________________
न्यायालोकः
१२७
प्रमाणञ्चात्र दुःखसन्ततिरत्यन्तमुच्छिद्यते सन्ततित्वात्, प्रदीपसन्ततिवदिति प्राञ्चः । तदसत्, सन्ततिः खल्वेकजातीयमनेकं वस्तु । तत्रैकजातीयत्वं यदि सत्त्वादिना तदा मनसा व्यभिचारात् ।
यदि च गुणत्व-दुःखत्वादिना, तदा दृष्टान्ते साधनवैकल्यप्रसङ्गात् ।
નૈયાયિકસંમત મોક્ષની સમીક્ષા સમય / નૈયાયિક વગેરે વિદ્વાનોનો મત એવો છે કે–જે દુઃખધ્વંસ પોતાના સમાનાધિકરણ દુ:ખપ્રાગભાવનો અસહવર્તી અસમાનકાલિક હોય તે દુઃખધ્વંસ જ મોક્ષપદાર્થ છે. મોક્ષપદાર્થની આવી પરિભાષા અનુસાર જે દુ:ખવિનાશ અંતિમ હશે તે જ મોક્ષ બની શકશે, કારણ કે તે ચરમદુઃખધ્વસના અધિકરણીભૂત આત્મામાં ત્યાર પછી અન્ય દુઃખ ઉત્પન્ન નહીં થાય. સ્પષ્ટ જ છે કે અન્ય દુઃખનિવૃત્તિ જ એવી હશે જે સ્વસમાનાધિકરણ પૂર્વવર્તી દુઃખપ્રાગભાવની સમાનાધિકરણ નહિ હોય. જે દુ:ખધ્વંસ ચરમ નહિ હોય, તેની ઉત્પત્તિ બાદ તેના અધિકરણ આત્મામાં અન્ય દુઃખધ્વંસ ઉત્પન્ન થશે. આથી અચરમ દુઃખધ્વંસ સ્વસમાનાધિકરણ દુઃખપ્રાગભાવનું સહવર્તી =સમકાલીન જ હશે, કારણ કે અચરમ દુઃખનિવૃત્તિની ઉત્પત્તિ બાદ દુઃખધ્વસની ઉત્પત્તિ માટે દુ:ખની ઉત્પત્તિ આવશ્યક છે. દુઃખની ઉત્પત્તિ વિના તો દુઃખધ્વસની ઉત્પત્તિ પણ અશક્ય જ છે. અન્ય દુઃખની ઉત્પત્તિ ત્યારે જ સંભવી શકે, જો દુઃખધ્વંસના સમયે તેના અધિકરણ બનેલા આત્મામાં દુઃખપ્રાગભાવ રહેલો હોય. દુઃખપ્રાગભાવ એ દુઃખનો જનક છે. આ તો પ્રસિદ્ધ પ્રાથમિક તૈયાયિકસિદ્ધાન્ત છે. પ્રદર્શિત મુક્તિપદાર્થની સિદ્ધિ અનુમાન પ્રમાણથી થઈ શકે છે. આ રહ્યું તે અનુમાન પ્રમાણ-દુઃખસંતતિ અત્યંત ઉચ્છેદ પામે છે, કારણ કે તે સંતતિ છે. જે જે સંતતિ હોય છે તે તે અવશ્ય અત્યંત ઉચ્છેદ = વિનાશ પામે છે, જેમ કે પ્રદીપસંતતિ. દુઃખસંતતિ પણ સંતતિ હોવાના કારણે અવશ્ય ક્યારેક તો અત્યંત નષ્ટ = નાશપ્રતિયોગી બનશે. એમ સિદ્ધ થાય છે. આ પ્રાચીન નૈયાયિકોનો મત છે.
તત્ત્વ | પરંતુ શ્રીમદ્ મહોપાધ્યાયજી મહારાજ પ્રાચીન નૈયાયિકોનું ખંડન કરતા કહે છે કે–અત્યંતદુઃખધ્વસસાધક અનુમાન પ્રમાણમાં હેતુરૂપે જે સત્તતિત્વનું પ્રતિપાદન કરાયેલ છે તેનો આશ્રય સંતતિપદાર્થ એકજાતીય અનેક વસ્તુ સ્વરૂપ છે. કેવલ અનેક વસ્તુને સંતતિ કહેવામાં આવે તો ઘટ, પટ, મઠ, જલ, અગ્નિ વગેરે અનેક વિજાતીય વસ્તુઓમાં સંતતિત્વ માનવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે સંતતિપદાર્થના શરીરમાં એકજાતીયત=સજાતીયત્વનો નિવેશ આવશ્યક છે. પરંતુ અહીં એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે “એકજાતીયત્વ=એકજાતિમત્ત્વ કઈ જાતિની અપેક્ષાએ માન્ય કરવું?' સત્ત્વ, દ્રવ્યત્વ આદિ જાતિની અપેક્ષાએ એકજાતીયત્વની વિવક્ષા કરવામાં આવે તો સંતતિત્વપદનો અર્થ એવો ફલિત થશે કે સત્ત્વ આદિ જાતિ આશ્રયીભૂત અનેકવસ્તુત્વ, અર્થાત્ સત્ત્વ, દ્રવ્યત્વ આદિ જાતિનો આશ્રય હોતે છતે અનેક વસ્તુત્વ હોવું તે જ સંતતિત્વની હયાતિ. આવા સંતતિત્વને હેતુસ્વરૂપે માન્ય કરવામાં આવે તો ઉપરોક્ત અનુમાનમાં દર્શિત હેતુ, મન આદિ નિત્ય દ્રવ્યમાં વ્યભિચાર દોષથી દૂષિત થશે. આનું કારણ એ છે કે મન