________________
मुक्तिवादः
९५
प्रयोजनज्ञानापेक्षा, तेन विनोपाये चिकीर्षाविरहात्, न तु द्वेषयोनियत्ने अनिष्टसाधनताज्ञानादहिकण्टकादौ द्वेष्ये द्वेषात् तन्नाशानुकूलो यत्न उत्पद्यते, अयमेव हि द्वेषस्वभावो यत्प्रतिबन्धकं विना स्वविषयनाशानुकूलं यत्नमुत्पादयति, अन्यथा प्रयत्नद्वैविध्यानुत्पपत्तेः । अत एव फलं विनैवोत्कटक्रोधान्धानां आत्मघाते प्रवृत्तिरिति चेत् । न । प्रयोजनमनुद्दिश्य द्वेषमात्रात् दुःखैकफलके प्रेक्षावतां प्रयत्नानुत्पादात् क्रोधान्धानामपि तात्कालिकः फलाभिमानोऽस्त्येव उत्कटरागान्धानामिव परदारादावपि प्रवृत्ताविति ।
(८) तन्न । दुःखं मे मा भूदित्युद्दिश्य प्रायश्चित्तादौ प्रवृत्तेर्दुःखानुत्पादस्यैव प्रयोजनत्वात् । न च प्रागभावस्यासाध्यत्वम्, दुःखसाधनविघटनद्वारा तस्यापि कृतिसाध्यत्वात् । दुःखसाधनसमवधानदशायां कृतौ सत्यां दुःखसाधननाशे
સિદ્ધ છે.
પ્રશ્ન :–દુઃખથી દ્વેષ થવાથી તેના નાશના વિષયમાં ઇચ્છા થાય છે, તે પ્રકારે દુઃખના સાધનથી દ્વેષ થવાથી તેના અભાવના વિષયમાં ઇચ્છા થાય છે અને આ ઇચ્છાને કારણે તેના કારણમાં પ્રવૃત્તિ થાય છે.
ઉત્તર –આ કથન પણ સ્વીકાર્ય નથી. કારણ કે જે સાધનમાં પ્રવૃત્તિ થાય છે, તે જ તેનું પ્રયોજન થાય છે. આ પ્રકારે દુ:ખ સાધનનો નાશ જ તેનું પ્રયોજન અથવા ઉદ્દેશ્ય થાય છે.
પ્રશ્ન :-ચિકીષ જેનું કારણ છે એવા પ્રયત્નને માટે પ્રયોજન જ્ઞાનની અપેક્ષા થાય છે. કારણ કે તેના વગર ઉપાયના વિષયમાં ચિકીર્ષા અર્થાતુ કરવાની ઇચ્છા થતી નથી. દ્વેષ જેનું કારણ છે, એવા પ્રયત્નને માટે ઇચ્છા ઉત્પન્ન થતી નથી. “આ મારા અનિષ્ટ (કષ્ટ)નું સાધન છે,” એવું જ્ઞાન થવાથી સર્પ અને કાંટાઓ વગેરે જે દ્વેષ યોગ્ય છે, તેના વિષયમાં દ્વેષ ઉત્પન્ન થવાથી તેના વિનાશને અનુકૂળ પ્રયત્ન થાય છે. કારણ કે દ્વેષનો આ જ સ્વભાવ છે કે તે પ્રતિબંધક વગર પોતાના વિષયમાં નાશને માટે અનુકૂળ પ્રયત્નને ઉત્પન્ન કરે છે. નહીંતર બે પ્રકારનાં પ્રયત્ન સિદ્ધ નહીં થાય. તેથી ફળ વગર જ અતિક્રોધિત લોકની આત્મહત્યામાં પ્રવૃત્તિ થાય છે.
ઉત્તર :–આ વાત યોગ્ય નથી. કારણ કે પ્રયોજનના ઉદ્દેશ્ય વગર દ્વેષમાત્રથી પ્રયત્ન ઉત્પન્ન નથી થતો. ક્રોધાન્ય લોકોમાં પણ તે સમયે ફલાભિમાન રહેલું જ છે. જેમ ઉત્કટ વાસનાન્ય લોકોની પરસ્ત્રીના વિષયમાં પ્રવૃત્તિ થાય છે.
(૮) અચે તુ કારનો આ મત યોગ્ય નથી. કારણ કે ““મને દુઃખ ન થાય.” આ ઉદ્દેશ્યથી પ્રાયશ્ચિતાદિમાં લોકોની પ્રવૃત્તિ થાય છે, કારણ કે દુઃખની ભવિષ્યની અનુત્પત્તિ જ તેનું પ્રયોજન થાય છે.
પ્રશ્ન :-પ્રાગભાવ અસાધ્ય છે. ઉત્તર :–આ વાત યોગ્ય નથી, દુ:ખસાધનના વિઘટનના દ્વારા તે પણ મનુષ્યના પ્રયત્નથી