________________
१२६
मुक्तिवादः
(२) इह खलु सकलदुःखजिहासया परमानन्दसम्पत्तये च मुक्त्युपायेषु प्रवर्त्तमाना दृश्यन्ते मुनयः । तत्र केयं मुक्तिः ? समानाधिकरणदुःखप्रागभावाऽसहवृत्तिदुःखध्वंस इति नैयायिकादयः ।
અભિધેયાત્મક એક અનુબંધનું જ પ્રતિપાદન કર્યું છે છતાં તક્ષ્મણે તત્સનાતીયોf Jદ્યતે ન્યાયથી અનુબંધસજાતીય સંબંધ, અધિકારી અને પ્રયોજનનું પણ અર્થતઃ પ્રતિપાદન થઈ ગયું–આવું સમજાય છે. આ રીતે અનુબંધ ચતુટ્યનું જ્ઞાન થવાથી અધિકૃત વ્યક્તિની પ્રસ્તુત ગ્રન્થમાં પ્રવૃત્તિ સુકર બને છે.
મંગલ શ્લોકના ચતુર્થ પાદમાં ‘ધીમાન ચાવિશાર:' આ રીતે ગ્રંથકારે પોતાનો વિશિષ્ટ ઉલ્લેખ કરેલો છે. સેંકડો ગ્રંથના રચયિતા શ્રીમદ્ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાના બુદ્ધિવૈભવની તો શું વાત કરવી ? કાશીમાં ૭૦૦ વિદ્યાર્થીઓને ભણાવતા ભટ્ટારકજી પાસે જ્યારે ગ્રંથકાર શ્રીમદ્જી અધ્યયનમાં મગ્ન હતા, તે સમયે કાશીમાં એક મહાવાદી સંન્યાસીએ વાદ માટે કાશીના વિદ્વાનોને આહ્વાન આપ્યું. વાદમાં ધુરંધર પંડિતો પણ જયારે હારી ગયા ત્યારે ભટ્ટારકની નજર પ્રસ્તુત ગ્રંથકાર શ્રીમદ્જી ઉપર સ્થિર થઈ. શ્રીમદ્ જયવિજયજી મહારાજે જંગી માનવમેદની વચ્ચે પંડિતોની વાદસભામાં ગુરુકૃપાના અચિંત્ય પ્રભાવથી સ્યાદ્વાદયુક્તિ દ્વારા એ મહાવાદી સંન્યાસીને હરાવ્યો. અનેકાંતદર્શનની જયપતાકાને કાશીના વિશાલ ગગનાંગણમાં લહેરાવનાર શ્રીમદ્ જનવિજયજી મહારાજને અત્યંત સન્માનપૂર્વક કાશીના વિદ્વાનોએ ‘ન્યાયવિશારદ' બિરુદથી વિભૂષિત કર્યા. આ અતિમહત્ત્વપૂર્ણ સત્ય ઘટનાનું દિગ્દર્શન પોતાના વિશિષ્ટ ઉલ્લેખ દ્વારા શ્રીમદ્જીએ અહીં કરેલ છે. પ્રતિમાશતક ગ્રન્થના અને ન્યાયખંડખાદ્ય ગ્રન્થના છેડે આ સાત્ત્વિક સત્ય ઘટનાને શ્રીમદ્જીએ આ રીતે આલેખેલ છે કે “પૂર્વ ચાવિશારદુત્વવિન્દ્ર જાણ્યાં પ્રત્ત વૃધ:.ધન્ય છે મહામહોપાધ્યાયજીની પ્રકૃષ્ટ પ્રતિભા અને ગરવી ગુરુભક્તિને.
(૨) રૂ૮૦ | વાસ્તવમાં આ જગતમાં સર્વ દુ:ખની નિવૃત્તિની ઇચ્છાથી અને પરમાનન્દસ્વરૂપ આત્મવૈભવની પ્રાપ્તિના ઉદ્દેશથી મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરનારા પરમર્ષિઓ દેખાય છે. કેવલ દુઃખની નિવૃત્તિ કે ફક્ત સુખની પ્રાપ્તિ પ્રાજ્ઞ પુરુષોને કામ્ય હોતી નથી. કારણ કે એ બેમાંથી એકની પ્રાપ્તિ ન થાય તો અન્યની પ્રાપ્તિ અત્યન્ત ફલવાનું બનતી નથી. કોઈ બુદ્ધિમાન મૂર્છા, બેહોશી વગેરેનો પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતો નથી. તેથી સિદ્ધ થાય છે કે કેવલ દુ:ખાભાવ કામ્ય નથી. તેમજ સ્વાદિષ્ટ મધુર ગુલાબજાંબુ ખાતી વખતે તેમાંથી કોઈ કાંકરી નીકળે તો ગુલાબજાંબુના રસાસ્વાદની મજા મરી જાય છે. તેથી તેનું સુખ પણ કામ્ય નથી હોતું કે જે દુ:ખથી મિશ્રિત હોય–આ પણ સિદ્ધ થાય છે. આથી પરમર્ષિઓની પ્રવૃત્તિની ઉદ્દેશ્ય કોટિમાં સકલદુઃખનિવૃત્તિ અને પરમાનંદપ્રાપ્તિ બન્નેનો સમાવેશ અનિવાર્ય છે. દ્વિવિધ ઉદ્દેશ્યવાળી પરમર્ષિઓની મુક્તિઉપાયવિષયક પ્રવૃત્તિના ઘટકસ્વરૂપે અભિમત મુક્તિપદાર્થ શું છે ? આ પ્રશ્ન પર અહીં મીમાંસા થઈ રહી છે.