________________
१३०
मुक्तिवादः
___ (४) यत्तु योग्यत्वशङ्कया प्रवृत्त्यनुपपत्तिः । न च शमदमभोगानभिष्वङ्गादिना मुमुक्षुचिह्नन श्रुत्युदितेन तच्छङ्कानिवृत्तिः, संसारित्वेनैव मोक्षं प्रति स्वरूपयोग्यत्वात् शमादावपि संसारित्वेनैव हेतुत्वाच्चेति, तन्न, संसारित्वस्य नित्यज्ञानादिमद्भिन्नात्मत्व
વર્ધમાનમત અપ્રયોજકતાદોષગ્રસ્ત તત્ત્વ | મહોપાધ્યાયજી જણાવે છે કે ઉપરોક્ત વર્ધમાનમત સંગત નથી. આનું કારણ એ છે કે “કાર્યમાત્રાવૃત્તિધર્મ– ભલે દુઃખત્વમાં કે ચૈત્રીયદુઃખત્વમાં રહેલો હોય છતાં દુ:ખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ ના હોય તો શું વાંધો?' આવી
જ્યારે વ્યભિચારવિષયક શંકા કરવામાં આવે ત્યારે કોઈ વિપક્ષબાધક તર્ક વર્ધમાન ઉપાધ્યાય દ્વારા બતાવી શકાતો નથી. જ્યાં સુધી વ્યભિચારશંકાનિવર્તક કોઈ તર્ક ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વિવક્ષિત હેતુ દ્વારા અભીષ્ટ સાધ્યની સિદ્ધિ અસંભવ છે. વ્યભિચારશંકાનિવર્તકર્તરાહિત્ય અર્થાત્ અપ્રયોજકત્વ હોવા છતાં સાધ્યની સિદ્ધિ કરવામાં આવે તો કાલાન્યવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વને પણ સાધ્ય બનાવી શકાશે. આ રીતે કરવામાં તો વિવક્ષિત સાધ્યથી ભિન્ન વસ્તુ સિદ્ધ થવાને લીધે
અતિપ્રસંગ આવશે. અર્થાત્ સર્વમુક્તિ સિદ્ધ થઈ નહીં શકે. સર્વમુક્તિ જ્યાં સુધી અન્ય પ્રમાણથી સિદ્ધ થઈ ન શકે અથવા સર્વમુક્તિના અસ્વીકારપક્ષમાં કોઈ દોષ બતાવવામાં ન આવે ત્યાં સુધી વર્ધમાન ઉપાધ્યાયનું અનુમાન નિપ્રાણ બની રહેશે.
સંસારિત્વેન મોક્ષકારણતા : નિયાયિક (૪) પૂર્વપક્ષ :- યgo | સર્વ જીવોની મુક્તિ થવાની ન હોય અને અમુક જીવો કાયમ સંસારમાં જ રહેવાના હોય-એવું માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે અમુક જીવો મોક્ષ માટે યોગ્ય છે અને તે સિવાયના સર્વ જીવો મોક્ષ માટે અયોગ્ય છે. પરંતુ આવું માનવામાં આપત્તિ એ આવે છે કે જે જીવને હું મોક્ષઅયોગ્ય તો નહિ હોઉં ને?' આવી શંકા પડશે તે પ્રાજ્ઞ જીવ ક્યારેય પણ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ નહીં કરે. ‘તપ-ત્યાગ-ઇન્દ્રિયદમન કર્યા પછી પણ જો મોક્ષ થવાનો ન હોય તો તેવી ઉગ્ર સાધનાનો મતલબ શું ?'આવો વિચાર મુમુક્ષુને સંન્યાસપ્રાપ્તિમાં અવરોધ ઊભો કરશે.
શંકા :- ૧ ૨ શo | જે મુમુક્ષુને હું મોક્ષ માટે અયોગ્ય તો નહીં હોઉં ને ?” આવો સંશય હશે તે સંશય ભલે મોક્ષસાધનામાં અવરોધ ઊભો કરે. પણ તેની નિવૃત્તિનો ઉપાય પણ શાસ્ત્રોમાં બતાવેલ છે. શમ, દમ, ભોગમાં અનાસક્તિ વગેરે મુમુક્ષુના તાત્વિક ચિહ્નો શ્રુતિમાં બતાવેલ છે, આવા ચિહ્નો જે વ્યક્તિમાં દેખાય તે મોક્ષ માટે યોગ્ય કહેવાય. શમ, દમ, વગેરે લિંગ દ્વારા સ્વવિષયક અયોગ્યત્વશંકા દૂર કરી શકાય છે. માટે સર્વ જીવોની મુક્તિ માન્ય ન કરવામાં આવે તો પણ મુક્તિસાધનાની અનુપપત્તિને અવકાશ જ ક્યાં છે ?
સમાધાન :- સંસઠ | અમુક જીવોને મોક્ષ માટે યોગ્ય માનવા અને એ સિવાયના બધા જીવોને મોક્ષ માટે અયોગ્ય માનવા આવો પક્ષપાત શા માટે ? આવી સંકુચિત વૃત્તિ છોડીને સર્વ સંસારી જીવોને મોક્ષ માટે સ્વરૂપયોગ્ય માનવા યુક્ત છે. સંસારીપણું એ જ મોક્ષ માટેની