________________
९२
मुक्तिवादः
मैवम्। दुःखान्तरध्वंसस्यायत्नसाध्यत्वेऽपि तादृशदुः खध्वंसस्य मिथ्याज्ञानोच्छेदद्वारा पुरुषप्रयत्नाधीनतत्त्वज्ञानसाध्यत्वात् । तथाहि तत्त्वज्ञानात्सवासनमिथ्याज्ञानाभावे दोषानुत्पत्तौ प्रवृत्त्यभावेऽदृष्टानुत्पत्तौ जन्माभावे तादृशदुःखध्वंसो भवति ।
(३) अथ चरमदुःखे उत्पन्ने तद्ध्वंसस्तज्ज्ञानादेव भविष्यति, तदनुत्पादे च तत्त्वज्ञानादपि न स्यादिति चेत् । न । प्रतियोगिवत्तत्त्वज्ञानस्यापि तद्धेतुत्वात्तुल्यवदुभयोरपि कारणत्वात् तेन विना तदनुत्पत्तेः । अत एव शुकस्य तत्त्वज्ञानमुत्पन्नमिति तस्य तद्ध्वंस उत्पन्नो नास्मदादीनाम् ।
(४) ( शं) तत्र दुःखं नोत्पन्नमस्ति तेन स ध्वंसो नास्मदादीनामिति चेत्, अनादौ संसारे तत्कुतो नोत्पन्नम् ? (प्र.) स्वकारणाभावादिति चेत्, न, अन्वयव्यतिरेकानुविधायिनस्तत्त्वज्ञानादन्यस्यान्विष्यमाणस्याभावात् । मुक्तौ स ध्वंसोऽस्त्येव तस्मिन् सति मुक्तिरस्त्येवेति स मुक्त्युत्पादकोत्पाद्य इति सर्वाभ्युपगतं, मुक्तिः सा अन्या
વા ।
ઉત્તર :–બીજાં દુઃખોનો ધ્વંસ પ્રયત્ન વિના થવા છતાં પણ પૂર્વોક્ત દુઃખધ્વંસ મિથ્યાજ્ઞાનનાં નાશ દ્વારા પુરુષ પ્રયત્નથી થવાવાળા તત્વજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જેમ કે વાસના સહિત મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી દોષોની ઉત્પત્તિ ન થવાથી પ્રવૃત્તિનો પણ અભાવ થાય છે, અને પ્રવૃત્તિનો અભાવ થવાથી અદૃષ્ટ (પુણ્ય-પાપ)ની ઉત્પત્તિ ન થવાથી જન્મનો અભાવ થાય છે તથા જન્મ ન થવાથી તે પ્રકારે દુઃખનો વિનાશ થાય છે.
(૩) પ્રશ્ન :–હવે ચરમદુઃખના ઉત્પન્ન થવા પર તેનો વિનાશ તે દુઃખના અનુભવથી જ થશે, અને જો ચરમદુઃખ ઉત્પન્ન નહીં થાય તો તેનો વિનાશ તત્ત્વજ્ઞાનથી પણ નહીં થાય.
ઉત્તર :–આ કથન ઉચિત નથી. ધ્વંસમાં જે રીતે તેનો પ્રતિયોગી (દુઃખ) કારણ થાય છે તે જ રીતે તત્વજ્ઞાન પણ તેનું કારણ છે. તુલ્ય સ્થિતિ થવાથી બન્ને પણ (પ્રતિયોગી (દુઃખ) અને તત્ત્વજ્ઞાન) કારણ છે, તેના વગર તેની ઉત્પત્તિ થતી નથી. તેથી શુકદેવ મુનિને તત્ત્વજ્ઞાન થયું તો તેમના (દુઃખનો) ધ્વંસ પણ ઉત્પન્ન થયો. આપણને તત્ત્વજ્ઞાન ન થવાથી ચરમ દુ:ખનો ધ્વંસ પણ ઉત્પન્ન થતો નથી.
(૪) પ્રશ્ન :—ત્યાં દુઃખ ઉત્પન્ન નથી થયું, તેથી તે દુઃખધ્વંસ પણ આપણામાં નથી.
ઉત્તર :–પરંતુ અનાદિ સંસારમાં તે કેમ ઉત્પન્ન ન થયું ?
પ્રશ્ન :–જો એમ કહીએ કે-તેનું કારણ ન હોવાથી તે ઉત્પન્ન નથી થયું.
ઉત્તર ઃ—તો આ વાત યોગ્ય નથી. કારણ કે જેની સાથે અન્વય અને વ્યતિરેક છે એવા તત્વજ્ઞાનથી ભિન્ન અન્ય કારણ શોધવા છતાં જણાતું નથી. મુક્તિની અવસ્થામાં ઉક્ત દુ:ખધ્વંસ છે અને તેના રહેવાથી મુક્તિ પણ છે. તે મુક્તિના ઉત્પાદકથી ઉત્પાદ્ય છે. (દુઃખધ્વંસ-મુક્તિના ઉત્પાદક તત્ત્વજ્ઞાનથી ઉત્પાદ્ય છે.) આ બધાં માને છે. તે જ મુક્તિ છે અથવા મુક્તિ તેનાથી ભિન્ન છે.