________________
मुक्तिवादः
मिति व्रीहिभिर्यजेतेत्यतो व्रीहिकरणस्यैव यवैरित्यतश्च यवकरणकस्यैव ततो व्रीह्यकरणकत्वरूपविशेषस्यापि फलोपयोगित्वं प्रतीयत इति उभयोरशास्त्रार्थता ।
(४६) प्रकृते च प्रकरणभेदात् विधिप्रवृत्तेः पौर्वापर्यानियमेन मोक्षस्य किं साधनमित्येतावन्मात्राकाङ्क्षयैव साधनत्वेनैव गङ्गामरणकाशीमरणादीनां विधानादितरासाहित्यविशिष्टानामेव तेषां मोक्षसाधनतयाऽप्रतीतेः काशीमरणगङ्गाપ્રતીત થાય છે. તેનાથી વ્રીહ્યકરણકત્વ રૂપ વિશેષણ પણ ફલોપયોગી છે તેવું પ્રતીત થાય છે. તેથી ઉભયની ફલોપયોગિતા શાસ્ત્રનો અર્થ નથી.
(૪૬) શબ્દાર્થ –પ્રકૃતમાં તો પ્રકરણનો ભેદ થઈને વિધિની પ્રવૃત્તિ થાય છે. તેથી પૂર્વાપરભાવ નથી. માટે “મોક્ષનું સાધન શું છે ? આટલી જ આકાંક્ષા છે. તેથી મોક્ષના સાધન તરીકે જ ગંગામરણ, કાશીમરણ વગેરેનું વિધાન છે. તેથી ઈતર સાધનના અસાહિત્યથી વિશિષ્ટ ઈતર સાધનના અસાહિત્યથી વિશિષ્ટનું જ વિધાન પ્રતીત થાય તો એમનું સંવલન ફળદાયક કઈ રીતે બને ? એવા કાશીમરણ વગેરેનું મોક્ષસાધન તરીકે વિધાન પ્રતીત નથી થતું. તેથી કાશીમરણ,
યવકરણત્વની સાથે જ વીધ્ધકરણકત્વ પણ ફળમાં ઉપયોગી છે તે પ્રતીત થશે. આમ, યવ અને વ્રીહિ બંને સ્વતંત્ર નથી તેથી બંનેનો સમુચ્ચય નહીં થાય. વિકલ્પસ્થળે પરસ્પરાભાવવિશિષ્ટ કારણતા હોય છે તેથી બંનેનો સમુચ્ચય ફળનો પ્રતિબંધક મનાય છે. એકલા વ્રીહિથી યાગ કરો તો ફળ મળે. એકલા યવથી યાગ કરો તો ફળ મળે. વ્રીહિ-યવ બંનેથી યાગ કરો તો ફળ ન મળે. આ જ વિકલ્પનું ફળ છે.
(૪૬) વિવરણ –વ્રીહિયવ રૂપ સાધનમાં વિકલ્પવિધિ સ્પષ્ટ કર્યા બાદ ગદાધર પ્રકૃત સ્થળઃગંગામરણ અને કાશીમરણના વિકલ્પમાં તેની વિષમતા=ભિન્નતા જણાવે છે. વ્રીહિ-યવનો વિકલ્પ અને કાશીમરણ-ગંગામરણનો વિકલ્પ ભિન્ન છે. કારણ કે બંને સ્થળના નિમિત્ત વગેરે અનેક બાબતો ભિન્ન છે. નીચેના કોષ્ટક દ્વારા તે સ્પષ્ટ થશે.
વ્રીહિ-યવા
ગંગામરણ-કાશીમરણ પ્રકરણ એક છે
પ્રકરણ જુદા છે પૂર્વાપર ક્રમ છે
પૂર્વાપર ક્રમ નથી. જ્યાં એક પ્રકરણમાં ક્રમથી એક જ કાર્ય માટે કારણનું વિધાન થયું હોય ત્યાં વ્રીહિયવ જેવો વિકલ્પ ઊભો થાય છે. વિકલ્પ બે પ્રકારે છે. એક, એક જ પ્રકરણમાં રહેલા બે સાધનોની સાધના પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે. બે, એક જ ફળ માટે બે અલગ સાધનો બતાવ્યા હોય ત્યારે. બીજા પ્રકારના વિકલ્પગત સાધનો પરસ્પર વિરુદ્ધ હોતા નથી કારણ કે બંનેના સીમાક્ષેત્રો અલગ અલગ છે. પહેલા પ્રકારના વિકલ્પને વિરુદ્ધ વિકલ્પ કહેવાય. બીજા પ્રકારના વિકલ્પને પૃથક્ કલ્પ કહેવાય. બીજા પ્રકારના વિકલ્પનું ઉદાહરણ વાજપેય અને અશ્વમેધ યાગ છે. બંનેનું ફળ સ્વર્ગ છે. પણ બંને એક પ્રકરણમાં નથી. તેથી તેમની વચ્ચે પૌર્વાપર્ય નથી. તેમની સાધન તરીકેની આકાંક્ષામાં ઈતરાભાવની ઉપસ્થિતિ જરૂરી નથી. તે બંને સાવ જુદા છે. કારણ કે તેમની વચ્ચે પરસ્પરના સાહિત્યભાવની અપેક્ષા નથી. તેમની સાધન તરીકેની આકાંક્ષામાં પણ ઈતરાકરણ વિષય નથી બનતું. કાશીમરણ અને ગંગામરણનો વિકલ્પ