________________
८२
मुक्तिवादः
(४४) काशीमरणमात्मतत्त्वज्ञाने तारकोपदेशसम्पादनेनैवापेक्षितं काशीमरणोत्तरमेव च कर्णे भगवान् तारकमुच्चरति । तच्चोच्चारणं तच्छरीरावच्छेदेन ज्ञानमनुत्पाद्यापि अदृष्टद्वारा तदुत्तरगृहीतशरीरावच्छेदेनात्मतत्त्वज्ञानमुत्पादयतीत्यपि केचित् । काशीगङ्गामरणादीनामदृष्टद्वारा सम्वलनसम्भवेऽपि उक्तयुक्तेर्वैकल्पिकी
(૪૪) શબ્દાર્થ –આત્માના તત્ત્વજ્ઞાનમાં કાશીમરણ તારક ઉપદેશ સંપાદન કરવા દ્વારા અપેક્ષિત છે. કાશીમરણ થયા પછી જ ભગવાન કાનમાં તારક ઉપદેશ આપે છે. એ ઉચ્ચારણ તે શરીરમાં જ્ઞાન ઉત્પન્ન કરતું નથી પણ કાશી મરણ પછી અદૃષ્ટ દ્વારા પ્રાપ્ત થયેલા શરીરમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે એવું પણ કેટલાક કહે છે. કાશીમરણ, ગંગામરણ વગેરેનું અદૃષ્ટ દ્વારા સંવલન સંભવતું હોવા છતાં ઉપર કહેલી યુક્તિથી તૃણાદિની વતિ પ્રત્યે જેવી વૈકલ્પિકી કારણતા છે તેવી
(૪૪) વિવરણ –કાશીમરણ આત્મતત્ત્વજ્ઞાનમાં કેવી રીતે કારણ બને છે ? એ અંગે અન્ય વિદ્વાનોનો મત જણાવે છે.
ગદાધરના મતે કાશીમરણ દ્વારા આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ આ મુજબ રહેશે (૧) મુમૂર્ષતા દશામાં તારક ઉપદેશ (૨) મરણાધીન આત્મામાં શરીરન્તરપરિગ્રહ જનક અદૃષ્ટની ઉત્પત્તિ (૩) કાશીમરણ (૪) શરીરમંતર પરિગ્રહ (૫) તત્ત્વજ્ઞાન. તારક ઉપદેશથી કાશીમરણ અન્યથાસિદ્ધ સાબિત ન થઈ જાય એ માટે મૃતશરીરવચ્છેદેન તત્ત્વજ્ઞાનનો સંભવ સ્વીકાર્યો છે. આ અન્યથાસિદ્ધિનું વારણ કરવા કેચિસ્તુકાર પ્રક્રિયાના ક્રમમાં ફેરફાર સૂચવે છે. કેચિસ્તુકારનો મત ગદાધરથી બે મુદે જુદો છે. એક, ગદાધર કાશીમરણને મોક્ષનું સાક્ષાત કારણ માનવાના પક્ષમાં છે. કેચિત્તકારના મતે કાશીમરણ આત્મતત્ત્વજ્ઞાનનું સાક્ષાત્ કારણ નથી. તે તારક ઉપદેશનું સંપાદન કરવા માટે જ ઉપયોગી છે. બે, ગદાધરના મત મુજબ તારક ઉપદેશ મુમૂર્ખતાદશામાં થાય છે. કેચિસ્તુકારના મતે તારક ઉપદેશ કાશીમરણ પછી થાય છે.
પ્રશ્ન : મૃત શરીરમાં તારક ઉપદેશથી તત્ત્વજ્ઞાન કેવી રીતે થશે? જવાબ :–મૃતશરીરવચ્છેદેન તત્ત્વજ્ઞાન થતું નથી. તત્ત્વજ્ઞાન શરીરાંતરમાં જ થાય છે. પ્રશ્ન :–મૃતશરીરના તારક ઉપદેશ અને શરીરમંતરનાં તત્ત્વજ્ઞાન વચ્ચે સંબંધ શું હશે?
જવાબ :–મૃત શરીરનો ગંગાજલ સંબંધ અદષ્ટનું કારણ છે. તારક ઉપદેશના ઉચ્ચારણથી આ મૃતાત્મામાં અષ્ટ વિશેષ ઉત્પન્ન થાય છે. તે અદેખથી શરીરમંતરનો પરિગ્રહ થાય છે અને તારકોપદેશનાં ઉચ્ચારણથી અદૃષ્ટ રૂપ સંબંધ દ્વારા તેમાં આત્મતત્ત્વજ્ઞાન થાય છે. આ મત મુજબ પ્રક્રિયાનો ક્રમ આ રહેશે (૧) કાશી મરણ-ગંગાજલ સંબંધ (૨) તારક ઉપદેશ (૩) મૃતાત્મામાં અદૃષ્ટ (૪) શરીરમંતર પરિગ્રહ (પ) તત્ત્વજ્ઞાન. આ મતમાં અરુચિ એ છે કે–ઉપદેશ શબ્દાત્મક છે તે મૃતાત્મામાં અષ્ટનું કારણ બને છે. આ કાર્યકારણભાવમાં કારણતાવચ્છેદક સંબંધ શું છે ? તેની સ્પષ્ટતા થઈ શકતી નથી.
મૂળ પૂર્વપક્ષે (અથ...મૈવ) કાશી મરણ અને ગંગામરણ આ બંનેનું એક સાથે સંવલન શક્ય નથી’ આ આપત્તિ દર્શાવી હતી તેના જવાબમાં ગદાધર જણાવે છે કે–અદેખ દ્વારા બંનેનું સંવલન શક્ય છે. આથી બંનેની (સમુચ્ચિત) કારણતા દર્શાવી શકાય છે. તેમ છતાં પ્રસ્તુતમાં સમુચ્ચિત કારણતા અભિપ્રેત નથી. પૂર્વે કહ્યું તેમ જયાં શ્રુતિ દ્વારા અનેકની કારણતા સિદ્ધ હોય ત્યાં કાર્ય પ્રત્યે વિકલ્પ જ હોય છે. આમ કાશીમરણ અને ગંગામરણની કારણતા મોક્ષ પ્રત્યે વહ્નિ પ્રત્યેની તૃણ અને અરણિ વગેરેની જેમ