ખત્વના આશ્રયના ચૈત્રીયદુ:ખના આધારમાં કચૈત્રાઆત્મામાં દુ:ખપ્રાગભાવની અનધિકરણતા સિદ્ધ થશે. અર્થાતુ ચૈત્ર આત્મા એવો સિદ્ધ થશે કે જેને ફરી કયારેય દુ:ખ ભોગવવું નહિ પડે. એટલે કે ચૈત્ર આત્માની મુક્તિ થઈ એમ સિદ્ધ થશે, કારણ કે જે સંસારમાં રહે તેને ક્યારેક તો દુઃખ આવવાનું જ છે. આ રીતે મૈત્ર આત્મા વગેરેની પણ મુક્તિ સિદ્ધ થઈ જશે. (ઉપરોક્ત સર્વમુક્તિસાધક અનુમાનમાં પક્ષ, સાધ્ય વગેરેના જે વિશેષણો વર્ધમાન ઉપાધ્યાયે ગ્રહણ કરેલા છે, તેનું પ્રયોજન અર્થવિશ્લેષણ વગેરે મેં ન્યાખન્દ્રતીમાં બતાવેલ છે. જિજ્ઞાસુ તે ઉપર દૃષ્ટિપાત કરી શકે છે. ચીયાતો પ્રકા. દિવ્યદર્શન કાર્યાલય)