________________
श्री गङ्गेशोपाध्यायकृतः तत्त्वचिन्तामणिगतः
मुक्तिवादः
(१) परमप्रयोजनं ज्ञानस्यापवर्गः 'आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्त्तव्य" इति श्रुतेः, स च समानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसः । ननु नासौ पुरुषार्थः अतीतदुःखध्वंसस्य सिद्धत्वाद्, अनागतदुःखस्य ध्वंसयितुमशक्यत्वात्, वर्त्तमानस्य पुरुषप्रयत्नं विनैव विरोधिगुणनाश्यत्वात्, अतीतदुःखवद्, हेतूच्छेदे पुरुषव्यापारः प्रायश्चित्तवदिति चेत् । न । तत्किं हेतूच्छेदस्य सुखदुःखाभावेतरत्वेन स्वतोऽपुरुषार्थत्वादनागतानुत्पादमुद्दिश्य क्रियमाणत्वाच्च । यथा तत्र दुःखानुत्पादः पुरुषार्थस्तथेहापीति विवक्षितम् ।
44
(२) अथानुत्पादस्य प्रागभावत्वेनासाध्यत्वात् फलान्तरस्याभावाच्चानन्यगतिकतया कण्टकनाशवत् दुःखसाधननाश एव स्वतः पुरुषार्थस्तथेहापीति वा उभयथापि दुःखध्वंसस्यापुरुषार्थत्वमेव । न च तयोरपि पुरुषार्थत्वमिति
।
(૧) જ્ઞાનનો સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય મોક્ષ છે. ‘‘અરે ! આત્માના વિષયમાં સાંભળવું જોઈએ, આત્માનું મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ તથા સાક્ષાત્કાર કરવો જોઈએ.” આ શ્રુતિ અર્થાત્ વેદવાક્ય હોવાથી (જ્ઞાનનું સર્વશ્રેષ્ઠ પ્રયોજન મોક્ષ છે.) તે; તે જ આશ્રયમાં થવાવાળા દુ:ખના પ્રાગભાવની સાથે ન રહેવાવાળો દુઃખÜસ છે.
પ્રશ્ન :–આ દુઃખÜસ પુરુષાર્થ (પુરુષની ઇચ્છાનો વિષય) નથી. કારણ કે અતીત દુઃખનો નાશ પ્રાપ્ત છે અને ભવિષ્યકાલીન દુઃખનો નાશ કરવો સંભવ નથી. જ્યારે વર્તમાન દુઃખ પુરુષના પ્રયત્ન વિના વિરોધી ગુણથી નષ્ટ થઈ જાય છે. જેમ અતીત દુઃખમાં કારણના વિનાશમાં પુરુષનો વ્યાપાર પ્રાયશ્ચિતની જેમ કારણ હોય છે.
ઉત્તર ઃ–આ કથન યોગ્ય નથી, કારણ કે દુઃખના કારણનો વિનાશ સુખ કે દુઃખનો અભાવ ન હોવાથી સ્વયં પુરુષાર્થ નથી. અને તે (પ્રાયશ્ચિત) ભવિષ્યકાલીન દુઃખની અનુત્પત્તિને ઉદ્દેશીને કરવામાં આવે છે. જેમ ત્યાં (પ્રાયશ્ચિત સ્થળમાં) દુઃખની અનુત્પત્તિ પુરુષાર્થ છે તેમ જ અહીંયા પણ ભવિષ્યકાલીન દુઃખની અનુત્પત્તિ જ પુરુષાર્થ તરીકે કથનીય છે.
(૨) પ્રશ્ન :–અનુત્પત્તિ પ્રાગભાવ હોવાથી પ્રયત્ન સાધ્ય નથી અને બીજું કોઈ ફળ ન હોવાથી, બીજી કોઈ ગતિ ન હોવાથી કાંટાઓના નાશની જેમ દુઃખસાધનનો વિનાશ જ સ્વયં પુરુષાર્થ થાય છે. તે પ્રકારે અહીંયા પણ તે પુરુષાર્થ છે. બન્ને પ્રકારોથી પણ દુઃખનો નાશ પુરુષાર્થ નથી. ઉક્ત બન્ને પણ પુરુષાર્થ નથી, તે આગળ કહેવામાં આવશે.