________________
मुक्तिवादः
७७
નાશ્યતાવચ્છેદક ધર્મ નથી. ઉદાહરણરૂપે-કાશીમરણથી ગોવધજન્ય નાશ પામેલું દુરિત ગોવધજન્ય છે. તેમાં તત્ત્વજ્ઞાનનાશ્યતાવચ્છેદકત્વ નથી. તત્ત્વજ્ઞાનથી નાશ પામતા દુરિતમાં કાશીમરણથી નાશ પામતા દુરિતમાં રહેતો ગોવધજન્યતાવચ્છેદક ધર્મ નથી. આમ આ બન્ને ધર્મો પરસ્પર વિરોધી છે. જે ગોવધજન્યદુરિત તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે. તેમાં ગોવધજન્યત્વ પણ છે અને તત્ત્વજ્ઞાનનાશ્યત્વ પણ છે. માટે સંકર છે.
કાશીમરણથી ગોવધજન્ય દુરિત નાશ પામે છે. તે દુરિતમાં બ્રહ્મવધજન્યત્વ નથી. અને બ્રહ્મવધજન્ય દુરિતમાં ગોવધજન્યત્વ નથી. તત્ત્વજ્ઞાનથી બંને દુરિત નાશ પામે છે માટે તત્ત્વજ્ઞાનનાશ્યદુરિતમાં ગોવધન્યત્વ અને બ્રહ્મવધજન્યત્વ છે. આમ સાંકર્ય દોષ છે
આ રીતે દુઃખત્વ કે દુરિતત્વ સાંકર્યદોષગ્રસ્ત હોવાથી તેમની વિશેષ જાતિની કલ્પના કરીને કારણોમાં પરસ્પરના અભાવને કારણે આવતા વ્યભિચારનું વારણ શક્ય નથી.
(૧) શંકા :-સાંકર્ય દોષ ઘટક બે જાતિઓમાંથી કોઈ એક જાતિને અનેક માની લઈએ તો સાંકર્ય દોષ ટળી જાય. ગોવાદિથી જન્ય દુઃખ કે દુરિતમાં કોઈ એક અનુગત જાતિને માનવામાં સાંકર્ય દોષ બાધક છે. એટલે ગોવધજન્ય દુ:ખની જન્યતાવચ્છેદક જાતિ અલગ છે, બ્રહ્મવધજન્ય દુઃખની જન્યતાવચ્છેદક જાતિ અલગ છે, અનેક જાતિ માનવામાં સાંકર્યને અવકાશ નથી કેમકે સાંકર્ય કોઈ એકને જાતિ માનવામાં બાધક છે. તત્ત્વજ્ઞાનથી નાશ્ય દુરિતત્વ જાતિ, ગોવધજન્ય દુરિતત્વ જાતિ, બ્રહ્મવધજન્ય દુરિતત્વ જાતિ કે કાશીમરણનાશ્ય દુરિતત્વ જાતિને એક માનીએ તો સાંકર્ય દોષ આવે. આ બધી જ જાતિઓને દુરિતત્વની વ્યાપ્ય જાતિ માની લઈએ તો સાંકર્ય દોષ રહેશે નહીં.
(૨) જવાબ -આ રીતે સાર્ધની ઘટક કોઈ એક જાતિને નાના માનવાથી સાંકર્ય દોષ ટળી જશે પરંતુ પ્રશ્ન એ છે કે સાંકર્ય ઘટક બે જાતિમાંથી કઈ એક જાતિને નાના માનવી? પ્રસ્તુત સ્થળે સાંકર્ય ઘટક એક જાતિ ગોવધજન્યત્વચ્છેદક દુ:ખ જાતિ અને બીજુ છે તત્ત્વજ્ઞાનાદિ નાશ્યતાવચ્છેદક દુઃખત્વ જાતિ આ બે માંથી કઈ જાતિને નાના માનવી એમાં કોઈ વિનિગમક નથી. બધી જ જાતિઓને વ્યાપ્ય બનાવવામાં તો મોટું ગૌરવ છે. આ રીતે તૃણારણિ-મણિન્યાયે જ્ઞાન-કર્મની મુક્તિ પ્રત્યે સ્વતંત્ર કારણતા સંભવતી નથી.
પ્રશ્ન –તૃણારણિ સ્થળે તત્તદવ્યવહિતોત્તરત્વનો કાર્યતાવચ્છેદક કોટિમાં નિવેશ કરીને વ્યભિચારનું વારણ કરવામાં આવે છે તેમ આ સ્થળે કરવામાં શું બાધ છે?
જવાબ :–ગૌરવ દોષ છે. અથવા આ અસ્વરસથી પૂર્વપક્ષકારે પૂર્વ ઇત્યાદિ દ્વારા અન્ય યુક્તિ પ્રસ્તુત કરી છે.
- તૃણારણિમણિસ્થળે વ્યભિચારનું વારણ કરવા તત્તદવ્યવહિતોતરત્વનો નિવેશ થાય છે. જ્યાં તૃણથી પેદા થયેલો વહ્નિ હોય ત્યાં અરણિમંથન દ્વારા પણ વહ્નિ જન્મે છે. એટલે કે તૃણાદિ વહ્નિવિશેષનાં કારણ છે પણ વહ્નિસામાન્યના પ્રતિબંધક નથી. તૃણ-અરણિ-મણિ એક સાથે એકત્રિત થાય તો પણ વહ્નિરૂપ કાર્ય જન્મે છે. પ્રસ્તુતમાં જ્ઞાન અને કર્મ તૃણારણિમણિની જેમ સ્વતંત્ર કારણ માનીએ તો વ્યભિચાર ન રહે પણ મોક્ષાભાવની આપત્તિ આવે. તૃણારણિમણિની કારણતા લૌકિક છે. જ્ઞાન અને કર્મની કારણતા વેદબોધિત છે એટલે વૈદિક છે. લૌકિક કારણોમાં વિકલ્પ હોય તો તેમના સંવલન એકત્ર